બિહારનું તે સૂર્ય મંદિર જ્યાં એક રાતમાં બદલાઈ ગઈ સૂર્ય મંદિરના દ્વારની દિશા, જાણો આ મંદિરની રોચક વાતો.

0
838

જાણો આખા દેશના એકમાત્ર એવા સૂર્ય મંદિર વિષે જે પૂર્વાભિમુખ નહિ પણ પશ્ચિમાભિમુખ છે. બિહારના ઔરંગાબાદ જીલ્લામાં દેવ સ્થતિ ઈતિહાસ ત્રેતાયુગીન પશ્ચિમાભિમુખ બિહારના સૂર્ય મંદિર તેની કલાત્મક ભવ્યતા માટે સર્વવિદિત અને પ્રખ્યાત હોવા સાથે જ શિયાળાથી દેશી-વિદેશી પ્રવાસીઓ, સૂર્ય દેવ શ્રદ્ધાળુઓ અને છઠ્ઠવ્રતીઓની અતુટ આસ્થાનું કેન્દ્ર બનેલું છે.

બિહારના સૂર્ય મંદિરની અભૂતપૂર્વ સ્થાપત્ય કળા, શિલ્પ, કલાત્મક ભવ્યતા અને ધાર્મિક મહત્તાને કારણે જ લોકમાનસમાં તે કિંવદતી પ્રસિદ્ધ છે કે તેનું નિર્માણ દેવશિલ્પી ભગવાન વિશ્વકર્માએ સ્વયં તેના હાથે જ કર્યું છે. દેવ સ્થિત ભગવાન ભાસ્કરનું વિશાલ મંદિર તેના અપ્રતિમ સોંદર્ય અને શિલ્પને કારણે શિયાળામાં શ્રદ્ધાળુઓ, વૈજ્ઞાનિકો, મૂર્તિચોરો, તસ્કરો અને સામાન્ય લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. કાળા અને ભૂરા પથ્થરોની અતિ સુંદર કૃતિ જે રીતે ઉડીસા પ્રદેશના પૂરી આવેલા જગન્નાથ મંદિરનું શિલ્પ છે, બસ તેની સાથે મળતું શિલ્પ સૂર્ય દેવના પ્રાચીન સૂર્ય મંદિરમાં પણ છે.

મુખ્ય જાણકારી : બિહારના સૂર્ય મંદિરના નિર્માણકાળના સંબંધમાં તેની બહારની બ્રાહ્મી લીપીમાં લેખિત અને સંસ્કૃતમાં અનુવાદિત એક શ્લોક જડેલો છે, જે મુજબ 12 લાખ 16 હજાર વર્ષ ત્રેતા યુગના પસાર થઇ ગયા પછી ઈલાપુત્ર પુરુરવા એલએ દેવ સૂર્ય મંદિરનું નિર્માણ શરુ કરાવ્યું.

શિલાલેખ ઉપરથી જાણી શકાય છે કે સન 2017 ઈ.સ. માં આ પૌરાણીક મંદિરના નિર્માણ કાળના એક લાખ પચાસ હજાર સત્રહ વર્ષ પુરા થઇ ગયા છે.

બિહારનું સૂર્ય મંદિર (દેવ મંદિર) માં સાત રથો સાથે સૂર્યની ઉત્કીર્ણ પ્રસ્તર મૂર્તિઓ તેના ત્રણે રૂપો–ઉદયાચલ-પ્રાત : સૂર્ય, મધ્યાચલ – મધ્ય સૂર્ય અને અસ્તાચલ – અસ્ત સૂર્યના રૂપમાં પ્રતીત થાય છે. આખા દેશમાં દેવનું મંદિર જ એક માત્ર એવું સૂર્ય મંદિર છે. જે પૂર્વાભીમુખ ન હોઈને પશ્ચિમાભીમુખ છે. લગભગ એક સો ફૂટ ઊંચા આ સૂર્ય મંદિર સ્થાપત્ય અને વાસ્તુકળાનું અદ્દભુત ઉદાહરણ છે. ચૂનો, સિમેન્ટ કે ચુના-ગારાનો ઉપયોગ કર્યા વગર આયતા કાર, વર્ગાકાર, અર્દ્ધવૃત્તાકાર, ગોળાકાર, ત્રિભુજાકાર વગેરે ઘણા રૂપો અને આકારોમાં કાપવામાં આવેલા પત્થરો જોડીને બનાવવામાં આવેલું આ મંદિર અત્યંત આકર્ષક અને વિસ્મયકારી છે.

જનશ્રુતિઓના આધારે બિહારના સૂર્ય મંદિરના નિર્માણ સંબંધી ઘણી કિંવદતિયા પ્રસિદ્ધ છે. જેનાથી મંદિરને અતિ પ્રાચીન હોવાનું સ્પષ્ટ જાણી શકાય છે પરંતુ તેના નિર્માણ સંબંધમાં હજુ પણ ભ્રામક સ્થિતિ બનેલી છે. નિર્માણના મુદ્દાને લઈને ઈતિહાસકારો અને પુરાતત્વ નિષ્ણાંત વચ્ચે ચાલી રહેલી ચળવળ ઉપર થી પણ આ સંબંધમાં ચોક્કસ પરિણામ પ્રાપ્ત નથી થઇ શકતા.

સૂર્યદેવની અદ્દભુત મૂર્તિ છે અહિયાં : મંદિર પરિસરમાં ભગવાન સૂર્યની ત્રણ રૂપો વાળી મૂર્તિઓ સ્થાપિત છે, જેમાં તે સાત રથો ઉપર સવાર છે. સૂર્યદેવની આ ત્રણ મૂર્તિઓ ઉદયાચલ, મધ્યાચલ અને અસ્તાચલ સ્વરૂપ વાળી છે. રાતોરાત બદલાઈ ગયા હતા મંદિરના દ્વારની દિશા આ મંદિરના દ્વાર વિષે સ્થાનિક લોકો જણાવે છે કે ઓરંગઝેબ આ દેવ સૂર્ય મંદિરને તોડવા માંગતા હતા. જયારે તે માહિતી લોકોને મળી તો તે મંદિરની બહાર એકઠા થઇ ગયા. તેમણે ઓરંગઝેબને મંદિર ન તોડવાની વિનંતી કરી, પરંતુ તે માન્યા નહિ.

કેવી રીતે પહોચવું : ઓરંગાબાદ શહેર રાષ્ટીય રાજમાર્ગ 02 (ગ્રાંડ ટ્રંક રોડ) ઉપર ઉત્તર ભારતમાં રાષ્ટ્રીય રાજમાર્ગ 98 સાથે તેના ક્રોસિંગ ઉપર આવેલ છે. તેની પાસે મોટું શહેર બોધ ગયા 70 કિલોમીટર (માઈલ) પશ્ચિમ માં છે. બિહારના પાટનગર, પટના ઉત્તર પૂર્વમાં 140 કિલોમીટર (87 માઈલ) છે.

રોડ માર્ગ દ્વારા : અમુક મુખ્ય સ્થાન અને માર્ગ જ્યાંથી ઔરંગાબાદ માટે નિયમિત બસ સેવા ઉપલબ્ધ છે. રોડ રસ્તા દ્વારા પટનાથી ઔરંગાબાદ (બિહાર) નું અંતર : 140 કી.મી.

ઔરંગાબાદ (બિહાર) માટે રાંચીથી આશરે અંતર 231 કી.મી. છે.

રેલ માર્ગ દ્વારા : અનુગ્રહ નારાયણ રોડ નજીક રેલ્વે સ્ટેશન છે, જે ઓરંગાબાદ શહેરથી 90 કિલોમીટરના અંતરે છે, રાષ્ટ્રીય માર્ગ 131 (જુનો રાષ્ટ્રીય માર્ગ-18) અને રાષ્ટ્રીય માર્ગ-11 (જુનો રાષ્ટ્રીય માર્ગ-02) મુખ્ય નેશનલ હાઇવે છે જે ઔરંગાબાદને પટના, ડાલ્ટેનગંજ, નવી દિલ્હી અને કોલકતાને જોડે છે.

વિમાન માર્ગ દ્વારા – નિયમિત વિમાનોની સુવિધાના માધ્યમથી ઔરંગાબાદ (બિહાર) દેશના બીજા મુખ્ય શહેરો સાથે સારી રીતે જોડાયેલો નથી. નજીકનું વિમાનઘર પટના 61 કી.મી.ના અંતરે છે.

વિમાનઘર : લોક નાયક જયપ્રકાશ એયરપોર્ટ

આ માહિતી પુણ્યદર્શન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.