ભારતની પ્રાચીન નગરીઓમાંથી એક છે અયોધ્યા, જાણો રામ જન્મભૂમીની અજાણી અને ચકિત કરી દેનારી વાતો.

0
985

ભગવાન વિષ્ણુની પ્રથમ પુરી અયોધ્યા વિષે 10 વાતો જે ઘણા ઓછા લોકો જાણે છે.

ભારતની પ્રાચીન નગરીઓ માંથી એક અયોધ્યાને હિંદુ પૌરાણિક ઈતિહાસમાં પવિત્ર અને સૌથી પ્રાચીન સપ્ત પૂરીઓમાં પ્રથમ માનવામાં આવે છે. તેને શ્રીહરિ વિષ્ણુની પથમ પૂરી પણ કહેવામાં આવે છે. આવો જાણીએ અયોધ્યાની 10 વિશેષ વાતો.

(1) અયોધ્યા ભારતની પ્રાચીન નગરીઓ માંથી એક છે. હિંદુ પૌરાણિક ઈતિહાસમાં તેને પવિત્ર અને સૌથી પ્રાચીન સપ્ત પૂરીઓમાં પ્રથમ માનવામાં આવી છે. સપ્ત પૂરીઓમાં અયોધ્યા, મથુરા, માયા (હરિદ્વાર), કાશી, કાંચી, અવંતિકા (ઉજ્જયીની) અને દ્વારકાને સામેલ કરવામાં આવ્યા છે.

(2) સરયુ નદીના કાંઠા ઉપર વસેલા આ નગરને રામાયણ મુજબ પ્રથમ ધરતીપુત્ર સ્વાયંભુવ મનુએ વસાવ્યું હતું. પૈરાણિક કથાઓ મુજબ બ્રહ્માએ જયારે મનુને પોતાના માટે એક નગરના નિર્માણની વાત કરી તો તેઓ તેમને વિષ્ણુજી પાસે લઇ ગયા. વિષ્ણુજીએ તેને અવધધામમાં એક સારું સ્થાન બતાવ્યું. વિષ્ણુજીએ તેમની સાથે દેવશિલ્પી વિશ્વકર્માને મોકલી દીધા. રામાયણ મુજબ વિવસ્વાન (સૂર્ય) ના પુત્ર વૈવસ્વત મનુ મહારાજ દ્વારા આ નગરની સ્થાપના કરવામાં આવી હતી.

(3) અયોધ્યા નગરી ભગવાન વિષ્ણુના ચક્ર ઉપર સ્થિત છે. સ્કંદપુરાણ મુજબ અયોધ્યા ભગવાન વિષ્ણુના ચક્ર ઉપર બિરાજમાન છે.

(4) અયોધ્યાનું સૌથી પહેલું વર્ણન અથર્વવેદમાં મળે છે. અથર્વવેદમાં અયોધ્યાને દેવતાઓનું નગર બતાવવામાં આવ્યું છે.

(5) બે હજાર વર્ષ પહેલા અયોધ્યાની રાજકુમારી સૂરીરત્નાની દક્ષીણ કોરિયાના વ્યોંગસાંગ પ્રાંતના કિમહયે શહેરની મહારાણી બની હતી. ચીની ભાષામાં નોંધાયેલા દસ્તાવેજ સામગુક યુસામાં કહેવામાં આવ્યું છે કે, ઈશ્વરે અયોધ્યાની રાજકુમારીના પિતાને સપનામાં આવીને કહ્યું હતું કે તે પોતાની દીકરીને રાજા સુરો સાથે લગ્ન કરવા માટે કિમહયે શહેર મોકલે. આજે કોરિયામાં કારક ગોત્રના લગભગ 60 લાખ લોકો પોતાને રાજા સુરો અને અયોધ્યાની રાજકુમારીના વંશ ગણાવે છે. તેમના ઉપર વિશ્વાસ ધરાવતા લોકોની સંખ્યા દક્ષીણ કોરિયાની વસ્તીના દસમાં ભાગથી પણ વધુ છે.

(6) અયોધ્યા રામ જ નહિ પણ તેમના ત્રણ ભાઈઓ અને જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભનાથનો પણ જન્મ થયો હતો જે શ્રીરામના કુળના જ હતા. અયોધ્યામાં ઋષભનાથ ઉપરાંત અજીતનાથ, અભીનંદનનાથ, સુમતિનાથ અને અનંતનાથનો પણ જન્મ થયો હતો. એટલા માટે તે જૈન ધર્મ માટે ખુબ જ પવિત્ર ભૂમિ છે.

ઋષભનાથના પુત્ર ભરતે ઘણા વર્ષો સુધી અહિયાં રાજ કર્યું. શ્રીમદભાગવતના પચ્ચમ સ્કંધ અને જૈન ગ્રંથોમાં ચક્રવર્તી સમ્રાટ રાજા ભરતના જીવન અને તેના બીજા જન્મોનું વર્ણન આવે છે. મહાભારત મુજબ ભરતનું સામ્રાજ્ય ભારતીય ઉપ મહાદ્વીપમાં વ્યાપ્ત હતું. અયોધ્યા તેનું પાટનગર હતું. તેમના કુળમાં રાજા હરિશચંદ્ર થયા અને આગળ જઈને મહાન રાજા બન્યા.

(7) અયોધ્યાની આસપાસ એક નહિ લગભગ 20 બૌદ્ધ વિહાર હોવાનો ઉલ્લેખ મળે છે. એવું કહેવામાં આવે છે કે, ભગવાન બુદ્ધની મુખ્ય મહિલા ઉપાસક વિશાખાએ બુદ્ધના સાનિધ્યમાં અયોધ્યામાં ધમ્મની દીક્ષા લીધી હતી. તેની સ્મૃતિ સ્વરૂપે વિશાખાએ અયોધ્યામાં મણી પર્વત નજીક બૌદ્ધ વિહારની સ્થાપના કરાવી હતી. તે પણ કહે છે કે બુદ્ધના મહાપરિનિર્વાણ પછી આ વિહારમાં બૌદ્ધના દાંત રાખવામાં આવ્યા હતા.

(8) અયોધ્યા શીખ ધર્મનું પણ પવિત્ર સ્થળ છે. અહિયાં બ્રહ્મકુંડ નામના સ્થાન ઉપર ગુરુનાનકદેવજીએ તપ કર્યું હતું.

(9) શ્રીરામના કાળમાં અયોધ્યાની મુખ્ય વેપારી કેન્દ્ર તરીકે ગણતરી થતી હતી. વાલ્મીકી રામાયણ મુજબ અહિયાં જુદા જુદા દેશના વેપારી આવ-જા કરતા હતા. અહિયાં મહત્વપૂર્ણ પ્રકારના શિલ્પ અને અ-સ્ત્ર-શ-સ્ત્ર બનતા હતા. તે હાથી ઘોડાના વેપારની દ્રષ્ટિએ પણ મોટું કેન્દ્ર હતું. ક્મ્બોજ અને બાહીત જનપદનના સૌથી ઉત્તમ જાતીના ઘોડાનો અહિયાં વેપાર થતો હતો. અહિયાં વિંધ્યાચલ અને હિમાચલના ગજરાજ પણ હોતા હતા. તે પણ કહેવામાં આવે છે કે અહિયાં હાથીઓની હાઈબ્રીડ જાતીનો વેપાર પણ થતો હતો.

(10) અયોધ્યા દેશનું સૌથી સમૃદ્ધ અને વૈભવશાળી નગર હતું. વાલ્મીકી રામાયણ મુજબ આ પૂરી ચારે તરફ ફેલાયેલા મોટા મોટા રોડથી સુશોભીત હતી. રોડ ઉપર રોજ જળનો છંટકાવ કરવામાં આવતો હતો અને ફૂલ પાથરવામાં આવતા હતા. એટલે ઇન્દ્રની અમરાવતીની જેમ મહારાજ દશરથે આ પૂરીને શણગારી હતી. આ પૂરીમાં મોટા મોટા તોરણ દ્વાર, સુંદર બજાર અને નગરના રક્ષણ માટે ચતુર શિલ્પીઓ દ્વારા બનાવવામાં આવેલા તમામ પ્રકારના યંત્ર અને શ-સ્ત્ર-રા-ખ-વા-માં આવ્યા હતા.

ત્યાંના નિવાસી ધનથી સંપન્ન હતા, તેમાં મોટી મોટી અટારીઓ વાળા મકાન જે ધજા પતાકાઓથી સુશોભિત હતા. સ્ત્રીઓની નાટ્ય સમિતિઓનો પણ અહિયાં અછત ન હતી અને દરેક જગ્યાએ બગીચા બનેલા હતા. આંબાના બગીચા નગરીની શોભા વધારતા હતા. નગરની ચારે તરફ શાલના લાંબા લાંબા વૃક્ષ ઉગેલા હતા. આ નગરી દુર્લભ કિલ્લા અને ખીણથી યુક્ત હતી અને તેને કોઈ પણ રીતે દુશ્મનો તેને હાથ લગાવી શકતા ન હતા.

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.