મહાશિવરાત્રીના દિવસે આ મંત્રો સાથે શિવલિંગ પર ચડાવો બીલીપત્ર, થશે મનોકામના પુરી.

0
907

ધન સાથે જોડાયેલી સમસ્યા થશે દૂર જો આ રીતે અને આ મંત્ર બોલીને શિવજીને અર્પણ કરશો બીલીપત્ર.

મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. આ વખતે મહાશિવરાત્રી 1 માર્ચે આવી રહી છે. ધાર્મિક ગ્રંથો અનુસાર આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીનું મિલન થયું હતું. આ સાથે એવું પણ માનવામાં આવે છે કે, આ દિવસે ભોલેનાથ દિવ્ય જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા હતા, તેથી ઘણા ભક્તો તેમના ઘરે રૂદ્રાભિષેક કરે છે.

કહેવાય છે કે મહાશિવરાત્રી પર રુદ્રાભિષેક વિધિ-વિધાન સાથે કરવાથી બધી મનોકામનાઓ પૂરી થાય છે. આ સિવાય મહાશિવરાત્રિ પર બીલીપત્રથી શિવની પૂજા કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. તો આવો એ જાણીએ કે કયા મંત્રો દ્વારા ભોલેનાથને બીલીના પાન ચડાવવા જોઈએ.

શિવને બીલીના પાન શા માટે અર્પણ કરીએ છીએ? શિવને બીલીપત્ર અર્પણ કરવાની કથા માતા પાર્વતી સાથે જોડાયેલી છે. એવું કહેવાય છે કે, માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. આ સાથે તેમણે અનેક ઉપવાસ પણ કર્યા હતા.

એકવાર ભગવાન શિવ બીલીના ઝાડ નીચે બેસી તપસ્યા કરી રહ્યા હતા.માતા પાર્વતી શિવ પૂજા માટે સામગ્રી લાવવાનું ભૂલી ગયા હતા, આથી તેમણે શિવને ઝાડ નીચે પડેલા બીલીપત્રથી ઢાંકી દીધા. તેનાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થયા. ત્યારથી શિવને બીલીના પાન ચઢાવવાની પરંપરા છે.

બીલીપત્ર ચઢાવવાથી થતા લાભ : ભોલેનાથ થોડી ભક્તિથી પ્રસન્ન થઈ જાય છે. જો કે ભગવાન શિવની પૂજા ઘણી રીતે કરવામાં આવે છે, પરંતુ જે લોકો ભોલેનાથની પૂજામાં તેમને બીલીના પાન ચઢાવે છે. તેમની આર્થિક સમસ્યાઓ દૂર થાય. આ સિવાય જે પરણેલા દંપતી સાથે મળીને ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરે છે, તેમનું દાંપત્ય જીવન સુખી રહે છે. તેની સાથે જ તેમને સંતાન સુખ પણ પ્રાપ્ત થાય છે.

શિવલિંગ પર બીલીપત્ર કેવી રીતે ચઢાવવા? મહાશિવરાત્રીના દિવસે સૌથી પહેલા 11 કે 21 બીલીપત્ર લાવો. બીલીપત્ર ફાટેલા ન હોવા જોઈએ. એ પછી આ બીલીપત્રને શુદ્ધ પાણીથી સાફ કરી લો. પછી એક વાટકી અથવા કોઈપણ સાફ વાસણમાં દૂધ રેડવું અને તેમાં બેલપત્રને શુદ્ધ કરવા. એ પછી તેને ગંગાજળથી પણ શુદ્ધ કરો. હવે તમામ બીલીપત્ર પર ચંદન વડે ‘ૐ’ લખો. ત્યારબાદ તેના પર સુગંધિત અત્તર છાંટીને ‘ૐ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરીને શિવલિંગ પર બધા બીલીપત્ર ચઢાવો.

શિવલિંગ પર બીલીપત્ર ચડાવતા સમયે બોલો આ મંત્ર :

ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિધાયુધમ્ ।

ત્રિજન્મપાપસંહારં બિલ્વપત્રં શિવાર્પણમ્ ।।

અખંડૈ બિલ્વપત્રૈશ્ચ પૂજયે શિવ શંકરમ્ ।

કોટિકન્યા મહાદાનં બિલ્વ પત્રં શિવાર્પણમ્ ।।

દર્શનં બિલ્વપત્રસ્ય સ્પર્શનમ્ પાપનાશનમ્ ।

અઘોર પાપ સંહારં બિલ્વ પત્રં શિવાર્પણમ્ ।।

ગૃહાણ બિલ્વ પત્રાણિ સુપુશ્પાણિ મહેશ્વર ।

સુગન્ધિની ભવાનીશ શિવત્વંકુસુમ પ્રિય ।।

નમો બિલ્લ્મિને ચ કવચિને ચ નમો વર્મ્મિણે ચ વરુથિને ચ

નમઃ શ્રુતાય ચ શ્રુતસેનાય ચ નમો

દુન્દુબ્ભ્યાય ચા હનન્ન્યાય ચ નમો ધૃશ્ણવે

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.