ભૂલીશ હું જગતની માયા – દરરોજ આ રચના ગાવ અને પોતાના ગુરુ પ્રત્યેનો પોતાના હ્રદયનો ભાવ વ્યક્ત કરો.

0
929

ભૂલીશ હું જગતની માયા, ગુરુજી નહીં ભૂલું તમને;

જીવન આધાર દીનબંધુ, ગુરુજી નહીં ભૂલું તમને… ટેક

કદાપિ મહેલમાં સૂતો, રખડતો શહેર કે રસ્તે;

સુખી હઉં કે દુઃખી હઉં, પણ ગુરુજી નહીં ભૂલું તમને… ૧

બનું હું રંક કે રાજા, કદાપિ શેઠ દુનિયાનો;

અમીરી કે ફકીરીમાં, ગુરુજી નહીં ભૂલું તમને… ૨

જીવનના ધમપછાડામાં, અગર મ-રુ-ત્યુ બિછાનામાં;

મ-ર-ણના શ્વાસ લેતાં પણ, ગુરુજી નહીં ભૂલું તમને… ૩

દુઃખોના ડુંગરો તૂટે, કદી આખું જગત રૂઠે;

પરંતુ પ્રાણના ભોગે, ગુરુજી નહીં ભૂલું તમને… ૪

પૂર્યા મન મંદિરે સ્વામી, પછીથી ક્યાં જવાના છો?

દીવાનો દાસ રસિક કહે છે, ગુરુજી નહીં ભૂલું તમને… ૫

વિડીયો :