શહેરની ગીચતા અને ઘોંઘાટથી દૂર પ્રકૃતિના ખોળે પરમ શાંતિનો અનુભવ એટલે ભીચરેશ્વરી માતાજીનું મંદિર.

0
602

ભીચરેશ્વરી માતાજી :

ખોડિયાર માતાજીનાં મંદિરો ગુજરાત રાજયનાં સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ છે. જે ધારી પાસે ગળધરા, વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલા છે. તેમનાં આ સ્થાનકોએ પાણીનાં ધરાઓ આવેલા છે.

આ ઉપરાંત પ્રાચીન વાવોમાં, ડુંગરોમાં, નદીકિનારે પણ ખોડિયાર માતાજીનાં સ્થાનકો જોવા મળે છે. તેમજ ગુજરાતનાં રાજકોટ જિલ્લામાં સરધાર ગામ પાસેનાં ભાડલા ગામે ખોડિયાર માતાજી તેમજ તેમનાં ૬ બહેનો અને ભાઈ મેરખીયાનું મંદિર આવેલું છે.

આ ઉપરાંત પાટણ જિલ્લાનાં સમી તાલુકાનાં વરાણા ગામે પણ ખોડિયાર ધામ આવેલ છે. જયાં ખોડિયાર જયંતિનાં દિવસે મોટો મેળો ભરાય છે. જે પણ પુરા ભારત માં પ્રખ્યાત છે.

ખોડિયાર માનું એક ઐતિહાસીક મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામે આવેલુ છે. જ્યાં ખોડિયાર મા તેમજ ચામુડાં તથા અન્ય મા નાં સથાનક આવેલાં છે. આ ઉપરાંત લેઉવા પટેલ સમાજે શ્રી ખોડીયાર માતાજીનુ ભવ્ય મંદીર ખોડલધામ – કાગવડ, તા. જેતપુર જી. રાજકોટ.

આવું જ પૌરાણિક ખોડીયાર મંદિર રાજકોટથી નવેક કિ. મી. લાલપરી તળાવ વિસ્તારમાં ટેકરી ઉપર આવેલ છે. હિલ સ્ટેશન પરનાં સન સેટ પોઇન્ટનો અનુભવ સાવ ઘર બેઠાં જ…!

જી હા રાજકોટ શહેરની ગીચતા અને ઘોંઘાટથી થોડુંક જ દૂર પ્રકૃતિના ખોળે પરમ શાંતિનો અનુભવ એટલે ભીચરેશ્વરી માતાજીનું મંદિર. રાજકોટશહેરનાં બસસ્ટેન્ડથી ૯ કીલોમીટર શહેરનાં ઈશાન ખુણામાં આવેલું છે. પશ્ચિમે નેશનલ હાઈવે ૮બી રોડ પસાર થાય છે ત્યાં ડુંગર ઉપર ભીચરેશ્વરી માતાજી (ખોડીયાર માતાજી)નું જુનુ પૌરાણીક મંદીર આવેલ છે.

આશરે બસ્સો વર્ષ પહેલા આ ગામમાં ભાટ્ટી શાખનાં રાજપુતો રહેતા હતાં. જેઓ સમયાંતરે રાજકોટ શહેરમાં સ્થળાંતર કરેલ. આ ગામ પહાડીઓની વચ્ચે આવેલુ છે. જેથી ત્યાંનુ સૌંદર્ય ખુબજ અદભુત જોવા મળે છે.

ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. તેમનું વાહન મગર છે.

આ ભીચરી મંદિરમાં એક અનોખી પ્રણાલી પ્રચલિત છે… જે શ્રદ્ધાળુઓ રોગ મૂક્તિ માટે અત્રે માતાજી ને પ્રાર્થના કરે છે અને સાજા થતાં નીમક – મીઠું ચડાવવાની પરંપરા છે. સાથે મંદિર પાસે આવેલા ઢોળાવ પર બેસી સાત વખત લપસવાનુ… બગીચા આવેલી લસરપટ્ટી પર બાળકો લપસણા લેતાં હોય બસ એવીજ રીતે.

– સાભાર જિતુ ઠકરાર (ગામ ગાથા ગ્રુપ)