ભોજન કરતા પહેલા ભોજન મંત્ર બોલવો કેમ જરૂરી છે, જાણો આ બાબતમાં શું કહે છે શાસ્ત્ર.

0
3013

નિષ્ણાંત પાસે જાણો જમતા પહેલા ભોજન મંત્ર બોલવો કેમ જરૂરી છે, અને તેનું મહત્વ શું છે.

શાસ્ત્રોમાં ભોજન કરવું એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા શરીરની અંદર ઘણા પ્રકારની ઉર્જાઓનો પ્રવેશ થાય છે. હકીકતમાં ભોજન આપણા શરીરને આગળ વધારવા માટે એક ઇંધણ જેવું કામ કરે છે. એવું માનવામાં આવે છે કે, જો શરીરને યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય રીતે ભોજન પ્રાપ્ત નથી થતું, તો ઘણા શારીરિક વિકાર જન્મ લઇ શકે છે. શુદ્ધ અને આરોગ્યવર્ધક ભોજન સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે અને આપણા મનને પણ શુદ્ધ કરે છે.

તમે એ કહેવત તો સાંભળી જ હશે કે ‘જેવું અન્ન તેવું મન’. હકીકતમાં આ કહેવત એટલા માટે કહેવામાં આવી છે કેમકે સ્વચ્છ અને શુદ્ધ રીતે બનાવવામાં આવેલું ભોજન ઘણી રીતે ફાયદાકારક હોય છે. એટલા માટે શાસ્ત્રોમાં ભોજન કરવાના ઘણા નિયમ જણાવવામાં આવ્યા છે, જેમ કે ભોજન પહેલા હાથ અને પગ ધોવા જોઈએ, ભોજન જમીન ઉપર બેસીને કરવું જોઈએ, ભોજન ચાવી ચાવીને કરવું જોઈએ અને તે બધાથી મહત્વનું છે ભોજન કરતા પહેલા ભોજન મંત્ર બોલવો.

આ તમામ પ્રશ્નોનું અલગ અલગ મહત્વ અને શાસ્ત્રોમાં તેના અલગ કારણ દર્શાવવામાં આવ્યા છે. એવો જ એક પ્રશ્ન – ‘ભોજન પહેલા ભોજન મંત્ર કેમ બોલવો જોઈએ?’ તેનો જવાબ આપતા જાણીતી જ્યોતીષાચાર્ય અને વાસ્તુ સ્પેશ્યાલિસ્ટ ડો. આરતી દહિયાએ ઘણી વાતો જણાવી છે. આવો તેના વિષે જાણીએ.

કોઈ પણ પાપથી બચવા માટે જરૂરી છે ભોજન મંત્ર : એવું માનવામાં આવે છે કે, જયારે આપણે ભોજન કરવાનું શરુ કરીએ છીએ તે પહેલા આપણે ભોજન મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ. ખાસ કરીને આ મંત્ર ઘણા પાપોથી મુક્તિ અપાવવાનો માર્ગ છે. ભોજન પહેલા ભોજન મંત્ર બોલવો એ ઈશ્વરને આભાર માનવો છે જેમણે આપણને આ ભોજન પ્રાપ્ત કરાવ્યું અને શરીરને ઉર્જા આપવાનો માર્ગ મોકળો કર્યો.

ભોજન મંત્ર આપણાથી અજાણતામાં થયેલી ભૂલોની ઈશ્વર પાસે માફી માંગવા માટે બોલવામાં આવે છે. ખેતરમાં પાકની લણણી કરતી વખતે કે અનાજ પીસતી વખતે કે પકાવતી વખતે જો અજાણતામાં કોઈ જીવને નુકશાન પહોંચ્યું હોય તો તે પાપ માંથી ઈશ્વર આપણને મુક્તિ અપાવે તેના માટે આ મંત્ર બોલવામાં આવે છે. પાપોથી બચવા માટે ભોજનના એક એક ટુકડા સાથે ભગવાનના નામ જપો અને તેને ભગવાનના પ્રસાદ તરીકે ગ્રહણ કરો.

ભોજન પહેલા ભોજન મંત્ર બોલવાથી સંસ્કારોનો થાય છે પ્રવેશ : ભોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વસ્થ તન અને મન હોવું જ પૂરતું નથી હોતું. ભોજન બનાવવા અને ભોજન કરતા પહેલા ભોજન મંત્રનો જાપ કરવાથી સારા સંસ્કારોનો શરીરમાં પ્રવેશ થાય છે. અને ભોજન કરતા પહેલા મંત્રોચારણ કર્યું હોય તો એવા ભોજનનું સેવન હકીકતમાં ફાયદાકારક હોઈ શકે છે.

નકારાત્મક શક્તિઓના પ્રવેશને રોકવા માટે : ભોજન એક એવી પ્રક્રિયા છે જે આસપાસની ઘણી નકારાત્મક ઉર્જાઓને પણ ઉત્તેજિત કરે છે. એટલા માટે ભોજન કરતી વખતે વિશેષ સાવચેતી રાખવી જોઈએ અને ભોજન મંત્રના ઉચ્ચારણ કરવા જોઈએ, જેથી કોઈ પણ નકારાત્મક ઉર્જાનો પ્રવેશ અને કોઈ પણ ખરાબ શક્તિના હસ્તક્ષેપથી બચી શકાય. એટલા માટે હિંદુ ધર્મમાં ભોજન મંત્ર સાથે ભોજનનો પહેલો ટુકડો ઈશ્વરના નામનો કાઢવામાં આવે છે. એમ કરવાથી દરેક નકારાત્મક ઉર્જા દુર થાય છે અને શરીરને સકારાત્મક ઉર્જાઓ મળે છે.

શું કહે છે શાસ્ત્ર? ભોજન મંત્ર બોલ્યા પછી ભોજન કરવું શાસ્ત્રો મુજબ અત્યંત શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં એ વાતનું વર્ણન છે કે, ભોજન મંત્ર શરીરને તમામ પ્રકારની ઉર્જાઓથી યુક્ત બનાવે છે. ભોજન મંત્ર બોલવાની પણ તેની વિધિ હોય છે જેનાથી તેનું પૂર્ણ ફળ મળી શકે. જો ભોજન વિધિ વિધાન સાથે કરવામાં આવે અને તે પહેલા ભોજન મંત્રનો પાઠ કરવામાં આવે, તો તેનું ફળ કેટલાય ગણું વધી જાય છે. ભોજન કરતા પહેલા હાથ-પગ ધોઈને મોઢું સારી રીતે સાફ કરો અને ભોજન મંત્રનું ઉચ્ચારણ કરો.

શું છે ભોજન મંત્ર :

ૐ સહ નાવવતુ, સહ નૌ ભુનક્તુ, સહ વીર્યં કરવાવહૈ,

તેજસ્વિનાવધીતમસ્તુ,મા વિદવિષાવહૈ,

ૐ શાંતિ: શાંતિ: શાંતિ:

આ મંત્રનો અર્થ છે – હે પરમેશ્વર, અમે શિષ્ય અને આચાર્ય બંનેનું સાથે રક્ષણ કરો. અમે શિષ્ય અને આચાર્ય બંનેનું સાથે પોષણ કરો. અમે બંને સાથે મળીને મોટી ઉર્જા અને શક્તિ સાથે કાર્ય કરીએ અને વિદ્યા પ્રાપ્તિનું સામર્થ્ય પ્રાપ્ત કરીએ. અમારી બુદ્ધી તેજ થાય. અમે બંને પરસ્પર દ્વેષ ન કરીએ. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:

શું છે નિષ્ણાંતનો અભિપ્રાય? ભોજન મંત્રનું મહત્વ જણાવતા જ્યોતિષચાર્ય ડો. આરતી દહિયાજી જણાવે છે કે, અન્નને શાસ્ત્રોમાં પૂજનીય માનવામાં આવે છે. જો ભોજન ગ્રહણ કરતા પહેલા આપણે માં અન્નપુર્ણાનો આભાર માનીએ, તો આપણને ભોજન સામાન્યથી વધુ ઉર્જા પ્રદાન કરે છે અને ભોજનથી થતા વિકારોથી પણ બચાવે છે.

આ રીતે ભોજન મંત્ર શાસ્ત્રોના હિસાબે ઘણો મહત્વપૂર્ણ છે અને ભોજન પહેલા તમે ઈશ્વરને જરૂર યાદ કરો, એમ કરવાથી તમને ભોજનમાંથી વધુ ઉર્જા મળશે.

આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.