ભારતના આ 4 મંદિરોમાં થાય છે જાનવરોની પૂજા, જાણો તેમની ચકિત કરી દેનારી વાતો.

0
260

ભારત એક એવો દેશ છે, જ્યાં લોકો જુદી જુદી માન્યતાઓ માને છે અને ધર્મ અને આસ્થા મુજબ મંદિરોમાં પૂજા પાઠ કરે છે. તમે ઘણા ચમત્કારી મંદિરો વિષે સાંભળ્યું હશે અને ત્યાં દર્શન પણ કર્યા હશે. પણ શું તમે કોઈ એવા મંદિર વિષે સાભળ્યું છે, જ્યાં જાનવરોની પૂજા કરવામાં આવતી હોય. કદાચ નહિ. પણ આજે અમે તમને એવા મંદિરો વિષે જણાવીશું જ્યાં લોકો જાનવરને ખુબ જ શ્રદ્ધાભાવથી પૂજે છે. લોકો જાનવરોને કોઈ નુકશાન નથી પહોંચાડતા, ન તો તે જાનવરો શ્રદ્ધાળુને પરેશાન કરે છે.

તે ઉપરાંત આ મંદિરોમાં જાનવરોની પૂજા પાછળ કેટલીક માન્યતાઓ પણ પ્રચલિત છે. તો આવો આજે આ લેખમાં અમે તમને કેટલાક એવા જ મંદિર વિષે જણાવીએ જ્યાં જાનવરોની પૂજા થાય છે.

મન્નારસલા નાગરાજ મંદિર – હરીપદ, કેરળ : કેરળના હરીપદમાં આવેલુ છે મન્નારસલા નાગરાજ મંદિર એક ખુબ જ પ્રાચીન મંદિર છે અને નાગરાજ દેવને સમર્પિત છે. આ મંદિર આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધ છે. તે ભારતના કેરળ રાજ્યમાં પોતાના પ્રકારનું એક માત્ર મંદિર છે. આ મંદિરમાં સુંદર સાંપની મૂર્તિઓથી છે, અને અહીં ઉત્તમ નકશીકામ કરવામાં આવ્યું છે. મન્નારસલા મંદિરમાં રસ્તા અને ઝાડ વચ્ચે સાંપોની 100,000 થી વધુ છબીઓ છે.

આમ તો આ મંદિરમાં દુર દુરથી શ્રદ્ધાળુઓ આવે છે, પણ બાળકની આશા રાખવા વાળા જોડા અહિયાં વિશેષ પૂજા પાઠ કરાવે છે. સાથે જ બાળકોના જન્મ વખતે અહિયાં ધન્યવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, અને હંમેશા સાંપની છબીઓને પ્રસાદના રૂપમાં અહિયાં ચડાવે પણ છે.

ભાલુ મંદિર – છત્તીસગઢ : છત્તીસગઢમાં ચંડી માતા મંદિર આવેલું છે. આ મંદિર ઘણી રીતે વિશેષ છે. છત્તીસગઢના મહાસમૂંદના આ મંદિરમાં આરતી વખતે કેટલાક રીંછ (ભાલુ) આ મંદિરમાં આવે છે, પુજારી પાસેથી પ્રસાદ ખાય છે અને નવ વખત પરિક્રમા કરે છે અને જતા રહે છે. એટલું જ નહિ, શ્રદ્ધાળુ પણ અહિયાં રીંછોને ભોજન અને પ્રસાદ આપે છે. રસપ્રદ વાત એ છે કે તેમણે મંદિરના લોકોને ક્યારેય ઈજા નથી પહોંચાડી. રીંછની હાજરીને કારણે લોકો ચંડી માતા મંદિરને ભાલુ મંદિરના નામથી ઓળખે છે.

બંદર મંદિર – જયપુર : રાજસ્થાનના જયપુરના પહાડોમાં એક મંદિર આવેલું છે ગલતાજી. જ્યાં તીર્થયાત્રી પવિત્ર જળમાં સ્નાન કરવા આવે છે. આ પરિસરની અંદર રામગોપાલજી નામનું એક મંદિર છે, જ્યાં મકાક અને લંગુર વાંદરા મોટી સંખ્યામાં રહે છે. વાંદરાની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ હોવાને કારણે તેને પ્રેમથી બંદર મંદિરનું ઉપનામ આપવામાં આવ્યું છે. વાંદરાને હનુમાનજીના પ્રતિનિધિ માનવામાં આવે છે. એટલા માટે લોકો તેમને મંદિરમાં ખુબ જ શ્રદ્ધા ભાવથી જુવે છે.

ડોગ ટેમ્પલ, કર્નાટક : આ ડોગ ટેમ્પલ કર્નાટકના રામનગર જીલ્લાના ચન્નાપટનામાં આવેલું છે. આ મંદિરનું નિર્માણ વર્ષ 2010 માં એક વેપારી દ્વારા કરવામાં આવ્યું હતું. તે વેપારીએ કેમ્પમ્મા મંદિરનું નિર્માણ પણ કરાવ્યું હતું, જે ગામની મુખ્ય દેવી કેમ્પમ્માને સમર્પિત છે. સ્થાનિક સંતકથાઓ મુજબ કહેવામાં આવે છે કે, મંદિરની સ્થાપના ત્યારે થઇ હતી જયારે ગ્રામીણોને દેવી કેમ્પમમ્મા દ્વારા બે કુતરાને શોધવાનો આદેશ કરવામાં આવ્યો હતો, જે ઘણા સમય પહેલા ગામ માંથી ગુમ થઇ ગયા હતા.

આમ તો ગ્રામીણોને કુતરા ન મળ્યા, એટલા માટે તેમણે એક મંદિર બનાવરાવ્યું અને તેની અદંર બે કુતરાની મૂર્તિઓ મુકાવી દીધી. આજે ગામ વાળા કુતરાની આ મૂર્તિઓની પૂજા કરે છે. બીજી એક દંતકથા મુજબ, ડોગ ટેમ્પલનમું નિર્માણ મનુષ્યો પ્રત્યે વફાદાર કુતરાઓના સન્માન માટે કરવામાં આવ્યું હતું.

આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.