ભારતિય વૈદિક નિરયણ ચંદ્ર પંચાંગ વિષેની આ માહિતી ભાગ્યે જ કોઈને ખબર છે, જાણો તેના વિષે.

0
491

ભારતિય વૈદિક – નિરયણ -ચંદ્ર પંચાંગ.

ભારતમાં અનેક પ્રકારનાં પંચાંગ છેક મનુનાં સમયથી ઉપલબ્ધ છે. તેમ વિવિધ પ્રકારનાં સંવત. તેમાંથી થોડા જોઈએ, યુગાબ્દ સંવત, કલિયુગ સંવત, યુધિષ્ઠિર સંવત, શક દ્વિપનું શક, શાલિવાહન જેને શક તરીકે જે આજે ચાલે છે, અતિ પ્રચલિત વિક્રમ સંવત. આ સિવાય અને અનેક સંવત છે, તેનો ઈતિહાસ પરિચય આવતાં અંકે.

લગધ જ્યોતિષમાં સૂર્ય અને ચંદ્ર વર્ષ એમ બન્નેનું સ્થાન છે. સૂર્ય વર્ષ પરથી વર્ષથી છ ઋતુ નક્કી કરવાંમાં આવી છે. તેમ ચંદ્ર વર્ષ પરથી માસ, પૂનમ, તેની તિથિ, સૂર્ય ભ્રમણ પણ નક્કી કરવાં આવે છે, અલબત સૂર્યનાં ભ્રમણની વિગત. પૂર્ણિમાએ રહેલ નક્ષત્ર પરથી માસનું નામ. આ એવું એક ખગોગીય કે બ્રહ્માંડીય સત્ય છે, જેને આધુનિક વિજ્ઞાનની પરિભાષામાં વિજ્ઞાન કહેવાય છે.

ચંદ્રનાં ભ્રમણ સમયને લક્ષમાં લઈને ચંદ્ર માસ નક્કી કરવાંમાં આવ્યો છે. ચંદ્ર કલા આધારે તિથીઓ, પૂર્ણિમા અમાસ જેવાં બન્ને પક્ષ પણ. પ્રત્યેક મિતિ – તિથિઓનો સંબંધ, આરોહી અવરોહી ચક્ર તેમજ સમુદ્રમાં આવતી ભરતી ઓટ એવમ નક્ષત્ર સાથે પણ છે.

આપણે ત્યાં આર્યવર્તમાં મહાધિરાજ પ્રમાણે, સંવતો બદલાયા છે. જેમકે શકદ્વિપનાં રાજાઓ એ શક સંવત જાહેર કર્યો હતો, જેમાં ચૈત્ર માસથી નવ વર્ષનો પ્રારંભ થતો હતો. તેની પાછળનું કારણ આ સમયે સૂર્ય મેષ રાશિમાં હોય છે. આવા એક બે સંવતને બાદ કરતાં કાર્તિકાદી સંવતો જ વધારે પ્રચલનમાં રહ્યા છે. કાર્તિકાદી સંવત અનુસાર વર્ષનો પ્રારંભ કારતક માસથી શરુ થાય છે. આ સંવત અને આ ક્રમને વેદીકો એ તેનાં જ્યોતિષ ગ્રંથમાં વિશેષ સ્થાન આપ્યું છે, ઈવન તેનો આગવો મહિમા પણ ગાયો છે.

કારતક મહિનાની પૂનમનાં દિવસે ચંદ્ર જે રાશિમાં હોય ત્યારે જે નક્ષત્ર હોય તેનાં પરથી આ માસનું નામ પડયું છે. કૃતિકા નક્ષત્ર, રાશિ વૃષભ. (અથવા તેની આગળ/પાછળનાં નક્ષત્રનાં અમુક ચરણ) માગશર = પૂર્ણિમાં એ મૃગશિર્ષ-હરણીયુ નક્ષત્ર રાશિ મિથુન પોષ માસે, પુષ્ય નક્ષત્ર રાશિ કર્ક, મહા માસે મઘા નક્ષત્ર રાશિ સિંહ ફાગણી પૂનમે ફાલ્ગુન નક્ષત્ર ચૈત્ર એ ચિત્રા નક્ષત્ર, વૈશાખ એ વિશાખા નક્ષત્ર, જેઠ એ જ્યેષ્ઠા નક્ષત્ર, અષાઢે, ઉતરષાઢા, શ્રાવણે, શ્રવણ નક્ષત્ર, ભાદરવા એ ભાદ્રપદ, આસો એ અશ્વિન.

આસોની પૂનમથી ઉદિત બિંદુ અશ્વિન નક્ષત્રથી રાશિ ચક્રની શરુઆત થાય છે, અને ભાદ્રપદ પૂનમે પૂર્ણ થાય છે. ત્યાર પછીનાં દિવસો ભારે માનવાંમાં આવે છે, તેમ શ્રાદ્ધ કર્મનાં દિવસો.

સાત બ્રહ્માંડ લૂ ટારાઓ ભારતમાં આવ્યા તે પહેલા આપણી શિક્ષણ પદ્ધતિમાં આ ખગોળ જ્ઞાનને કોષ્ટક રૂપે પદ્યમ શૈલીમાં ગવડાવવાંમાં આવતું હતું. આ એક જ પદ્યમથી રાશિ, તિથી, પૂર્ણિમા, અને સૂર્યની રાશિ દરેક છાત્રને અંતિમ શ્વાસ સુધી કંઠષ્ઠ રહેતી હતી. પૂનમનાં દિવસે સૂર્ય અને ચંદ્ર સામ સામા હોય, ચૈત્રમાં ચંદ્ર તુલાનો હોય છે, તો સૂર્ય મેષ રાશિનો. આમ દરેક રાશિ અને વર્તમાન મુદ્રિત પંચાગ સાથે ટેલી કરી લેવી. આ એક સરળ પદ્ધતિ છે.

ઋતુ કાળ અનુસાર અષાઢની પૂર્ણિમાને આપણે ગુરુ કહીએ છીએ, અર્થાત મોટી. કારણ વર્ષા ઋતુની એ મોટી અને પ્રથમ પૂર્ણિમા છે. સંસ્કૃતનાં આ પદ્યમ કોષ્ટકમાં ઋતુ તેમજ આહાર વિહારને પણ આંશિક રીતે વર્ણવવામાં આવ્યો હતો. જેથી, લોકો આરોગ્ય પ્રત્યે પણ સભાન રહી શકે. આ કોષ્ટક કે આ પદ્ધતિ આજે પણ એટલી પ્રસ્તુત છે. ગ્રેગેરીયન પંચાંગનાં કારણે આપણે સહુ ખગોળ વિજ્ઞાનની પ્રાથમિક સમજથી દુર ચાલ્યા ગયાં છીએ. તેમ પૂર્ણિમા વાળો ક્રમ તો વિશ્વમાં કોઈ વૈજ્ઞાનિક પાકયો નથી, કે ન પાકશે કે તેને ખોટી સાબીત કરી શકે, આ ક્રમને બદલી શકે.

આ જુના પદ્યમમાં સૂર્યનો સંક્રાતિ સમય અને કેટલા વર્ષ ચંદ્ર/ સૂર્ય ગ્રહણ આવે છે, તેનો પણ હળવો ઉલ્લેખ હતો. આમ સૂર્ય, ચંદ્રની સ્થિતી ખબર પડી જતી સાથે મંગળ, બુધ, શુક્ર,ની પણ ખબર પડી જતી, કેવળ ગુરુ, શનિ રાહુનાં ભ્રમણ માટે જ પંચાંગ ખોલવું પડતું.

પ્રશ્નની શરુઆત અહીંથી થાય છે, ચંદ્રનું ભ્રમણ ૩૫૪ દિવસ લ્યે છે. જ્યારે સૂર્યનું ભ્રમણ ૩૬૫ દિવસ. તો આનો મેળ કઈ રીતે કર્યો હશે. બન્ને વચ્ચે વાર્ષિક ૧૧ દિવસ અને ૬ કલાકનું અંતર છે. તેનાં માટે ચૈત્ર થી આસોની વચ્ચે અધિક માસ આવી શકે તે માટેની રચના કરી. જેમાં

૧) બે વર્ષ અને ચાર મહિના

૨) બે વર્ષ નવ મહિના

૩) બે વર્ષ અને દસ મહિના

૪) બે વર્ષ અને અગિયાર મહિના

આ કોષ્ટકનો ઉપયોગ દર ત્રણ વર્ષે કરવાંથી ઉપરોકત ક્રમથી નક્ષત્ર/માસ/ રાશિચક્ર અકબંધ રહે છે. આ સિવાય અનેક પદ્ધતિ છે, અમારા પરિવારે મારા દાદાજી ત્થા પિતાજીએ આ ગણના માટે એક યુનિક સહેલી રીત લોકાર્પણ કરી છે. તેનો ઉલ્લેખ ફરી કયારેક. આજે તેનો ઉપયોગ/પ્રયોગ આખા ભારત વર્ષમાં પૂરબહારમાં થાય છે. જે તે સમયે આ ક્ષેત્રમાં કોપી રાઈટ જેવા અધિકારો હોત તો આજે અમારી વર્તમાન પેઢી…

અધિક માસને સમજવાં, એક ઉદાહરણ – ઈસ.૨૦૧૫ માં અધિક માસ અષાઢ માસમાં હતો. ત્યાર બાદ ૨૦૧૮ માં જેઠમાસમાં અધિક માસ હતો જે બે વર્ષ અને અગિયાર મહિના પછી આવ્યો. ત્યાર બાદ ૨૦૨૦ માં અશ્વિન માસે હતો જે બે વર્ષ અને ચાર મહિને આવ્યો. હવે પછીનો બે વર્ષ અને નવ મહિને અધિક માસ આવશે. કદાચ શ્રાવણ મહિને ૨૦૨૩માં આવશે નામે શોભકૃત. ત્યાર બાદ ૨ વર્ષ ૧૦ મહિને > ર વર્ષ ૧૧ મહિને > ર વર્ષ ૪ મહિને > ર વર્ષ ૯ મહિને > ૨ વર્ષ ૧૦ મહિને. આ ક્રમમાં જ અધિક માસ આવે છે.

અધિક માસ ત્યારે નક્કી કરવામાં આવે છે, જ્યારે સૂર્ય સંક્રાતિ નથી થતી એ વર્ષ અધિક માસ આવે છે. ઉપરાંત કોઈ ચંદ્રમાસમાં બે સૂર્ય સંક્રાતિ જોવાં મળે તેને ક્ષયમાસ કહે છે, જે કારતક, માગશર અને પોસ મહિનામાં જ જોવાં મળે છે. તે વર્ષ પણ અધિક માસ આવે છે, આ ખગોળીય સ્થિતી પ્રથમ ૧૯ વર્ષે ત્યાર બાદ ૧૪૧ વર્ષે જોવાં મળે છે. કુલ ૨૧ પ્રકારનાં અધિક માસોની વિગત છે.

મિત્રો, આ સટીક ગણિત વિશ્વનાં એક પણ પંચાંગ પાસે નથી. આધુનિક વિજ્ઞાન પણ વેદીક ખગોળ શાસ્ત્રનો આધાર લ્યે છે. ગ્રેગરીયન પંચાંગમાં આ પ્રકારની કોઈ પણ સુક્ષ્મ વિગતો જ નથી. યુરોપમાં કયાંક ૧૫ સદી સુધી દસ મહિના વાળો સવંત ચાલતો હતો તો ક્યાંક માનાર્થે ઉમેરેલા ઓગસ્ટ સીઝર, જુલીયસ સીઝર વાળો સવંત ચાલતો હતો.

ક્રિસ્ટોફર કલેવીસીય નામનાં જર્મને આ સંવતને સુધારીને ૩૬૫ દિવસ વાળુ બનાવ્યું. ૬ કલાકની ભૂલ રહી ગઈ તેને પાછળથી લીપ યર તરીકે પોપ ગ્રેગરીએ સુધારી, તો પણ ભૂલ રહી ગઈ છે, સૂર્ય રાશિને લઈને. બાકી ચાલે છે, તેમ ચાલવાં દેવાંનું. આ કાલગણના ને કારણે ઐતિહાસિક વિગતોમાં પણ ભૂલ આવે છે, જેમ કે ગ્રેગરીયન સંવત ૬૨૨માં પૈગંબર મોહમ્મદસાહેબ મક્કાથી મદિના ગયા હતાં, આ હિજરત પરથી હિજરી સંવત તરીકે ચંદ્ર સવંત ઓળખાયો.

આજે હિજરી સંવતને ૧૪૪૨ થયા છે. આ ચંદ્ર સંવતમાં દર વર્ષે ૧૧ દિવસની ઘટ આવે છે, તેને સરભર કરીએ તો ૧૪૦૦ ૧૯૮૦ આસપાસ થાય. અગર સૌર વર્ષ અનુસાર ૧૧ દિવસનો ઉમેરો ૧૪૪૨ વર્ષમાં કરીએ તો પૈગંબર મહોમ્મદ સાહેબનો જન્મ વર્તમાન સમય છે તેનાં કરતાં પાંચસો વર્ષ વહેલો થઈ જાય.

તેવી જ રીતે ૧૬ સદી પહેલાની યુરોપિય ઈતિહાસખોરોની કાળ ગણનાં પણ જૂના રોમન ચંદ્ર સંવત આધારે હતી, તે પણ ક્યાંકને કયાંક ખોટી પડે છે. અથવા ખોટી પડી શકે.

સંસ્કૃત સાહિત્ય એવમ વેદીક પંચાંગ ભવિષ્યમાં અસ્તિત્વમાં રહ્યુ, તો ત્યારે પણ એક પણ નવો વૈજ્ઞાનિક આ પંચાંગ/સવંતમાંથી એક રતિ ભાર કે એક ત્રુટિ ભાર ભૂલ નહિ કાઢી શકે. આ વૈદિક પંચાંગ/સંવત ગણના અનુસાર આવનાર ગ્રહણોની પણ ભૂલ કાઢી શકશે નહિ.

ત્રુટિ = સેકન્ડનો ૩૩૭૫૦મો ભાગ.

જય ભારત, જય આર્યવર્ત.

અસ્તુ.

(સાભાર ગૌરાંગ દેસાઈ કે, અમર કથાઓ ગ્રુપ)