ભક્તિભાવથી કૃષ્ણનું નામ લેવાથી કેટલું ફળ મળે છે તે દ્રૌપદીના એક પ્રસંગ પરથી જાણવા મળે છે, અહીં જાણો તેના વિષે.

0
467

દ્રૌપદી એ કહ્યું “તમે કોઈ ચિંતા ન કરશો હું સંત મહાત્મા ને તેડી લાવુ છું.”

દ્રૌપદી સંત પાસે ગયા સંતે તેમને પણ એ જ પ્રશ્ન કર્યો કે “૧૦૦૦ રાજસૂય યજ્ઞનું ફળ લઈને આવ્યા છો?”

ત્યારે દ્રૌપદીએ કહ્યું, “મારી પાસે એક કરોડ અશ્વમેધ યજ્ઞનું ફળ છે,

તમે કહો તેટલું તમને આપું”.

મહાત્મા તરત જ ઊભા થઈ ગયા અને યુધિષ્ઠિરના યજ્ઞ મંડપમાં પધાર્યા.

ભોજન કરી આશીર્વાદ આપી ચાલ્યા ગયા.

સૌને આશ્ચર્ય થયું કે, દ્રૌપદી ૧૦૦૦ રાજસૂય યજ્ઞનું ફળ લાવી ક્યાંથી?

દ્રૌપદીને પૂછતાં દ્રૌપદીએ ખુલાસો કર્યો કે ,

શાસ્ત્ર કહે છે કે, જો કોઈ એક વખત પણ પૂરી ભક્તિભાવથી “કૃષ્ણ” નામ પુકારે છે,

તો એને એક અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે!

મને એવી ટેવ પડી છે કે હું હરતા-ફરતા સતત કૃષ્ણનું નામ રટુ છું,

એટલે મારી કર્મની ઝોળીમાં કરોડો અશ્વમેઘ યજ્ઞનું પુણ્યફળ પડેલું છે.

( “ખાવત પીબત સોવત જાગત મુખમે કેવળ કૃષ્ણનામ.”) વ્રજપ્રિયા.

– સાભાર રવિ રબારી (અમર કથાઓ ગ્રુપ)