‘બીજ માવડી ચુલે તાવડી, બે બળદીયા ને એક ગાવડી’ આપણા વડવાની આ કહેવત વિષે જાણો વિસ્તારથી.

0
1306

આપણા વડવા ની એક કહેવત હતી કે, બીજ માવડી ચુલે તાવડી, બે બળદીયા ને એક ગાવડી. અને આજ આ બધું ભુલાઈ ગયું છે.

બીજ માવડી એટલે બીજ નુ પુજન કરવુ જોઈએ. ચુલે તાવડી એટલે ઘરમાં અન્ન અભરે ભરીયુ રહે. બે બળદીયા એટલે એક સાતી ની ખેતી. અને એક ગાવડી એટલે પ્રત્યેક ઘરમાં એક ગાય હોવી જોઈએ. એટલા મા આપણા વડવા ખુબ સુખી હતા અને ખુબ ખુશ હતા.

પણ આજ પૈસા કમાવા ની એટલે આંધળી દોટ મૂકી કે. માણસ પોતાનુ સુખ સંતોષ અને શરીર ની સંભાળ ભુલી ગયો. બસ પૈસા કમાવા ની એક જાતની હોડ લાગી.

આજ માણસ ગાય માતા ને ભુલી ગયો. બળદ ને ભુલી ગયો અને સુખ સંતોષ ને ભુલી ગયો. આજ બળદો અને ગાયો ગલી ગલી મા નીરાધાર બની ને રખડે છે. માણસ આજે હીસાબી બની ગયો છે. બળદ ને રાખવા કરતાં ટેકટર લય લીયે તો જ્યારે હાકીયે ત્યારે જ ખરસ થાય બાકી ઢાંકીને મૂકી રાખો તો ખરસ બચી જાય.

બળદ ને રાખવા માટે વર્ષ મા પચાસ હજાર નો ચારો ખાઇ જાય. અને ગાયો નુ પણ એવું થયું કે ગાય ના દૂધ મા આછુ હોય છે તેથી ફેટ ઓશા આવે એના કરતાં ભેસો રાખીયે તો વધારે કમાણી આપે. આમ માણસ હીસાબ મા એટલો ભ્રમીત થયો કે જુનુ ભુલાઈ ગયું અને આજ માણસ હજારો રોગમાં સપડાઈ રહ્યા છે. અને એટલે જ મહામારી આવી અને હવે એમાંથી બચવા જુદ જુદા ઉપાયો ગોતવા મંડીયો.

આજ સોશ્યલ મીડિયા મા જુદા જુદા ઉપાયો બતાવવામાં આવે છે કે, રેમડીસીવીર લગાવો, બ્લુ મીથીલ લો, કપૂર ની ધુમાડી કરો, નાસ લ્યો, ઘડીએ ઘડીએ હાથ ધોવા સેનીટાયજર વાપરો, ઘરમાં પુરાઈ ને રહો, માસ્ક પેરવુ. આટલું બધું કરત કરતા પણ કેસ વધે, રોજ આંકડો વધે. હવે માણસ જાય તો ક્યાંક જાય? માણસ ને જીદંગી જીવવી બોજ બની ગય.

– સાભાર દેવસી બાપોદરા (અમર કથાઓ ગ્રુપ)