1975 પછી જન્મેલ પેઢીને ખબર નહિ હોય કે “ખાડું” કોને કહેવાય, વાંચો લુપ્ત થયેલ શબ્દ વિષે.

0
1263

“ખાડું”

સન ૧૯૭૫ પછી લુપ્ત થયેલ શબ્દ.

ખાડું શબ્દ ઉત્તર ગુજરાતના ગામડાઓમાં ભેંસોના સમૂહ માટે વપરાતો હતો. 1975 પછી જન્મેલ પેઢીને ખબર ના હોય કે “ખાડું” કોને કહેવાય.

આખા ગામની ભેંસો એક જગ્યાએ ભેગી થાય તેનું નામ ખાડું.

૧૦ વર્ષથી મોટા હોય તેઓને સવારે ૬ વાગે ઉઠાડવામાં આવે.

બા અથવા બાપુ બુમ મા રે ઉઠો ખાડુંની વેળા થઈ એટલે ઉઠી જવું જ પડે, કેમકે ભેંસો ઘરમાં જ બાંધેલી હોય નીકળે ત્યારે છાણ પાણી થાય.

પછી ભેંસો લઈ ગોંદરે (પાદર) જવાનું. આખા ગામના મિત્રો તથા વડીલો રસ્તામાં મળે, કોઈવાર ભેંસો તળાવમાં દોડી જાય અને નીકળે નહીં તો તળાવમાં પડવું પડે.

અમારા ગામમાં વાશીભા રબારી ખાડું ચારતા. ગામની લગભગ ૫૦૦ ભેંસો એ વખતે હતી અને વાશીભા દરેકની ભેંસ ઓળખે એ એમની ખાસિયત હતી.

ભેંસ મૂકવા જાઓ તો તેમને ભળાવવી પડે તો જ જવાબદારી રાખે અને બીજા દિવસે કહે પણ ખરા કે, કાલે ભલાવી નહોતી. એમને યાદ પણ હોય એવા હતા વાશીભા.

વર્ષમાં એકવાર તમારો વારો આવે છાણ લેવાનો. ગામમાં કુટુંબ દીઠ વારા આવે અને બધી ભેંસોનું છાણ એકઠું કરવાનું, આખા ઘરના સભ્યો ગામમાં ફેલાઈ જાય અલગ અલગ જગ્યાએ અને છાણ એકઠું કરે એકજ જગ્યાએ.

ભેંસ ઘરની બહાર નીકળે એટલે ધણીનો હકક ના લાગે જેનો વારો હોય તે જ લઈ શકે નહિતર ઘણીવાર પોલીયા (છાણ) માટે ઝગડા થઈ જાય.

બપોરે ભેંસો એકસાથે ગામમાં આવે તોફાન કરતી. કદાચ KBC માં પૂછાય ખાડું કોને કેવાય તો કામ લાગશે.

જે ભાઈઓને અનુભવ હોય તો કોમેન્ટમાં જણાવશો.

જય ખોડલ.

– ખેડૂતપુત્રએ શેર કરેલી પોસ્ટ.