ભારતમાં આ બે જગ્યાએ છે હનુમાન પુત્ર મકરધ્વજનું મંદિર, જાણો તેમની સાથે જોડાયેલી રસપ્રદ વાતો

0
861

ભારતમાં આ જગ્યાએ છે રામ ભક્ત હનુમાનના પુત્ર મકરધ્વજના મંદિર, જાણો કેવી રીતે થયો હતો તેમનો જન્મ. હિંદુ ધર્મમાં માનવા વાળા એ વાત ઘણી સારી રીતે જાણે છે કે ભગવાન શ્રીરામના પરમ ભક્ત અને ભગવાન શંકરના અગ્યારમાં રુદ્ર અવતાર શ્રીહનુમાનજી બાળબ્રહ્મચારી હતા, પરંતુ ઘણા ઓછા લોકો એ વાત જાણે છે કે શાસ્ત્રોમાં હનુમાનજીના એક પુત્રનું વર્ણન પણ જોવા મળે છે. શાસ્ત્રોમાં હનુમાનજીના એ પુત્રનું નામ મકરધ્વજ બતાવવામાં આવ્યું છે. ભારતમાં બે એવા મંદિર છે જ્યાં હનુમાનજીની પૂજા તેના પુત્ર મકરધ્વજ સાથે કરવામાં આવે છે.

(1) હનુમાન મકરધ્વજ મંદિર, બેટદ્વારકા, ગુજરાત  :

હનુમાનજી અને તેના પુત્ર મકરધ્વજનું પહેલું મંદિર ગુજરાતના બેટદ્વારકામાં આવેલુ છે. આ સ્થાન મુખ્ય દ્વારકાથી બે કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિરની દાંડી હનુમાન મંદિરના નામથી ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે આ એ સ્થાન છે, જ્યાં પહેલી વખત હનુમાનજી તેના પુત્ર મકરધ્વજને મળ્યા હતા. મંદિરની અંદર પ્રવેશ કરતા જ સામે હનુમાન પુત્ર મકરધ્વજની મૂર્તિ છે. અને તેની પાસે હનુમાનજીની મૂર્તિ પણ સ્થાપિત છે. આ બંને મૂર્તિઓની વિશેષતા એ છે કે આ બંનેના હાથમાં કોઈ પણ શસ્ત્ર નથી અને તે આનંદની મુદ્રામાં છે.

(2) હનુમાન મકરધ્વજ મંદિર, બ્યાવર, રાજસ્થાન :

રાજસ્થાનના અજમેરથી 50 કિલોમીટર દુર જોધપુર રસ્તા ઉપર આવેલું બ્યાવરમાં હનુમાનજીના પુત્ર મકરધ્વજનું મંદિર આવેલું છે. અહિયા મકરધ્વજ સાથે હનુમાનજીની પણ પૂજા કરવામાં આવે છે. દર મંગળવાર અને શનિવારના રોજ દેશના અનેક ભાગો માંથી શ્રદ્ધાળુ અહિયાં દર્શન કરવા માટે આવે છે. બ્યાવરના વિજયનગર-બલાડ રસ્તાની વચ્ચે આવેલુ આ પ્રસિદ્ધ મંદિર ત્રેતાયુગના સંદર્ભો સાથે જોડાયેલું છે. અહિયાં શારીરિક, માનસિક રોગો ઉપરાંત ઉપરની બાધાઓ માંથી મુક્તિ મળે છે. સાથે જ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. ખાસ કરીને સંપૂર્ણ ભારતમાં બ્યાવરનું આ બીજું અનોખું મંદિર છે, જ્યાં એક જ સ્થાન ઉપર હનુમાન અને તેના પુત્ર મકરધ્વજ એટલે કે બંને પિતા-પુત્રની પૂજા કરવામાં આવે છે.

લોકો જાણે છે કે હનુમાનના પુત્ર હોવાને કારણે ભગવાન શ્રીરામે મકરધ્વજને પાતાળ માંથી બોલાવીને તીર્થરાજ પુષ્કર પાસે નરવરથી દીવેર સુધી રાજ્યના અધિપતિ બનાવી દીધા. શ્રીરામે મકરધ્વજને વરદાન આપ્યું કે કલયુગમાં તે જાગૃત દેવ તરીકે ભક્તોના દુઃખનું નિવારણ કરશે અને તેમની મનોકામનાઓ પૂરી કરશે. તે મુજબ જ્યાં પૂર્વમાં મકરધ્વજનું સિંહાસન હતું, તે પાવન સ્થળ ઉપર મકરધ્વન બાલાજીના વિગ્રહનો પ્રાગટ્ય થયો. તે સમયે મેહંદીપુરથી હનુમાન બાલાજી પણ સવીગ્રહ અહિયાં પુત્ર સાથે બીરાજમાન થઇ ગયા.
અહિયાં શારીરિક, માનસિક રોગો ઉપરાંત ઉપરી બાધાઓ માંથી પણ મુક્તિ મળે છે, અને નાસ્તિક પણ આસ્તિક બની જાય છે. આ સ્થળ હનુમાન, મકરધ્વન ગોરખનાથ, મહાકાલ ભૈરવ, ઘંટાકર્ણ સંબંધી તમામ ઉપાસના અને તંત્ર-મંત્ર સાધન માટે ઉપાસકો, ભક્તો, સાધકો, તાંત્રિકોમાં લીન થઈને સારી રીતે તાંત્રિક પ્રયોગ કરતા રહે છે.

મકરધ્વજના જન્મની કથા : કહેવામાં આવે છે કે જે સમયે હનુમાનજી સીતાની શોધમાં લંકા પહોચ્યા. તે સમયે મેઘનાથે તેને પકડ્યા અને રાવણના દરબારમાં હાજર કર્યા. ત્યારે રાવણે તેની પૂંછડીમાં આગ લગાડી દીધી અને હનુમાને સળગતી પૂંછડીથી આખી લંકા સળગાવી દીધી. સળગતી પૂંછડીને કારણે હનુમાનજીને તીવ્ર વેદના થઇ રહી હતી. તેને શાંત કરવા માટે તે સમુદ્રના પાણીથી તેની પૂંછડીની અગ્નિ શાંત કરવા ગયા.

તે સમયે તેના પરસેવાનું એક ટીપું પાણીમાં ટપકી ગયું, જે એક માછલીએ તે પી લીધું હતું. તે પરસેવાના ટીપાથી તે માછલી ગર્ભવતી થઇ ગઈ અને તેને એક પુત્ર ઉત્પન થયો. તેનું નામ મકરધ્વજ રાખ્યું. મકરધ્વન પણ હનુમાનજી જેવા જ મહાન પરાક્રમી અને તેજસ્વી હતા. તેને અહીરાવણ દ્વારા પાતાળ લોકના દ્વારપાળ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

જ્યારે અહીરાવણ શ્રીરામ અને લક્ષ્મણને દેવી સમક્ષ બલી ચડાવવા માટે તેની માયાના બળ ઉપર પાતાળ લઇ આવ્યા હતા. ત્યારે શ્રીરામ અને લક્ષ્મણને મુક્ત કરાવવા માટે હનુમાન પાતાળ લોક ગયા અને ત્યાં તેમનો ભેંટો મકરધ્વજ સાથે થયો. ત્યાર પછી મકરધ્વજે તેની ઉત્પતીની કથા હનુમાનને સંભળાવી. હનુમાનજીએ અહીરાવણનો વધ કરી પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણને મુક્ત કરાવ્યા અને શ્રીરામે મકરધ્વજને પાતાળ લોકના અધિપતિ નિયુક્ત કરીને તેને ધર્મના રસ્તા ઉપર ચાલવાની પ્રેરણા આપી.

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.