12 વર્ષ પછી થવા જઈ રહ્યું છે એપ્રિલમાં મોટું રાશિ પરિવર્તન, કોને મળશે સફળતા અને કોણે રહેવું પડશે સતર્ક.

0
332

એપ્રિલ 2023 માં થનારું આ ગ્રહનું ગોચર તમામ 12 રાશિઓને કરશે અસર, જાણો તમને લાભ થશે કે નુકશાન.

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે પણ કોઈ ગ્રહ ગોચર કરે છે, ત્યારે તે તમામ 12 રાશિઓના લોકોના જીવનને અસર કરે છે. 12 વર્ષ પછી ગુરુ મંગળની રાશિ મેષમાં પ્રવેશ કરશે. એપ્રિલમાં થનારું ગુરુનું આ ગોચર મોટું માનવામાં આવે છે. જણાવી દઈએ કે, 22 એપ્રિલ, શનિવારે સવારે 06:12 કલાકે તે મેષ રાશિમાં ગોચર કરશે.

જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ અત્યારે મીન રાશિમાં છે અને 22 એપ્રિલે મેષ રાશિમાં ગોચર કરશે. આ સાથે સૂર્ય અને બુધ પણ મીન રાશિમાં છે. જણાવી દઈએ કે મીન રાશિ છોડ્યા બાદ ગુરુ 1 મે 2024 સુધી મેષ રાશિમાં રહેવાનો છે. જાણો જ્યારે ગુરુ મેષ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમામ 12 રાશિઓના લોકોના જીવન પર શું અસર પડશે.

રાશિઓ પર ગુરુ ગોચર 2023 ની અસર :

મેષ : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુના ગોચર દરમિયાન આ રાશિના લોકોને પોતાના કામમાં ઉતાવળ કરવાથી નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં ઉતાવળ કરવાનું ટાળો. પહેલા કરતા વધુ બચત કરવાનો પ્રયાસ કરશો. કાર્યો અને નિર્ણયોમાં પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે.

વૃષભ : આ રાશિના લોકોને ગુરુના ગોચરથી રોજગારની નવી તકો મળશે. વાણી અને વર્તન પર સંયમ રાખો.

મિથુન : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયગાળા દરમિયાન ગુરુનું ગોચર સારું પરિણામ આપનાર છે. આવકના સાધનો વધશે. આવકમાં વધારો થશે અને વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.

કર્ક : આ દરમિયાન વેપાર અને નોકરી કરતા લોકોને પ્રગતિની નવી તકો મળશે. નવી ઑફર્સ મળશે. પ્રવાસની શક્યતાઓ બની રહી છે. આ દરમિયાન પ્રવાસથી લાભની સ્થિતિ રહેશે. કામનો ભાર વધી શકે છે.

સિંહ : આ રાશિના લોકો માટે આ ગોચર ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે. અચાનક ધન લાભ થશે અને જૂના અટકેલા પૈસા પાછા મળી શકે છે.

કન્યા : કન્યા રાશિના લોકોને ગુરૂ ગોચરના કારણે રોકાણથી લાભ થશે. ભાગીદારીમાં કામ કરવાથી વેપારમાં વધારો થશે. લવ લાઈફમાં રોમાન્સ વધશે.

તુલા : ગુરુના ગોચરથી આ રાશિના લોકોને કારકિર્દીમાં પ્રગતિ થશે. કાર્યમાં સફળતા મળશે. આ સમયગાળા દરમિયાન તમારા બધા કામ પૂરા થશે. રોકાણ માટે આ શ્રેષ્ઠ સમય છે.

વૃશ્ચિક : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના લોકોને ગુરુના ગોચરને કારણે કરિયરમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પર સંયમ રાખવાની જરૂર છે. ધ્યાનમાં રાખો કે પરિવારમાં વિવાદની સ્થિતિ ઉભી ન થવી જોઈએ.

ધનુ : ગુરુનું આ રાશિ પરિવર્તન તમને સકારાત્મક પરિણામ આપી શકે છે. કરિયરમાં પ્રગતિની નવી તકો મળશે. આ સમયે ભોજન પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

મકર : આ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેવાનો છે. પારિવારિક જીવન સુખમય રહેશે. મિત્રો સાથે સારો સમય પસાર થશે. નોકરી કરતા લોકોને બોસનો સહયોગ મળશે. તમારા કામની પ્રશંસા થશે.

કુંભ : ગુરુ ગોચરના સમયગાળા દરમિયાન મહત્તમ બચત પર ધ્યાન કેન્દ્રિત કરશો. તમારા જીવનસાથી તમને આ કામમાં મદદ કરશે. પારિવારિક જીવન ખુશહાલ રહેશે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધશે.

મીન : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. લાંબી બીમારીમાંથી જલ્દી છુટકારો મળશે. તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે અને તમે લીધેલી લોન જલદી ચુકવી શકશો. માનસિક શાંતિ મળશે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.