રાજપૂતો પોતાનો ગાડા જોડીને જઈ રહ્યા હતા. હાલમાં જે ભીમાસર ગામ સે ત્યાં પડાવ નાખેલો. તેમાં બપોરના ટાણે એક અદભૂત દ્રશ્ય જોવા મળ્યું. એક સસલું દોડતુ નીકળ્યું. તેની પાછળ નેહડાંના કૂતરાઓ દોડ્યાં. પણ થોડી વારમાં અદભૂત દ્રશ્ય જાવા મળ્યું કે, આગળ જઈને સસલું ઓચિતું પાછું વળ્યું અને કુતરાઓની સામે થઈ ગયું. અને સસલાંએ કૂતરાઓને લારે થઈને નેહડામાં ઘૂસાડી દીધાં.
આ દ્રશ્ય જોઈને રાજપૂતોની સાથે રહેલા હરિદાસ બ્રાહ્મણે કહયુ કે, આ જમીન પવિત્ર છે. અને જમીનથી પ્રભાવિત થઈને હરીદાસે રાજપૂતોને આ જગ્યાએ ગામ વસાવવા માટે કહયું. અને ભીમાજી મકવાણાને ગામનું તોરણ બાંધવા માટે કહ્યું.
ભીમોજી કહે કે દેવ દેવસ્થાન વગર કંઈ રીતે તોરણ બાંધવું. હરિદાસ કહે ગઢ માથે સે આઈ રાજલના બેસણાં અને જાવ પેલી જાળીઓમાં જૂનું શિવજી નું શિવલિંગ હશે. માણસો એ જાળીઓમાં જઈને તપાસ કરી તો શિવલિંગ જોવા મળ્યું.
પછી રાજબાઈનું નામ લઈ ને વિ.સં.1735 માં ભીમાજી મકવાણાએ ગામનું તોરણ બાંધ્યું. જ્યાં શિવલિંગ નીકળ્યું ત્યાં ભીમેશ્વર મહાદેવની સ્થાપના કરી અને ગામનું નામ ભીમાજી પરથી ભીમાસર રાખ્યુ.
હરિદાસ મારાજે નાગની ફાંણ વીંધી (એ સમયે એવી કોઈ વિદ્યાનો સમય હશે) અને આશીર્વાદ આપ્યાં કે આ ગામને કોઈ ભાંગી શકશે નહિ. અને જેમ ઉતારા હતા એમજ બધાંના ઉતારા રાખી દેવામાં આવ્યા. પણ કોઈકને મજાક સુજીકે શું મારાજે સાચે જ નાગની ફાંણ વીંધી કે પછી એમજ કહે છે હાલો જોઈએ તો ખરાં !
નાગની ફાંણમાંથી જેવી ખીલી કાઢીને નાગ મડયો ભાંગવા, પણ જેવો નાગ ભાગ્યો કે એ ભાઈએ પાછળથી પૂછડામાં ખીલી મારી દીધી. હરિદાસને ખબર પડી કે નક્કી કોઈએ ના કરવાનું કામ કર્યું. એ તરત ત્યાં પહોંચી ગયા અને જોયું તો નાગના પૂછડામાં ખીલી હતી. હરિદાસ ક્રોધે ભરાયાં અને કહ્યું તમને બીજું તો કઈ નથી કહેતો પણ હવેથી આ ગામ પાસ મોવાડું રેહશે. (કોઈપણ કાર્ય જે લોકો પહેલાં ઉપાડસે એ નહિ થાય અને પાછળથી બીજા લોકો ઉપાડસે ત્યારે થશે. એ પરચા હાલમાં પણ મોજૂદ છે.)
ભીમાજી મકવાણાએ ગામનું તળાવ ખોદાવ્યુ. અને તેમના ભાણેજ કાંધાજી પરમારે કાધેલી ખોદાવી. સંવત 1795 માં લૂ ટારાઓ એ ગામની ગાયો વારી એમની સામે લડ તા લડ તા ભીમોજી કામ આવ્યા. એમનો પાળીયો આજ પણ તળાવની પાળ ઉપર અડીખમ ઉભો છે.
ત્યાર પછી જમીનના ભાગ પાડતી વખતે રાજપૂતો કંઈક બોલા ચાલી થઈ. તેમાં હમીરપરથી મૂળવાજી વાઘેલાને(મુંજાર સંગ ને) તેડાવવામાં આવ્યાં. અને મૂળવાજી એ રસ્તો શોધી કાઢ્યો કે હું ભાગ પાડી આપું પણ જે ભાગ પાડું એમાં મારો છઠો ભાગ એવી રીતે ભાગ પાડવામાં આવ્યાં. બે પાટી મકવાણાઓની બે પાટી પરમારોની અને બે પાટી માં બીજા બધા રાજપૂતો અને એ બધીજ પાટીઓમાં સઠો સઠો ભાગ મૂળવાજી વાઘેલાનો. આવી રીતે ભાગ પાડવામાં આવ્યાં.
મૂળવાજી વાઘેલાના નાના ભાઈને કઈ જમીન મળી નહિ એટલે તેને વિરોધ કર્યો અને થોડા મકવાણાઓને જોડે લઈને હાલમાં જે મોતીગઢ રાજલના બેસણા છે ત્યાં જઈને ગામ વશાવ્યું અને ગામનું નામ રાખ્યું રાજલહર. (રાજલહર પેહલા પણ જૂની વસાહત મોતીગઢ પર હતી)
ગામ વશાવ્યું અને કૂવાઓ ખોદાવ્યા પણ કુવાઓમાં પાણી નીકળ્યું નહિ. તેથી જુઠાજી મકવાણાએ જુઠાહર તળાવ ખોદાવ્યુ. પણ તળાવનું પાણી માત્ર ચોમાસામાં જ રહેતું. પછી પાણીની સમસ્યાને લીધે મૂળવાજીના નાના ભાઈ અને બીજા રાજપૂતો ભીમાસર આવ્યાં અને જમીનના ભાગ માટે માંગણી કરી. તેથી ભીમાજી મકવાણા અને મૂળવાજીએ કીધું કે ઘોડું તયાર કરો. અને ઘોડું દોડવો ઘોડું દોડે એટલી જમીન તમારી. પાધેડામાંથી ઘોડો દોડવ્યો અને બે ગાઉ આગળ જતાં મોટું નાળુ ટપતા ઘોડો ત્યાંજમ રી ગયો એટલે એટલી જમીન મૂળવાજી વાઘેલાના નાના ભાઈ ને દેવામાં આવી.
– સાભાર મિતેષ પ્રજાપતિ (અમર કથાઓ ગ્રુપ)