‘બીરબલની ખીચડી’ – ઘણી રસપ્રદ છે આ બાળવાર્તા, પોતાના બાળકોને વાંચી સંભળાવજો.

0
1764

એક દિવસ અકબરે સભામાં ઘોષણા કરી કે, નગર પાસે જે તળાવ છે જેમાં શિયાળામાં પાણી બરફ બની જાય છે. જો કોઈ માણસ રાત ભર તેમાં ઉભો રહી શકે તો હું એમને મનગમતુ ઈનામ આપીશ !

કોઇ પણ માણસ આ શરત પુરી કરવા તૈયાર નહોતુ.

ધીમે ધીમે વાત આખા નગરમા ફેલાઇ.

એક ગરીબ માણસ આ કરવા માટે તૈયાર થઈ ગયો.

તેણે વિચાર્યુ કે આમેય ખાવાના સાંસા પડે છે.

જો શરત જીતીશ તો અઢળક ધન મળશે. અને આ દુ:ખમાથી મુક્તી મળશે.

નક્કી કરેલ સમયે તે માણસને તળાવમા આખી રાત્રી ઉભુ રહેવાનુ હતુ.

અકબરે એક સિપાહીને તે માણસનુ ધ્યાન રાખવા માટે મોકલ્યો.

એ માણસ એ તળાવમાં ગયો અને એણે આશરે 1 કિમી દૂર પ્રગટતા દીવા તરફ મોઢું કરીને ઉભા રહેવાનું સ્વીકાર કર્યું. આ વાતની સિપાહીને નવાઈ લાગી.

એ માણસ રાતભર કડકાડતી ઠંડીમાં તળાવમાં ઉભો રહ્યો.

સવારે રાજ્યસભામાં આવીને તેણે જણાવ્યુ કે આપની શરત મે પુરી કરી છે.

ત્યારે અકબરે સિપાહીને પૂછ્યું કે શું આ માણસે સાચે જ રાતભર તળાવમાં સમય પસાર કર્યો છે?

સિપાહીએ કહ્યું – હાં ! પણ આ માણસ આશરે 1 કિમી દૂર પ્રગટી રહેલા દીવાથી તાપ લઈ રહ્યો હતો.

આ સાંભળીને અકબરને ગુસ્સો આવી ગયો. અને એણે કોઈની વાત ના સાંભળી અને એ યુવાનને જેલમાં બંદ કરી દીધો.

સભામાં આ બધું બીરબલ જોઈ રહ્યો હતો. સભા પછી બીરબલે અકબરને આગ્રહ કરીને કીધું કે, આજે રાજા તેમના ઘરે ભોજન પર આવે. અકબરે નિમંત્રણ સ્વીકાર કરી લીધો.

અકબર બિરબલનાં ઘરે પહોંચ્યો.

બિરબલે કહ્યુ કે મહારાજ આપ થોડીવાર બગીચામાં આરામ ફરમાવો ભોજન તૈયાર થઇ રહ્યુ છે.

અકબર બગીચામા રાહ જોવા લાગ્યો..

આમ ઘણો સમય પસાર થઇ ગયો. તેને ભૂખ પણ લાગી હતી. પણ ભોજન તૈયાર નહી હતું.

થોડી થોડી વારે સિપાહીને ભોજનની તપાસ કરવા મોકલે ત્યારે બિરબલ સૈ નિકને એક જ જવાબ આપી દેતો કે થોડીવાર રાહ જુવો. ભોજન તૈયાર થઇ રહ્યુ છે.

આમ સમય પસાર થતો ગયો. અકબર હવે ભુખ અને ક્રોધથી વ્યાકુળ થઇ ગયો હતો.

ગુસ્સામા પોતે જ બીરબલ પાસે જઇને પૂછયું ભોજન ક્યારે મળશે મને કડકડતી ભુખ લાગી છે?

બીરબલે કીધું કે મે ત્રણ કલાક પહેલા ખિચડી રાંધવા માટે મૂકી છે પણ શું ખબર, એ શા માટે રંધાતી જ નથી?

અકબરે કીધું ક્યાં બની રહી છે મને બતાવો.

બીરબલ રાજાને એ સ્થળે લઇ ગયો.

અકબર તો એ દ્રશ્ય જોઇને ક્રોધથી લાલપીળો થઇ ગયો.

નીચે સગડી છે અને દસેક ફુટ ઉપર માટલીમાં ખિચડી રાંધવા મૂકી છે.

આ જોઈ અકબરે ગુસ્સામાં કહ્યું – બીરબલ શું તમે ગાંડા થઈ ગયા છો. આ રીતે તો પાણી પણ ગરમ નહી થશે. તો આ ખિચડી કેવી રીતે રંધાય?
ત્યારે બીરબલે કીધું કે રંધાશે મહારાજ ચોક્કસ ખીચડી પાકશે.

જો તળાવમાં ઉભેલા માણસને 1 કિમી દૂર પ્રગટતા દીવાથી તાપ મળી શકતો હોય તો ખિચડી થોડીક જ ઉચે છે. તો ચોક્કસ રાંધી શકાય છે.

હવે અકબરને પૂરી વાત સમજાઈ અને એણે તે યુવાનને મુક્ત કરી મનગમતું ઈનામ આપ્યું. આવી હતી બીરબલની પ્રસિદ્ધ ખિચડી.