ભીમ શા માટે સળગાવી દેવા માંગતા હતા યુધિષ્ઠિરના બંને હાથ?

0
425

યુધિષ્ઠિરના આ કામ કરવાને કારણે ભીમ સળગાવવા માંગતો હતો તેમના બંને હાથ.

મહાભારતના મુખ્ય પાત્ર ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ પોતાના મોટા ભાઈ યુધિષ્ઠિરનો ઘણો આદર કરતા હતા. યુધિષ્ઠિર જે આજ્ઞા કરતા તેમના ભાઈઓ તેને કોઈ પણ રીતે પૂરી કરતા હતા. મહાભારતમાં સભા પર્વમાં એક પ્રસંગ એવો પણ આવે છે, જયારે ભીમ યુધિષ્ઠિર ઉપર ઘણા ગુસ્સે થઇ જાય છે, અને સહદેવને અગ્નિ લાવવાનું કહે છે, જેથી તે યુધિષ્ઠિરના બંને હાથ સળગાવી શકે. આવો જાણીએ કયો છે એ પ્રસંગ?

જયારે યુધિષ્ઠિર જુગારમાં દ્રૌપદીને હારી જાય છે, તો દ્રૌપદીને ભરી સભામાં બોલાવીને તેનું અપમાન કરવામાં આવે છે. તે જોઈને ભીમને ઘણો ગુસ્સો આવે છે.

ત્યારે ભીમ યુધિષ્ઠિરને કહે છે કે – તમે જુગારમાં જે ધન હાર્યા છો તેનાથી હું ગુસ્સે નથી, પરંતુ દ્રૌપદીને તમે દાવ ઉપર લગાવી તે ઘણું જ ખોટું છે.

ભીમ કહે છે કે – દ્રૌપદી અપમાન કરવા યોગ્ય નથી, પરંતુ તમારા કારણે આ દુષ્ટ કૌરવ તેને દુઃખ આપી રહ્યા છે અને ભરી સભામાં તેનું અપમાન કરી રહ્યા છે.

ભીમ યુધિષ્ઠિરને કહે છે કે – દ્રૌપદીની આ દશાનું કારણ તમે છો. એટલા માટે હું તમારા બંને હાથ સળગાવી દઈશ. ભીમ સહદેવને અગ્નિ લાવવા માટે કહે છે.

ભીમની આ વાત સાંભળીને અર્જુન તેને સમજાવે છે અને કહે છે કે, યુધિષ્ઠિર ક્ષત્રીય ધર્મ મુજબ જ જુગાર રમ્યા છે. તેમાં તેમનો કોઈ દોષ નથી.

અર્જુનની વાત સાંભળીને ભીમનો ગુસ્સો શાંત થઇ ગયો અને તે બોલ્યા કે, એ વાત હું પણ જાણું છું, નહિ તો હું બળપૂર્વક તેમના બંને હાથ અગ્નિમાં સળગાવી દેત.

આ માહિતી અજબગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.