ભરવાડની સ્ટોરી દ્વારા જાણો થોડી લાલચ કેવી રીતે મોટા નુકશાનનું કારણ બની શકે છે.
પહેલાના સમયમાં એક ભરવાડ પાસે ઘણી બધી ગાયો હતી. તેમાંથી એક ગાય ખુબ સુંદર હતી. ભરવાડે બધી ગાયોના ગળામાં ઘંટડી બાંધી રાખી હતી અને સૌથી સુંદર ગાયના ગળામાં સૌથી સારી ઘંટડી બાંધી હતી. ઘંટડીના અવાજથી ભરવાડને ખબર પડી જતી હતી કે તેની ગાય ક્યાં છે.
એક દિવસ જયારે તે ગાયોને ઘાસ ચરાવવા માટે જંગલમાં લઇ ગયો, તો તેની પાસે એક અજાણ્યો વ્યક્તિ આવ્યો. અજાણ્યા વ્યક્તિએ ભરવાડને કહ્યું કે, તેની ગાયના ગળામાં બાંધેલ ઘંટડી ખુબ સુંદર છે, શું તું મને તે ઘંટડી આપી શકે છે?
ભરવાડે કહ્યું કે, આ ઘંટડી ઘણી મોંઘી છે, હું તેને 20 રૂપિયામાં લઈને આવ્યો છું. અજાણ્યા વ્યક્તિએ કહ્યું કે, હું તને આ ઘંટડીના 40 રૂપિયા આપીશ. ભરવાડ ખુશ થઇ ગયો અને ઘંટડીને બે ગણી કિંમતમાં વેચી દીધી. તેણે પોતાની સૌથી સુંદર ગાયની ઘંટડી તે જણાવ્યા વ્યક્તિને આપી દીધી.
ઘંટડી ઉતાર્યા પછી તે સૌથી સુંદર ગાય ઘાસ ચરવા માટે થોડી દૂર નીકળી ગઈ. ભરવાડને આ વાતની જાણ ન થઇ કારણે કે તે ગાયના ગળામાંથી ઘંટડી નીકળી ગઈ હતી. જેવી જ ગાય થોડી આગળ ગઈ કે તે અજાણ્યો વ્યક્તિ તે ગાયને પકડીને પોતાની સાથે લઈને નીકળી ગયો.
સાંજે તે ભરવાડે તે સુંદર ગાયને શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ તેને તે ગાય મળી નહિ. નિરાશ થઈને તે ઘરે પાછો આવ્યો અને તેના પિતાને સંપૂર્ણ હકીકત જણાવી.
ભરવાડના પિતાએ જણાવ્યું કે, તારી નાનકડી લાલચના ચક્કરમાં તે પોતાની સૌથી સુંદર ગાય ગુમાવી દીધી. તે અજાણ્યો વ્યક્તિ ચોર હતો, તેણે તને થોડીક લાલચ આપી અને તું તેની જાળમાં ફસાઈ ગયો.
શીખ : ક્યારેય પણ લાલચમાં ફસાવું જોઈએ નહિ. ઘણી વખત લાલચમાં કરવામાં આવેલ કામ શરૂઆતમાં તો ખુશી આપે છે, પરંતુ પછી લાલચની જગ્યાએ મોટું નુકશાન થઇ શકે છે. એટલા માટે આ ખરાબ આદતને જલ્દીથી જલ્દી છોડી દેવી જોઈએ.