ભરવાડ ને કઈ રીતે શિવ ની પુજા કરવી?
એક નાનકડું ગામ. અમે ગામ મા અઢારે વરણ રહેતાં સંપીને. ગામ ના પાદર મા મોટુ મહાદેવ નું મંદિર અને શ્રાવણ મહિને દરેક ગામ જનો ભગવાન ભોળાનાથ ની પુજા કરવા જાય. કોઈ દુધ ચડાવે કોઇ જળ ચડાવે. એમા શ્રાવણ મહિના દરમિયાન પાદર માથી ” ગોપ ગોવાળ ભરવાડ ” પોતાની ગાયો લઈને ગામ ની સિમ બાજુ ચારવા જતા હતાં. ગાયું અને ગોવાળ પાદર મા શિવ ના મંદિર નજીક પોગયા, ત્યારે ગામ નો એક સજજન વ્યક્તિ ભરવાડ ને સામો મળ્યો.
એ વ્યક્તિ : હર હર મહાદેવ ભરવાડ ભાયુ.
ભરવાડ : મહાદેવ મહાદેવ.
એ વ્યક્તિ : આજ તો મારો દિવસ શુભ જસે. પહેલાં શિવ પુજા કરી અને અત્યારે ગાય અને ગોવાળ ના શુકન થયાં એટલે મારો તો આજ નો દાડો સફળ જાસે.
ભરવાડ : હા ભાઈ ગાયું ના અને ગોવાળ ના શુકન ગ્રંથ પુરાણો એ બોવજ ફળદાયી બતાવ્યા છે. બોલો બીજું શું હાલે?
એ વ્યક્તિ : બસ શાંતિ છે. પણ આખું ગામ અને ગામ ના અઢારે વરણ શ્રાવણ મહિના મા શિવ ને દુધ, જળ ચડાવીને પુજા કરે છે. તમે ભરવાડ કેમ નથી પુજા કરતાં?
ભરવાડ : અરરે ભાઈ તમે અને ગામ વાસી તો શ્રાવણ મહિનામાં જ શિવ ને દુધ, જળ ચડાવો છો. મારા ભોળા ભરવાડો તો બારે મહિના શિવ ની પુજા કરે છે.
એ વ્યક્તિ : ઈ કઈ રીતે?
ભરવાડ : ભરવાડ સમાજ શ્રી કૃષ્ણ સાથે ગોકુળ મથુરા મુકીને ગુજરાત મા આવ્યા ત્યારે બનાસ નદી ના કાઠે રોકાણા જે હાલનું થરા છે. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાના હાથે ગ્વાલીનાથ શિવલીંગ ની સ્થાપના કરી અને કહ્યું કે જે ભરવાડ આ ગ્વાલીનાથ ના દર્શન કરી લે તેને મારા દર્શન થઈ જસે.
ત્યારે ભરવાડો એ કહ્યું કે, હે કાનુડા, અમે તો ગોવાળ બીજે ગામ થી ત્રીજે ગામ જવી ઉસાળા લઈને તો અહીંથી દુર હોયે ત્યારે ગ્વાલીનાથ ના દર્શને કેમ આવવું?
ત્યારે શ્રી કૃષ્ણ એ ભરવાડો ને પાંચ અમુલ્ય વસ્તુઓ આપી જે આજ પણ ભરવાડ સમાજ મા જોવા મળે છે. એમાંથી જ એક હતી ” સાત દાણા વાળી વીંટી (શિવલીંગ વાળી વીંટી) “. આ વીંટી ભરવાડ આંગળી મા ઘારણ કરે અને ગાયું દોહતી વેળાએ આંસળ ધોવે જળ થી અને આ વિંટી દ્વારા ” જળાભિષેક ” અને દુધ ની શેડ ફોડે અને આ સાત દાણા વાળી વીંટી ઉપર એટલે મહાદેવ ને ” દુધાભિષેક ” થઈ જસે. અને આ રીતે ઘરે બેઠા મહાદેવ ની પુજા થઈ જસે. આવી ઉજળી અને કોઈ પાસે નથી એવી સંસ્કૃતિ ભરવાડ ને ઠાકરે આપેલ છે. પોતાના હાથે.
એ વ્યક્તિ : ધન્ય છે ગોપ ગોવાળ ભરવાડ સમાજ ને જય હો જય હો તમારું તો સીધું જ ઠાકર અને મહાદેવ સાથે કનેક્શન હો.
આવા આપડા સંસ્કાર, સંસ્કૃતિ અને પેરવેશ છે. જે ઠાકરે આપેલ અમુલ્ય વારસો છે. અને જો તમે એના વારસદાર હોવ તો આ વસ્તુઓ જરુંર સાચવજો અને પેરજો.
આ પોસ્ટ શેર કરો ને જાણો આપડા સંસ્કાર અને ઈતીહાસ.
શ્રી યદુવંશી ગૌપાલક ભરવાડ સમાજ.
(સાભાર લાલા જે ભરવાડ અલ્ગોતર, અમર કથાઓ ગ્રુપ)