“ભલી દોતી ભેંસ નારી તો બસ….” ગ્રામીણ મહિલા પર બનેલી આ કવિતા તમારું દિલ જીતી લેશે, અચૂક વાંચજો.

0
768

ગમતી મને ગામડે જે દૂધ ના પીવે ડેરી તણા

ભલી દોતી ભેંસ નારી તો બસ નેશ ની

ભીની વાને ભીંસ ને તરબોળ ઘીની તાંસળી

હસતી રાખે રીસ એવી નારી તો બસ નેશ ની

નવા નકોર જાણે લૂગડાં ધોકે ઉજળા હાથ

એના ઓજસ ભોળાનાથ નારી તો બસ નેશ ની

ઘેલી તો કે હિરણ જેવી ને નમણી નાગર વેલ

એના કોણ ઉથાપે વેણ નારી તો બસ નેશ ની

નાગણ છેડી હાથ થી ને પીતી સેંજળ નીર

પડકારે ગીરના પીર નારી તો બસ નેશ ની

અતિ રૂપાળી કેડ્ય ને પાતળી ભાલારી નેણ

વહમાં કાઢે નહિ વેણ નારી એવી નેસની

ત્રોફાવીને ત્રાજવા નજરથી ઉતારે ઝેર

કોઈ સોરઠિયાની સેણ નારી એવી નેસની

– અતુલ રાવ. (અમર કથાઓ ગ્રુપ)

(ફોટા પ્રતીકાત્મક છે.)