ભોલેનાથની આરાધના કરતા સમયે આ રચનાનો પાઠ જરૂર કરજો, વાંચો.

0
365

કાળાતીત દેવ

– અતુલ રાવ.

ચંદન લૅપ્યું છે મેં તો મત્સ્યગંધાની જેમ

ભક્તિમાં ડોલે છે હોડું મારુ એમ

સત્યવતીની જેમ મારે ગંગાની નેમ

તું સઢ છોડતો નહિ મારી માળાની જેમ

તારા એરૂ જેમ તારા ભેરુની જેમ

કે મને ખારવણ કેતો નહિ

કે મને નામથી બોલાવતો નહિ

તારા વિષનો વિશ્વાશ હું રાખું રે કેમ

હું તો નાગણની બેન

મને ખારવણ તું કેતો નહિ

મને નામથી બોલાવતો નહિ

ભીલડીને મોહ્યો તો તું ભોળો માદેવ

મારા ખારવાની જેમ

મને ખીજ માં તું મા-ર-તો નહિ

કે મને બીજમાં તું ડારતો નહિ તારા ડમરુની જેમ

મને ખારવણ કેતો નહિ

મને નામથી બોલાવતો નહિ

તને દિલમાં રાખું મારા દરિયાના દેવ

મારા ભોળા માં’દેવ

મને નામ થી બોલાવતો નહિ

કે મને ખારવણ કેતો નહિ

પૂનમની ભરતી ને પગમાં રમઝમ

પગમાં રમઝમ

મુને તાડી તું દેતો નહિ મને તાંડવ તું કેતો નહિ

તો તને દિલમાં રાખું મારા ભોળા માદેવ

મારા ખારવાની જેમ

મને નામથી બોલાવતો નહિ

કે મને ખારવણ તું કેતો નહિ

મારા હૈયામાં છલકે છે

મોતીની ટેવ મોતીની ટેવ

મને ગોલી તું કેતો નહિ ચંદ્રમૌલીની જેમ

મને છાંટેથી મળતો નહિ

મને હીરેથી મ ઢતો નહિ તારી ભોળીની જેમ

હૂતો કાદવમાં રેનારી ઇચ્છાધારી છું એમ

મને ખારવણ તું કેતો નહિ કે મને નામથી બોલાવતો નહિ

ઓલી માછલી તડપે

તડપું છું એમ તડપું છું એમ

મને જાળેથી જીલતો નહિ

મને કાળેથી હણતો નહિ

મારા કાળાતિત દેવ મારા પરાશર પ્રેમ

મને ખારવણ તું કેતો નહિ કે મને નામથી બોલાવતો

ખારવણની કલ્પના મારી

કાળાતીત તો અશ્વિનભાઈ યોગાનદી નાજ હોઈને

– સાભાર અતુલ રાવ.