આ તારીખે જન્મેલા લોકો ઉપર શનિ દેવની રહે છે કૃપા, સમાજમાં બનાવે છે પોતાની અલગ ઓળખાણ.

0
1265

જો તમારો જન્મ થયો છે આ તારીખે તો જાણી લો શનિ દેવ તમારા પર કેટલા મહેરબાન રહે છે, આપે છે આટલા બધા લાભ.

કોઈ પણ વ્યક્તિના ભવિષ્ય અને જીવન વિષે જાણવાની એક રીત અંક જ્યોતિષ પણ છે. જેમાં આંકડાના આધાર ઉપર ભવિષ્યવાણી કરવામાં આવે છે. અંક જ્યોતિષમાં કોઈ પણ વ્યક્તિની જન્મ તારીખ ઉપરથી તેના જીવન વિષે ઘણું બધું જાણી શકાય છે. જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની 8, 17 અને 26 તારીખના રોજ થાય છે તેમનો મૂળાંક 8 હશે. આ અંકના સ્વામી શનિદેવ માનવામાં આવે છે. જે કારણે મૂળાંક 8 વાળા ઉપર શનિદેવની વિશેષ કૃપા રહે છે.

મૂળાંક 8 ના લોકો રહસ્યમયી સ્વભાવના હોય છે. તે પોતાના મનની વાત જલ્દી કોઈ સાથે શેર નથી કરી શકતા. તેમને દેખાડો કરવો જરાપણ પસંદ નથી હોતો. તે ઘણા મહેનતુ હોય છે. તેઓ એક વખત જે કામ કરવાનું નક્કી કરી લે છે તેમાં સફળતા મેળવીને જ જંપે છે. તેમને સાદું જીવન ગમે છે. તે વધુ સોશિયલ નથી હોતા. જેથી તેમના મિત્ર પણ ઓછા બને છે. તે જલ્દીથી કોઈના ઉપર વિશ્વાસ નથી કરતા. તે સાચા મિત્ર બને છે. તે ઈમાનદાર, મહેનતુ, સંઘર્ષશીલ અને ધીરજવાન હોય છે.

આ મૂળાંકના લોકો કોઈ પણ કામ ખુબ જ સમજી વિચારીને કરે છે. જેથી તેમને સફળતા મળવાની ઘણી વધુ શક્યતા રહે છે. તે ભાગ્યના વિશ્વાસે ન બેસીને પોતાના કર્મ ઉપર ધ્યાન આપે છે. તે મહેનતથી કાંઈ પણ પ્રાપ્ત કરી શકે છે. તેની આર્થીક સ્થિતિ સરેરાશ સારી રહે છે કેમ કે તે ખોટી વસ્તુ ઉપર પૈસા ખર્ચ નથી કરતા. તે પોતાના પૈસા સાચવીને રાખે છે જેથી થોડા સમય પછી તેમની પાસે ઘણા પૈસા એકઠા થઇ જાય છે. તે ધનવાન બને છે.

તે લોકો પોતાના કામથી કામ રાખે છે. દુનિયા તેમના વિષે શું વિચારી રહી છે તે વાતથી તેમને કોઈ ફરક નથી પડતો. તે મહેનત કરીને કારકિર્દીમાં ઘણું સારું સ્થાન પ્રાપ્ત કરી લે છે. લાઈફમાં ભલે કેટલી પણ તકલીફો કેમ ન આવી જાય તે જલ્દી હાર નથી માનતા. તે પડકારોથી ગભરાતા નથી પણ તેનો મક્કમતા પૂર્વક સામનો કરે છે.

સ્પષ્ટતા : અહિયાં પૂરી પાડવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ ઉપર આધારિત છે. અહિયાં એ જણાવવું જરૂરી છે કે અમે કોઈ પણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ નથી કરતા. કોઈ પણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

આ માહિતી એબીપી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.