પુરાણો અનુસાર શું છે ભીમ શંકર જ્યોતિર્લિંગનું રહસ્ય, વાંચો પૌરાણિક કથા.

0
1022

ભીમ અને ભગવાન રામ સાથે જોડાયેલી છે ભીમ શંકર જ્યોતિર્લિંગની કથા, જાણો તેનું રહસ્ય. આજે આ લેખના માધ્યમથી આપણે જાણીશું ભીમ શંકર જ્યોતિર્લિંગની સ્થાપનાની કથાની સાથે જ તેના મહત્વ વિષે. આ લેખના માધ્યમથી અમે મહારાષ્ટ્રના પુણેમાં આવેલા ભીમ શંકર જ્યોતિર્લિંગની કથાને વિધિપૂર્વક જણાવવાનો પ્રયત્ન કરીશું.

ક્યાં આવેલું છે ભીમ શંકર જ્યોતિર્લિંગ? ભીમ-શંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણેમાં આવેલું છે. 3,250 ફૂટની ઊંચાઈ પર આવેલુ આ શિવલિંગ 12 જ્યોતિર્લિંગમાં શામેલ છે, જે વધારે મોટું હોવાને કારણે મોટેશ્વર મહાદેવના નામથી પણ ઓળખાય છે. કહેવામાં આવે છે કે, આ જગ્યા પર મહાદેવે ભીમ નામના રા ક્ષ સનો વ ધ કર્યો હતો, જેના લીધે આ જ્યોતિર્લિંગનું નામ ભીમ શંકર પડ્યું.

આ જ્યોતિર્લિંગ પશ્ચિમી ઘાટના સહ્યાદ્રિ નામના પર્વત પર આવેલું છે, જ્યાં ભીમા નદીનું ઉદ્દગમ સ્થાન છે, જે આગળ જઈને કૃષ્ણા નદીમાં મળી જાય છે. આ જ્યોતિર્લિંગના સંદર્ભમાં એવી માન્યતા છે કે, જે વ્યક્તિ સવારે સૂર્યોદય થવા પહેલા અહીં આવીને મહાદેવના 12 જ્યોતિર્લિંગના નામોના જાપ કરે છે, તેને 7 જન્મોના પાપોથી મુક્તિ મળી જાય છે, અને મોક્ષની પ્રાપ્તિના માર્ગ તેના માટે આપમેળે ખુલી જાય છે.

ભીમ શંકર જ્યોતિર્લિંગની પૌરાણિક કથા : શિવપુરાણની કોટીરુદ્ર સંહિતા અંતર્ગત તેનો ઉલ્લેખ મળે છે, અને જે કથા આ જ્યોતિર્લિંગના સંદર્ભમાં લીપીબદ્ધ છે તે આ પ્રકારે છે.

પ્રાચીન કાળમાં ભીમ નામનો એક રા ક્ષ સ હતો, જે લંકા નરેશ રાવણના ભાઈ કુંભકર્ણનો પુત્ર હતો. પરંતુ તેનો જન્મ પિતાના મૃત્યુ પછી થયો હતો. આ કારણે તે પોતાના પિતાના સંદર્ભમાં કાંઈ જાણતો ન હતો. તે પોતાની માતા કર્કટી સાથે વનમાં રહેતો હતો. યુવાવસ્થા આવવા પર તેણે પોતાની માં કર્કટી પાસે પોતાના પિતાના મૃત્યુનું રહસ્ય જાણ્યું, અને શ્રીરામના હાથથી પિતાના વ ધ નું રહસ્ય જાણીને તેણે ભગવાન રામનો વ ધ કરવાનો નિર્ણય લીધો. તેને કઠોર તપસ્યા કરીને સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માને રાજી કર્યા, અને તેમની પાસે અસીમ શક્તિનું વરદાન મેળવ્યું.

પછી તેણે પોતાની શક્તિનો ઉપયોગ કરીને સમગ્ર માનવ જાતિની સાથે સાથે દેવ લોકનો પણ સર્વનાશ કરવાનું શરૂ કરી દીધું. અહીં સુધી કે ભીમે શ્રીહરિને પણ પરાજિત કરી દીધા, અને શિવજીના પરમ ભક્ત રાજા સુદક્ષિણને હરાવીને તેમને કેદ કરી લીધા. રાજા સુદક્ષિણે ત્યાં ભગવાન શિવના પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી તેમની સ્તુતિ કરવાનું શરૂ કરી દીધું.

તે સમયે ભીમ ત્યાં આવ્યો અને પોતાની તલ વારથી એ પાર્થિવ શિવલિંગને તોડવાનો પ્રયત્ન કર્યો. તે સમયે શિવલિંગમાંથી મહાદેવ પ્રકટ થયા અને મહાદેવે પોતાના પિનાક ધનુષ્યથી રા ક્ષ સ ભીમની તલ વારના બે ટુકડા કરી દીધા. ત્યારબાદ મહાદેવે પોતાની હુંકાર માત્રથી રા ક્ષ સ ભીમનો અંત કરી દીધો, અને પોતે તે જગ્યા પર લિંગ રૂપમાં વિરાજમાન થઈ ગયા. આ સ્થળ પર રાક્ષસ ભીમનો અંત કરવાને કારણે આનું નામ ભીમ શંકર પડ્યું.

આ લેખમાં અમે મહારાષ્ટ્રના પુણેમાં આવેલા ભીમ શંકર જ્યોતિર્લિંગની કથાનો સાર વિધિપૂર્વક જણાવ્યો. અન્ય જ્યોતિર્લિંગની સ્થાપના સાથે સંબંધિત કથાઓ આગળના લેખમાં વાંચવા મળશે.

આ માહિતી એસ્ટ્રો સાઇન્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.