બીમાર પિતાની મદદ માટે જઈ રહેલી વહુને સાસુએ સંભળાવતા કહ્યું આ તો રોજનું થયું, પછી જે થયું તે…

0
2669

“ઋણ”

“ક્યાં જઈ રહી છે, વહુ?” સ્કુટીની ચાલી ઉઠાવતી કાજલને સાસુએ પૂછ્યું.

“મારી મમ્મીમાં ઘરે જઈ રહી છું.”

“હમણાં પરમ દિવસે તો ગઈ હતી.”

“હા, પણ આજે પપ્પાની તબિયત સારી નથી, તેમને ડોક્ટરને દેખાડવા લઈ જવા પડશે.”

“ઓહ! આ તો રોજનું થયું, એક ફોન આવ્યો નહિને નીકળી પડી. ફક્ત બહાનું જોઈએ પિયર જવાનું. ભાઈ વગરની બહેન સાથે દીકરાના લગ્ન કરાવીને અમે તો પસ્તાય રહ્યા છીએ. વિચાર્યું હતું કે, ભાઈ વગરની બહેન છે તો શું થયું? તેની સાથે કોઈ તો પરણશે. અરે, જો છોકરી વગર કામ ચાલતું નથી, તો પછી લગ્ન કેમ કરાવ્યા”. સાસુએ જતા જતા કાજલને સંભળાવતા કહ્યું

આ સાંભળીને કાજલનું દિલ દુભાયું. તે દરવાજામાંથી જ પાછી ફરી અને કહ્યું, “મમ્મી, આ બધું તો તમે લોકો પહેલાથી જ જાણતા હતાને કે મારે કોઈ ભાઈ નથી. અને માફ કરશો, આમાં ઉપકારની શું વાત છે? તમને પણ ભણેલી ગણેલી અને કમાતી વહુ મળી છે.”

“લો! હવે પોતાની નોકરી અને પૈસાની ધાક જમાવવા લાગી.”

“અરે સાંભળો છો દેવના પપ્પા…” સાસુ વહુની કચકચ સાંભળીને બહારથી આવતા સસરાને જોઈને સાસુએ કહ્યું.

“પપ્પા, મારો આ મતલબ નહોતો”, “અમ્માજી જ એવી રીતે બોલ્યા કે મારું મોં પણ નીકળી ગયું,” પૃથાએ સ્પષ્ટતા કરી.

સસરા કંઈ બોલ્યા નહિ અને છાપું વાંચવા લાગ્યા.

“લો! કાંઈ નહિ કહ્યું. છોકરો પેદા કરો, આખી રાત જાગો, ઝાડા પેશાબ સાફ કરો, ગંદા કપડા ધોવો, ભણાવો, લગ્ન કરાવો, અને વહુ પાસેથી આ બધું સાંભળો.”

“નાના મોટાની કોઈ મર્યાદા જ નથી રહી.” સાસુએ છેલ્લું હ-થિ-યા-ર ફેંક્યું અને સાડીના છેડા વડે આંખો લૂછવા લાગી. દેવ અવાજ સાંભળીને રૂમની બહાર આવ્યો અને પૂછ્યું, “આ બધું શું ચાલી રહ્યું છે મમ્મી?”

“તારી પ્રિય પત્નીને જ પૂછ.”

“તું અંદર ચાલ” કહીને દેવ કાજલને લગભગ ખેંચીને રૂમમાં લઈ ગયો.

“આ બધું શું છે કાજલ? હવે તો આ રોજની વાત થઈ ગઈ છે.”

“મેં શું કર્યું? વાત તો મમ્મીએ જ શરૂ કરી છે.”

“શું તેઓ જાણતા ન હતા કે મારે કોઈ ભાઈ નથી એટલે જ મારે મારા માતા-પિતાનું ધ્યાન રાખવું પડશે.” કાજલે કહ્યું.

“તે બરાબર છે. પણ તે મારી માં છે. તેમણે મને બહુ મુશ્કેલીથી ઉછેર્યો છે. માતા-પિતાનું ઋણ તેમની સેવાથી જ ઉતારી શકાય છે. તું સેવા ન કરી શકે તો કાઈ નહિ પણ તારે તેમની સાથે સન્માનપૂર્વક વાત કરવી જોઈએ.”

“અચ્છા… બહારની બધી વાતચીતમાં તને મારી અસભ્યતા ક્યાં દેખાઈ? અને શું હું તેમનું અને પપ્પાનું ધ્યાન નથી રાખતી. નોકરી પર જતા પહેલા હું કચરા-પોતા કરી દઉં છું, જમવાનું બનાવી દઉં છું જેથી તેમણે વધારે પરિશ્રમ ન કરવો પડે. બીમાર પડે ત્યારે તેમની સેવા પણ કરું છું. એ બધું તો કોઈને દેખાતું જ નથી.”

“તારે આ નોકરીની વાત ન કરવી જોઈતી હતી.” દેવ બોલ્યો.

“કદાચ મારી વાત કરવાની રીત ખોટી હોય શકે, પણ વાત સાચી છે દેવ. અને માફ કરજો, તેમણે આ બધું તમારા માટે બલિદાન આપ્યું છે, મારા માટે નહિ. જો તેમણે મારા તરફથી સન્માન અને સમર્પણ જોઈતું હોય તો મને પણ થોડું સન્માન આપવું પડશે.” સ્કુટીની ચાવી અને પર્સ ઉઠાવતા કાજલ બોલી.

“હવે તું ક્યાં જઈ રહી છે?” રૂમમાંથી બહાર નીકળતી કાજલને દેવ એ પૂછ્યું.

“જેમણે મને પેદા કરી, મારા માટે આખી રાત જાગ્યા, મારા ઝાડા પેશાબ સાફ કરો, ગંદા કપડા ધોવો, ભણાવી, લગ્ન કરાવ્યા તેમનું ઋણ ચુકવવા.” જતા જતા કાજલ બોલી.

પતિ અને સાસુની બુદ્ધિ ઠેકાણે આવી ગઈ.