પરણિત સ્ત્રીઓ માટે હિંદુ માન્યતાઓ : જાણો શા માટે પરિણીત સ્ત્રીઓ માટે કાળા કે સફેદ કપડાં અશુભ ગણાય છે?
હિંદુ ધર્મમાં ઘણી એવી માન્યતાઓ છે, જેનું આપણે બધા જાણ્યે-અજાણ્યે પાલન કરીએ છીએ. આવી જ એક માન્યતા પરણિત સ્ત્રી દ્વારા કાળા કે સફેદ રંગના વસ્ત્રો પહેરવા સાથે સંકળાયેલ છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.
હિંદુ ધર્મમાં ઘણી માન્યતાઓ છે, જે પરિણીત સ્ત્રીઓ સાથે જોડાયેલી છે. આ માન્યતાઓમાંની એક છે પરણિત સ્ત્રી દ્વારા કાળા કે સફેદ વસ્ત્રો પહેરવા વિષેની માન્યતા. ખરેખર તો હિંદુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે પરણિત સ્ત્રીએ સફેદ કે કાળા કપડા ઓછામાં ઓછા પહેરવા જોઈએ અને જો શક્ય હોય તો આ બે રંગોના કપડાં પહેરવાનું ટાળો. કારણ કે આ બંને રંગો પરિણીત સ્ત્રી માટે અશુભતાનું પ્રતીક માનવામાં આવે છે. ચાલો જાણીએ જ્યોતિષ નિષ્ણાત ડૉ. રાધાકાંત વત્સ પાસેથી તેની પાછળનું તર્ક અને સત્ય શું છે.
હિંદુ ધર્મમાં કન્યાના પોશાકથી લઈને લગ્ન પછી પહેરવામાં આવતા કપડા સુધી રંગોને ખૂબ મહત્વ આપવામાં આવે છે. જ્યાં એક તરફ કન્યાના પોશાકનો રંગ લાલ કે સોનેરી હોવો શુભ માનવામાં આવે છે, ત્યાં વળી લગ્ન પછી કોઈ સ્ત્રી માટે લાલ, પીળો, લીલો, ગુલાબી, કેસરી, જાંબલી વગેરે જેવા કોઈપણ રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. માત્ર કાળો અને સફેદ સિવાય. આ પાછળનો તર્ક ધાર્મિક સંસ્કૃતિ છે.
ખરેખર તો, હિંદુ ધર્મમાં, કોઈના મૃત્યુ સમયે સફેદ રંગના કપડાં પહેરવામાં આવે છે. ધાર્મિક મહત્વ પ્રમાણે, સફેદ રંગ નીરસ છે અને તેને શોકનું પ્રતીક માનવામાં આવે છે. કોઈના મૃત્યુ પછી તેના સંબંધીઓ સફેદ વસ્ત્રો પહેરીને શોક વ્યક્ત કરે છે. આવી સ્થિતિમાં પરિણીત સ્ત્રી માટે સફેદ વસ્ત્રો પહેરવા અશુભ માનવામાં આવે છે. સફેદ રંગ ધારણ કરવો એ પતિનું મૃત્યુ અથવા પતિ પર સંકટનો સંકેત આપે છે.
હિંદુ ધર્મમાં એવું પણ માનવામાં આવે છે કે પરિણીત સ્ત્રીએ કાળા કપડા ન પહેરવા જોઈએ. કારણ કે કાળો રંગ ડાર્ક એનર્જી એટલે કે નકારાત્મક ઉર્જા સાથે સંકળાયેલો છે. તેમજ કાળો રંગ રાહુ ગ્રહ સાથે પણ સંકળાયેલ છે. જો પરિણીત સ્ત્રી કાળા રંગના વસ્ત્રો પહેરે તો રાહુની અશુભ અસર વધે છે અને રાહુના કારણે દાંપત્ય જીવનમાં વિવિધ પ્રકારની પરેશાનીઓ આવવા લાગે છે. આ કારણોસર હિંદુ ધર્મમાં પરિણીત સ્ત્રીઓને કાળા અને સફેદ વસ્ત્રો પહેરવાની મનાઈ છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. અમે તેની પુષ્ટિ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)
આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.