જાણો ભીષ્મ પિતામહ સાથે જોડાયેલી આ 8 બાબતો જે ઘણા ઓછા લોકો જાણતા હશે.

0
908

ભગવાન પરશુરામ સાથે પણ થયું હતું ભીષ્મ પિતામહનું યુદ્ધ, જાણો તેમની અજાણી વાતો.

મહાભારતની કથા જેટલી રોચક છે, એટલી જ રહસ્યમયી પણ છે. મહર્ષિ વેદવ્યાસ દ્વારા રચિત મહાભારત ગ્રંથમાં ઘણા મુખ્ય પાત્ર છે, ભીષ્મ પિતામહ પણ તેમાંથી એક છે. ભીષ્મ પિતામહ એકમાત્ર એવું પાત્ર છે જે મહાભારતની શરુઆતથી અંત સુધી તેમાં જળવાઈ રહ્યા.

ભીષ્મને ઈ-ચ્છા-મ-રુ-ત્યુ-નું વરદાન મળ્યું હતું, આથી તેમણે સૂર્યના ઉત્તરાયણ થયા પછી પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. મ-ર-તા પહેલા ભીષ્મએ યુધીષ્ઠીરને રાજ ધર્મનું શિક્ષણ પણ આપ્યું હતું. મહા માસના વદ પખવાડિયાની નોમ તિથીના રોજ ભીષ્મ પિતામહની જન્મજયંતી ઉજવવામાં આવે છે. આ પ્રસંગે અમે તમને તેની સાથે જોડાયેલી કેટલીક રોચક બાબતો જણાવી રહ્યા છીએ, જે આ મુજબ છે.

(1) ભીષ્મ પિતામહ પૂર્વજન્મમાં વસુ (એક પ્રકારના દેવતા) હતા. તેમણે બ-ળ-પૂ-ર્વ-ક ઋષિ વશિષ્ઠની ગા-ય-નું હ-ર-ણ કરી લીધું હતું, જેથી ગુસ્સે થઈને ઋષિએ તેમને મનુષ્ય રૂપમાં જન્મ લેવા અને આજીવન બ્રહ્મચારી રહેવાનો શ્રાપ આપ્યો હતો.

(2) ભીષ્મ, રાજા શાંતનું અને ગંગાનું આઠમું સંતાન હતું. બાળપણમાં તેમનું નામ દેવવ્રત હતું. તેમણે પરશુરામ પાસેથી શ-સ્ત્ર-વિ-દ્યા શીખી હતી. એક વખત દેવવ્રતે બાણોથી ગંગાનો પ્રવાહ રોકી દીધો હતો. દેવવ્રતની યોગ્યતા જોઇને શાંતનુંએ તેમને યુવરાજ બનાવી દીધા હતા.

(3) દેવવ્રતે તેમના પિતાની ઈચ્છા પૂરી કરવા માટે આજીવન બ્રહ્મચારી રહેવા અને હસ્તિનાપુરની સેવા કરવાનું વ્રત લીધું હતું. એટલી ભીષણ પ્રતિજ્ઞા લેવાને કારણે જ તેમનું નામ ભીષ્મ પડ્યું. પ્રસન્ન થઈને શાંતનુંએ તેમને ઈ-ચ્છા-મ-રુ-ત્યુ-નું વરદાન આપ્યું હતું.

(4) કુરુક્ષેત્રનું યુદ્ધ શરુ થતા પહેલા યુધીષ્ઠીર ભીષ્મ પિતામહ પાસે યુદ્ધ શરુ કરવાની આજ્ઞા લેવા આવ્યા. પ્રસન્ન થઈને ભીષ્મએ તેમને યુદ્ધમાં વિજય થવાના આશીર્વાદ આપ્યા હતા. ભીષ્મએ પોતે જ પોતાના મ-રુ-ત્યુ-નું રહસ્ય પાંડવોને જણાવ્યું હતું.

(5) યુદ્ધમાં ભીષ્મ દ્વારા પાંડવોની સેનાનો વિનાશ જોઇને શ્રીકૃષ્ણને ખુબ ગુસ્સો આવ્યો. અર્જુનને ભીષ્મ ઉપર પુરી શક્તિ સાથે પ્ર-હા-ર ન કરતા જોઈ તે સ્વયં ચક્ર લઈને ભીષ્મને મા-ર-વા-દો-ડ્યા. ત્યારે અર્જુને શ્રીકૃષ્ણને રોક્યા અને પૂરી શક્તિ સાથે ભીષ્મ સાથે યુદ્ધ કરવા લાગ્યા.

(6) ભીષ્મએ પોતાના ગુરુ પરશુરામ સાથે પણ યુદ્ધ કર્યું હતું. તે યુદ્ધ 23 દિવસ સુધી ચાલ્યું હતું. અંતમાં પોતાના પિતૃઓની વાત માનીને ભગવાન પરશુરામે તેમના શ-સ્ત્ર-મૂ-કી દીધા. આ રીતે આ યુદ્ધમાં ન તો કોઈની હાર થઇ અને ન તો કોઈની જીત.

(7) ભીષ્મ પિતામહ કૌરવ સેનાના પહેલા સેનાપતિ હતા. 18 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં ભીષ્મ પિતામહ 10 દિવસ સુધી કૌરવ સેનાના સેનાપતિ રહ્યા. તે 10 દિવસમાં તેમણે પાંડવોની સેનાનો ભયંકર વિ-ના-શ કર્યો અને ઘણા મહારથીઓના વ-ધ-પ-ણ કર્યા.

(8) જયારે ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતી વાનપ્રસ્થ આશ્રમમાં રહેતા હતા, ત્યારે પાંડવ તેમને મળવા આવ્યા. ત્યારે મહર્ષિ વેદવ્યાસ પણ આવ્યા. મહર્ષિએ તેમના તપના બળથી એક રાત માટે ભીષ્મ આદિ યુદ્ધમાં મા-ર્યા-ગ-યે-લા તમામ યોદ્ધાઓને ફરીથી જીવિત કર્યા હતા.

આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.