‘ભલો રે ભલો… રાજા સત રે ગોપીચંદ’ રાજા ગોપીચંદનું આ ભક્તિ ગીત કેટલાને યાદ છે.

0
2562

રાજા ગોપીચંદ

ભલો રે ભલો… રાજા સત રે ગોપીચંદ,

પીયુ પરદેશ મત જા..ના રે…

હો… સુની રે સેજરીયે અમને નીંદરાયુ ના આવે,

મોરે મન રાજ ન ભાવે જી..મોરે મન રાજ….

કોણ રે… રાજા તારી સંઘમાં ચલેગી રે..

કોણ રે….કરેગી દો-દો બાતા જી..

કોણ રે…. રાજા તારા ચરણ પખાડશે રે…

કોણ રે…. લાવેગી દૂધ ભાતા જી…

ઇંગલા ને પિંગલા મારી સંઘમાં ચલેગી રે…

વે..તો કરેગી દો- દો બાતા જી..

ગંગા ને જમના મારા ચરણ પખાડશે રે..

બસ્તી લાવેગી દૂધ ભાતા જી…

સાતસો પરણેતર રાજા, નવસો કુવારી રે…

એના નિસાસા તમને લાગશે…

જે.. રે… જોગીડે તુને, જોગ જ દીધો રે..

ઈ..રે…. જોગીડો મરી જાસે રે….

હે……જી…..રે…. ભૂલી રે.. ભૂલી રાની, સબ જગ ભૂલી

ગુરુજી ને ગા લી મત દેના જી…

જાલંધર પ્રતાપે જોગી ગોપીચંદ બોલ્યા રે…..

અમે રે…જોગીડા ભલી ભાત ના રે….

ભલો રે ભલો રાજા સત રે ગોપીચંદ…. પીયુ પરદેશ મત …

– સાભાર લાલજી રમતાજોગી (અમર કથાઓ ગ્રુપ)