એક યુગવિધાયક યુગપુરૂષ ની પ્રભાસ પીપડેથી વિદાય….
ભગવાન શ્રીકૃષ્ણના અંતિમ શ્વાસની કહાની
પૌરાણિક કથા અનુસાર ભગવાન આ જગ્યા પર આવી એક પીપળાના વૃક્ષ નીચે બેસી આરામ કરતા હતા અને એ સમયે જ એક પારધીએ જોયા વગર જ બાણ માર્યું. કૃષ્ણ અંતર્યામી હતા એટલે એમને ખબર જ હતી કે સંસારને પોતાના ઈશારોથી ભલે ચલાવતા પણ, હવે તેમને સંસાર છોડી જવાનો સમય આવી ગયો હતો. એટલે જ પારધીને માફ કરી દીધો હતો.
ગંભીર હાલતમાં જ ભગવાન કૃષ્ણ ભાલકાથી થોડે દૂર હિરણ નદી કિનારે પોહચ્યાં. હિરણ નદી સોમનાથથી ૧.૫ કિંમી. દૂર આવેલી છે. ભગવાન કૃષ્ણ આ જ જગ્યા પર વિલીન થઇ ગયા અને ત્યાંથી જ વૈકુઠ ધામ જતા રહ્યા. આ હિરણ નદીના કિનારે ભગવાનના ચરણોના નિશાન હાલમાં પણ છે. જેને દુનિયાભરમાં દેહોત્સર્ગ તીર્થના નામથી ઓળખાય છે. અહીંયાં તેમને ભાલો વાગ્યો એટલે ”ભાલકા તીર્થ” અને ત્રિવેણી સંગમ જઈને દેહ ત્યાગ કર્યો એટલે ”દેહોત્સર્ગ” કહેવાય છે.
દર્શનથી થાય છે મોક્ષની પ્રાપ્તિ : આ મંદિરમાં આજે પણ એ પીપળાનું વૃક્ષ છે જે ૫૦૦૦ વર્ષ પુરાણું છે. જે સુકાતું નથી. કહેવાય છે કે જયારે ભગવાનને ભાલો વાગ્યો ત્યારે પારધી માફી માંગે છે અને એ સમયે ભગવાન એમને પાછલા જનમની કહાની સંભળાવે છે. કહે છે કે ત્રેતા યુગમાં ભગવાન રામે મહાન બાલીને ઝાડની પાછળ છુપાઈને બાણ માર્યું હતું.
પછી બાલીની પીડા જોઇને ભગવાન રામે એમને વચન આપ્યું હતું કે, આગલા જનમમાં એ જરા નામના પારધીના રૂપમાં જનમ લેશે અને એના બાણથી પોતાની કરનીનુ પ્રાયચ્ચિત કરશે. કારણ વગર મરેલો બાલી કૃષ્ણ અવતારમાં જરા નામનો પારધી બન્યો. ભગવાને પોતાનું વચન પાળ્યું અને આ જગ્યા પવિત્ર તીર્થસ્થળ બની ગયું.
સંપાદક : પ્રજાપતિ તુષાર (અમર કથાઓ ગ્રુપ)