1980 અને 1990 ની વચ્ચે જન્મેલા લોકોના બાળપણ વિષે જાણશો તો ખરા અર્થમાં બાળપણ શું છે તે સમજાશે.

0
954

આપણે લોકો જે 1980 અને 1990 ની વચ્ચે જન્મ્યા છીએ એમણે અદ્ભુત બાળપણ પસાર કર્યું છે.

આપણે લોકો ધન્ય છીએ કારણ કે,

આપણે ક્યારેય પ્રાણીઓની જેમ પુસ્તકોને ભારની જેમ ઉંચકીને નિશાળે લઈ જવાની જરૂર નહોતી.

આપણે સરકારી શાળામાં જ ભણીને સારું શિક્ષણ મેળવ્યું.

આપણા અભ્યાસ માટે આપણા માતાપિતાએ તેમના કાર્યક્રમોને ક્યારેય આગળ પાછળ કરવા નથી પડ્યા.

નિશાળેથી આવ્યા પછી આપણે સૂર્યાસ્ત થાય ત્યાં સુધી રમતાં રહેતા હતા.

ક્રિકેટ અને વોલીબોલ તો રમતા જ હતા પરંતુ એવી રમત પણ રમતા હતા, જે આજે જોવા પણ મળતી નથી.

જેવી કે ગિલ્લી ડંડો, ભમરડો ફેરવવો, પક્કડ દાવ, લખોટી રમવી, ચોર પોલીસ, લાંબી કૂદ, ​​સાતેલી, ખો ખો, પૈડું ફેરવવું એ સિવાય પણ ઘણી મનોરંજક રમતો હતી.

ક્યારેક ક્યારેક આપણે આપણા પોતાના રમકડા બનાવીને પણ રમતા હતા, જેવા કે કાગળની હોડી બનાવવી, કાગળનું વિમાન બનાવવું, કાગળના રમકડાં બનાવીને રમતા.

જ્યારે પણ તરસ લાગે ત્યારે નળમાંથી પાણી પીવું, જે સલામત જ હતું. અને આપણે ક્યારેય મિનરલ બોટલને નથી શોધી.

આપણે ક્યારેય પણ ચાર લોકો એક જ ગ્લાસમાં દૂધ પીવા છતાં બીમાર નથી પડ્યા, આપણે રોજ થાળી ભરીને ભાત ખાધા તો પણ જાડા નથી થયા.

આપણા મનપસંદ ટીવી સિરિયલ મોગલી, ડિઝની, રામાયણ, મહાભારત, અલીફ લૈલા, ચંદ્રકાન્તા શક્તિમાન વગેરે હતા.

આજકાલ દરેકના ઘરમાં સેટેલાઇટ ચેનલ છે, પણ મજા તો રેડિયોની છે.

બિનાકા ગીતમાલા અને ગામ જગત કાર્યક્રમ સાંભળવામાં અને દૂરદર્શન પર ચિત્રહર જોવામાં જે મજા આવતી તેની તો વાત જ જુદી છે.

આપણને ગરમીની પણ ચિંતા નોહતી, ધગધગતા તડકામાં પણ આખું ગામ ઉઘાડા પગે ફરતા છતાં આપણા પગને કાઈ નોહતું થતું.

આપણને સ્વસ્થ રહેવા માટે સપ્લિમેન્ટ લેવાની જરૂર નોહતી પડતી, કારણ કે આપણી રમતો જ હેલ્દી હતી એટલે ઓછા બીમાર પડતા.

આપણી પાસે મોબાઈલ, ડીવીડી, પ્લે સ્ટેશન, એક્સબોક્સ, પીસી, ઈન્ટરનેટ, ચેટીંગ વગેરે નહોતું, અને એવી કોઈ વસ્તુની જરૂર પણ ના પડી કારણ કે આપણી પાસે સાચા મિત્રો હતા.

આપણે જાણ કર્યા વિના મિત્રોના ઘરે જઈને મજા કરતા હતા, અને તેમની સાથે ખાવાની મજા લેતા હતા. તેમને ફોન કરીને ક્યારેય એપોઈન્ટમેન્ટ નોહતી લેવી પડતી.

આપણે એક અદ્ભુત અને સૌથી સ્માર્ટ પેઢી છીએ કારણ કે આપણે તે છેલ્લી પેઢી છીએ, જે પોતાના માતા-પિતાનું સાંભળે છે.

આભાર.