શિવના અવતાર કહેવાતા દુર્વાસાજીનો જન્મ કેવી રીતે થયો.

0
646

દુર્વાસા સ્વરૂપે અવતાર

મહર્ષિ અત્રિજી અનસૂયાજીના પતિ છે. તેમણે પત્ની સહીત બ્રહ્માજીની આજ્ઞાથી પુત્ર માટે શિવજીની આરાધના કરી. તેમણે ઋણ પર્વત પર વિંધ્યાચળની પાસે નદીના તટ પર બેસીને ઘોર તપ કર્યું. તેમના શરીરમાંથી તીક્ષ્ણ અગ્નિની જ્વાળા પ્રગટ થઇ.

તેનાથી ત્રણે લોકે ભસ્મ થવા લાગ્યા. ઋષિ, મુનિ, ઈંદ્રાદિ બધા દેવતા બ્રહ્માજી પાસે આવ્યા. તેમને પોતાના દુઃખનું નિવેદન કર્યું. બ્રહ્માજી દેવતાઓની સાથે શિવજી પાસે ગયા. બધાએ મળીને શિવજીની ખુબ સ્તુતિ કરી. તેમના અગ્નિના તેજનું વર્ણન કરીને તેમનાથી ઉત્પન્ન થતું દુઃખનું વર્ણન કર્યું.

શિવજી બ્રહ્મા તથા વિષ્ણુની સાથે બેસીને ગોષ્ઠિ કર્યા પછી તેઓ ત્રણે જન અત્રિને વરદાન આપવા ગયા. અત્રિએ ત્રણેને ઓળખીને સ્તુતિ કરી. ત્રણેએ પોતાની અભિન્નતા કહીને પોતાના અંશથી પુત્રનું વરદાન આપ્યું. આનાથી સ્ત્રી ઋષિના અનસૂયાથી ત્રણ પુત્ર થયા. બ્રહ્માના અંશથી ચંદ્રમા, શિવજીના અંશથી દુર્વાસા થયા. દુર્વાસાજીની અનેક ચરિત્રકથાઓ આવે છે.

રાજા અંબરિષની તેમણે પરીક્ષા લીધી હતી. તેનાથી દુર્વાસાજી ક્રોધિત થઈને શાપ આપવા લાગ્યા. સુદર્શન ચક્રે તેમનો પીછો કર્યો. પછી આકાશવાણી દ્વારા એ ચક્ર રોકાઈ ગયું. એમને શિવનું રૂપ જાણીને અંબરિષે સ્તુતિ કરી તથા એમને વિધિવત ભોજન કરાવ્યું.

એકવાર આ દુર્વાસા રૂપ કાળ ભગવાને રામચંદ્રજીની પરીક્ષા લીધી. કાળરૂપ દુર્વાસાજીએ રામચંદ્રજી પાસે પ્રતિજ્ઞા લેવડાવી હતી કે ‘આપણા સંવાદમાં કોઈ ન આવે.’ પરંતુ લક્ષ્મણજી ત્યાં આવી ગયા. તેથી રામચંદ્રજીએ પોતાના વચન અનુસાર પોતાના પ્રિય ભાઈ લક્ષ્મનો ત્યાં કર્યો. આનાથી દુર્વાસાજી પ્રસન્ન થયા.

આ રીતે દુર્વાસાજીએ કૃષ્ણ ભગવાનની પણ પરીક્ષા લીધી હતી. તેઓ એમના ત્યાં ભોજન કરવા આવ્યા હતા શ્રીકૃષ્ણ બ્રાહ્મણભક્ત છે, એવું જાણીને એમણે શ્રીકૃષ્ણજીની પરીક્ષા લીધી. ત્યારે શ્રીકૃષ્ણ રુકિમણીની સાથે સ્વયં રથમાં જોડાઈને તેમને બેસાડીને ચાલ્યા. પ્રસન્ન થઇ દુર્વાસાએ વરદાન આપ્યું કે ‘તમારું અંગ વજ્રના સમાન થઇ જશે.’

એવા જ એક સમયે દુર્વાસાજી જળમાં નગ્ન સ્નાન કરી રહ્યા હતા. દ્રૌપદીએ પોતાની સાડીનું વસ્ત્ર ફાડીને તેમનું શરીર ઢાંકવા આપી દીધું. આ વસ્ત્ર જળમાં વહેતું એમની પાસે ગયું. દુર્વાસાજીએ પોતાના ગુપ્તાંગ ઢાંકી લીધા અને દ્રૌપદીને વસ્ત્રને વધવાનું વરદાન આપ્યું. જે વરદાનથી દ્રૌપદીએ પાંડવોને સુખી બનાવ્યા. આ રીતે દુર્વાસાજીના અનેક ચરિત્રો શાસ્ત્રોમાં જોવા મળે છે.