“ભક્તિ રે કરવી એણે” – પાનબાઈ અને ગંગાસતીના ભજન દ્વારા જાણો ભક્તિ કરતા હોય તેમણે કેમ રહેવું?

0
989

પાનબાઈ અને ગંગાસતીનું ગુજરાતી ભજન :

ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું

ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું પાનબાઈ

મેલવું અંતરનું અભિમાન રે,

સતગુરુ ચરણમાં શીશ રે નમાવી

કર જોડી લાગવું પાય રે…. ભક્તિ રે કરવી એણે

જાતિપણું છોડીને અજાતિ થાવું ને

કાઢવો વર્ણ વિકાર રે,

જાતિ ને ભ્રાંતિ નહીં હરિ કેરા દેશમાં

એવી રીતે રહેવું નિરમાણ રે… ભક્તિ રે કરવી એણે

પારકાનાં અવગુણ કોઈના જુએ નહીં,

એને કહીએ હરિ કેરા દાસ રે,

આશા ને તૃષ્ણા નહીં એકેય જેના ઉરમાં રે

એનો દૃઢ રે કરવો વિશ્વાસ રે… ભક્તિ રે કરવી એણે

ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ

રાખજો વચનમાં વિશ્વાસ રે,

ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ

હરિજન હરિ કેરા દાસ રે …. ભક્તિ રે કરવી એણે.