મેવાડી રાજ્ય ચિહ્નમાં રાણાજીની હારો હાર બાણ લઇ ઉભેલા ભીલ અને રાણાજીનો આ સંવાદ વાંચવા જેવો છે.

0
1512

આથમતા સુરજ માથે મેવાડના મોરલાઓ ગાંડા બન્યા હોઈ તેમ ટહુકાર કરતા હતા.

ભીલ સરદાર વખતોજી હાથમાં ભા લો લઇ 1200 ભીલો સાથે રાણાપ્રતાપ વધાવવા જતો હતો.

આખા હિન્દુસ્તાન માં અકબરનો પ્રતાપ હતો. અકબર ઉપર પરતાપ અને તાપ ફેંકતો રાણો સાંજ પડે અંબાજીની ઉતરે આવેલી ધારમાં

ત્રણસો ઘોડાના દળને લઈને છાવણી નાખી બેઠો હતો.

રાણા ના ભા લાને સુરજે મુગલ સલ્તન રાજપૂતને નમી નમી ઝુકે તેવી આખરી સલામ મારી.

કોઈ પણ સમયે મુગલ સે નાનો સામનો થાઈ તેવી સંભાવના હતી.

રાણાને પંડનો ડર ના હતો. કોઈ પાદર એના કારણે મુઘલ છાવણી મુકામ કરી અરાજકતા ફેલાવે તેવું ના થઇ માટે રાણો સાવજ પડખા ફેરવે તેમ પંડ ફેરવે રાખતો.

ટેકરા ઉપર ચડી પડાવની ચોકી કરતો જવાન રાજપૂત જોર કરી બોલ્યો, વખતોજી ભીલ મેવાડના ધણી મળવા માટે આવી રહ્યા છે.

પ્રતાપ ખુશ થયા.

માટીમાં શેકાતી મેવાડી બાટીના થોડા વધુ ભોગળા આગમાં ધરબાયા.

સાંજનું વાળું ભીલો હારે નક્કી હતું.

વખતોજી રાણાના પગમાં પડ્યો.

મેવાડના ધણી ને મા થું આપવા માટે મારા ભેરુને લઈને આવ્યો છું બાપજી. નહિ પાડતા મારી પાસે ભામાશા જેવું કઈ નથી. પણ આ ઘરડું માથું ઉતારશે તે પહેલા કોઈ મુગલ ને રાણા પાસે નહિ ફરકવા દવ.

રાણાજી ઉભા થયા.

વખતાજીને ભેટી પડ્યા જય એકલિંગજીનો નાદ થયો.

આજે પણ મેવાડી રાજ્ય ચિહ્નમાં રાણાજીની હારો હાર બા ણલઇ ઉભેલા ભીલનું ચિત્ર જોવામળે છે. એ ભીલ એટલે વખતાજીના ભેરુ. એ ભીલ એટલે મેવાડી સરદાર.

ભીડ પડે ત્યારે ઉભો રે એ ભીલ.

– સાભાર અતુલ રાવ (અમર કથાઓ ગ્રુપ)