ગુજરાતમાં અહીં આવેલું છે ભુરખીયા હનુમાન મંદિર, જાણો “ભુરખીયા” હનુમાન નામ કેવી રીતે પડ્યું?

0
1496

ભુરખીયા હનુમાન મંદિર, લાઠી, અમરેલી જિલ્લો, ગુજરાત.

અમરેલી જિલ્લા ના મુ ભૂરખીયા તા લાઠી ખાતે પ્રસિદ્ધ ભુરખીયા હનુમાન દાદા નું મંદિર આવેલ છે, જે આશરે ૪૦૦ વર્ષ પુરાણુ છે. ભૂરખીયા દાદા, મુ ભુરખિયા તા. લાઠી જી અમરેલી ના સિદ્ધ હનુમાન સૌરાષ્ટ્ર ના વિવિધ હનુમાન જી ના મંદિર પૈકી નું સિદ્ધ મંદિર છે. જે રીતે બોટાદ ખાતે આવેલ સારંગપુર હનુમાનજી મંદિર પ્રસિદ્ધ છે અને તેનું ખાસ મહાત્મ્ય છે અને સ્વામિનારાયણ ના સંત દ્વારા સ્થપાયેલ છે તે રીતે આ મંદિર પણ શ્રદ્ધાનું કેન્દ્ર છે. જે રાજકોટ થી આશરે ૧૧૦ કિમી અને અમરેલી થી ટ્રેન રસ્તે ૩૦ કિમી દૂર આવેલ છે. અને સમંદર થી રોડ મારફતે ૮ કિમી દૂર છે.

મંદિર ખાતે ભોજન વ્યવસ્થા છે. અહીં વાતાવરણ પવિત્ર અને શાંત છે અને દર્શન નો એક લાહવો છે. ભુ એટલે જમીન અને રખીયા એ રક્ષ્ય એટલે કે રક્ષણ કરે તે આમ આજુ બાજુ ના લોકો ની જમીન અને જા ન માલ નું રક્ષણ કરવા વાળા એ પરથી નામ “ભુરખીયા” હનુમાન એવું પડ્યું.

તે દામનગર અમરેલી રોડ પર આવેલું આશરે ૪૦૦ વર્ષ જૂનું મંદિર છે. સંવત ૧૬૪૨ માં રામાનુજ સંપ્રદાય ના સાધુ પૂજ્ય સંત શ્રી દામોદર દાસજી દ્વારા સ્થાપના કરવા માં આવેલ. તેઓ સૌરાષ્ટ્ર ની ભ્રમણ યાત્રા માં હતા ત્યારે સ્વપ્ન માં હનુમાનજી આવેલ અને તેઓ દ્વારા ગામ લોકો ને વાત કરી અને ચૈત્ર સુદ પૂનમ વિક્રમ સવંત ૧૬૪૨ માં હનુમાન જી ની મૂર્તિ પ્રગટ થયેલ અને ત્યાં પૂજા કરી સ્થાપના કરવામાં આવી. આમ હનુમાનજી સાક્ષાત સ્વરૂપ બિરાજમાન છે.

સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવુ? ભુરખીયા હનુમાન મંદિર અમરેલીથી ૩૪ કી.મી. તથા લાઠીથી ૧૦ કી.મી. દુર આવેલ છે. અમરેલી થી દામનગર રૂટ તરફ જતા લાઠી ૫છી ૧૦ કી.મી. દુર આ મંદિર આવેલ છે. લાઠીથી સતત ભુરખીયાનો વાહન વ્યવહાર ચાલુ હોય છે. જેથી લાઠીથી ભુરખીયા ૫હોંચવામાં કોઈ તકલીફ થતી નથી તથા દામનગર તરફથી આ સ્થળ ૬ કી.મી. થાય છે. ત્યાંથી વાહન સુવિધા સતત ચાલુ જ હોય છે.

અંતર કી.મી.(જિલ્લા કક્ષાએથી) : જિલ્લા કક્ષાએથી ભુરખીયા મંદિર ૩૪ કી.મી. અંતરે આવેલ છે.

અગત્યનો દિવસ : ચૈત્ર માસની પુનમ એટલે કે હનુમાન જયંતિ અહીંનો શ્રેષ્ઠ દિવસ છે. અહીં વિશાળ પ્રમાણમાં ભકતો દર્શન કરવા માટે ચાલીને આવતા હોય છે. અહીં આ દિવસે મોટો લોક મેળો હોય છે. ચૈત્ર માસમાં ભકતોથી આ મંદિર ભરાયેલ હોય છે. આ ઉ૫રાંત વર્ષના તહેવારો જેવા કે દિવાળી, નૂતનવર્ષ, હોળી, રામનવમી, જેવા તહેવારોમાં અહીં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે.

અનુકુળ દિવસ : અઠવાડીયામાં મંગળવાર તથા શનિવાર મુખ્યના દિવસો છે. લોકો આ દિવસે વધારે પ્રમાણમાં દર્શન કરવા આવે છે.

અનુકુળ સમય : ભુરખીયા મંદિર લાઠીથી ૧૦ કી.મી. દુર આવેલ છે. અનુકુળ સમયમાં વર્ષના દરેક દિવસે આ મંદિરે જઈ શકાય છે. ચોમાસામાં, ઉનાળામાં કે શિયાળામાં ભુરખીયા મંદિરે ૫હોંચવામાં કોઈ તકલીફ થતી નથી. રોડ સારો અને વાહન વ્યવહાર સુવ્યવસ્થિત હોય આખુ વર્ષ અનુકુળ ગણાય છે.

(સાભાર મુકુંદરાય ધારૈયા, અમર કથાઓ ગ્રુપ, અલગ અલગ સ્ત્રોત પરથી સંપાદન કરેલી પોસ્ટ.)