જાણો તે પ્રસંગ વિશે જ્યારે ભીષ્મ પિતામહે શકુનીને ખંખેરી નાખ્યા, દુર્યોધનની સામે કહી હતી મોટી વાત.

0
264

મહાભારતનું યુદ્ધ પાંડવો અને કૌરવો વચ્ચે થયું હતું. આ યુદ્ધમાં કૌરવો અને પાંડવોના પિતામહ ભીષ્મે હસ્તિનાપુરની રક્ષા કરવાની પ્રતિજ્ઞાના કારણે ન ઈચ્છવા છતાં પણ કૌરવોના મુખ્ય સેનાપતિ બનીને તેમના વતી યુદ્ધ કરવું પડ્યું હતું. જો કે, મહાભારતના યુદ્ધ પહેલા અને દરમિયાન, પિતામહ ભીષ્મે દુર્યોધનને પાંડવો સાથે સંધિ કરવાનું કહીને ઘણી વખત સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ દુર્યોધન અડગ રહ્યો.

દુર્યોધન કહેતો રહ્યો કે તે પાંડવો સાથે સમાધાન નહીં કરે અને તેમને સોયની અણી જેટલી પણ જમીન નહીં આપે. યુદ્ધ દરમિયાન, સૂર્યોદય પછી દુર્યોધન, દુશાસન અને શકુની પિતામહને મળવા તેમની શિબિર (છાવણી) માં ગયા. ત્યારે ભીષ્મે દુર્યોધન અને દુશાસનની સામે શકુનીને ખૂબ ઠપકો આપ્યો. ચાલો જાણીએ આનું કારણ શું હતું?

જ્યારે મામા શકુની ભીષ્મ પિતામહની શિબિરમાં પહોંચ્યા :

હકીકતમાં, જ્યારે શકુની, દુર્યોધન અને દુશાસન સાથે ભીષ્મની છાવણી પર પહોંચ્યા ત્યારે પિતામહ તેમના ઘા પર લેપ લગાવી રહ્યા હતા. આ જોઈ શકુનીએ પિતામહને પૂછ્યું, હે તાત! તમારા ઘા બહુ ઊંડા નથી. આ સાંભળીને ભીષ્મ ગુસ્સે થયા અને પોતાના બંને ભત્રીજાઓ દુર્યોધન અને દુશાસનની સામે શકુનીને ઠપકો આપ્યો.

આ બાબતે ભીષ્મ પિતામહે શકુનીને ઠપકો આપ્યો હતો :

શકુનીને ઠપકો આપતાં પિતામહ ભીષ્મે કહ્યું હતું કે, ગાંધાર નરેશ તમે આ વાત પૂછી રહ્યા છો. તમે એ ઘા વિશે કેમ પૂછતા નથી જે સૌથી ઊંડો છે? સૌથી પહેલી વાત કે મને તાત ન કહો. હું તમારો તાત નથી. બીજું, એ કે તમે સમજી શકતા નથી કે તમે હસ્તિનાપુર નામના તે વિશાળ વૃક્ષને કાપી રહ્યા છો, જેની નીચે તમે આટલા વર્ષોથી બેઠા છો. જો આ વૃક્ષ નહીં રહે તો તમે ક્યાં બેસશો.

સંધિ માટે દુર્યોધનને સમજાવ્યો :

જો કે, આ પછી ભીષ્મ પિતામહે ફરી એકવાર દુર્યોધનને સમજાવ્યું કે તેણે પાંડવો સાથે સંધિ કરવી જોઈએ. આમાં હસ્તિનાપુર અને તેની સુખાકારી રહેલી છે. હજુ પણ વધુ બગડ્યું નથી. પરંતુ દુર્યોધન આનો વિરોધ કરે છે અને કહે છે કે તે પાંડવો સાથે કોઈપણ કિંમતે સંધિ કરી શકે નહીં. ઊલટું, તે ભીષ્મની વફાદારી પર સવાલ ઉઠાવે છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.