3 દીકરી પછી વહુને સંતાનમાં દીકરો જ થાય એવી ઈચ્છા રાખનાર સાસુને ભગવાને કેવી સજા આપી તે જાણો.

0
1905

મીના અલી ઓ મીના, શું કરી રહી છે? જલ્દી જલ્દી ઘરનું કામ પતાવ. આવું કહીને સાસુ મીનાને ખીજાઈ છે.

મીનાના લગ્નને સાત વર્ષ થયા છે. પહેલા 2 વર્ષ દરમિયાન તો તેને કોઈ સંતાન ન થયું, પછી સતત ત્રણ દીકરીઓ થઇ. પહેલી દીકરીને તો તેની સાસુએ પ્રેમ પૂર્વક સ્વીકારી. ત્યાર પછી સતત બે દીકરીઓ થવાથી તેની સાસુ ઉપર આભ જ તૂટી પડ્યો.

આ દરમિયાન મીનાને દીકરો ન થવાને કારણે, તેની સાસુનું તેને મ-હે-ણાં મા-ર-વા-નું ચાલુ જ રહ્યું. એક વખત ફરી સંતાન થવાનું હતું આથી મીના ઘણી ગભરાઈ રહી છે.

તેની સાસુએ કડક શબ્દોમાં કહ્યું, સાંભળી લે મીના આ વખતે જો તે દીકરીને જન્મ આપ્યો, તો તને અને છોકરી બંનેને મા-રી-ના-ખી-શ.

એ પછી તો મીના દિવસેને દિવસે દુઃખી રહેવા લાગી. તે વિચારતી હતી કે જો છોકરી આવી ગઈ તો હું શું કરીશ?

એક દિવસ મીનાએ પોતાના પતિને પરીક્ષણ કરાવવા માટે કહ્યું. બીજા દિવસે બંને જણા શહેરમાં ગયા. પરીક્ષણ કરાવ્યું તો જાણવા મળ્યું કે આ વખતે પણ છોકરી જ છે.

મીનાના તો હોંશ જ ઉડી ગયા. તે રાત દિવસ દુઃખી રહેવા લાગી. અને આ તરફ તેની સાસુનું તેને ત્રા-સ-આપવાનું ઘણું વધી ગયું.

ડિલિવરીનો સમય નજીક આવી ગયો. તેની સાસુ ગાળોનો વરસાદ વરસાવતી તેને હોસ્પિટલમાં લઇ ગઈ. તેનો પતિ પણ તેની સાથે હતો. તેનો પતિ મૂંગી બિલાડી બનીને બેસી રહેતો હતો. તે પોતાની માં સામે એક શબ્દ પણ બોલી શકતો ન હતો

મીનાને રૂમમાં લઇ જવામાં આવી. બહાર લોબીમાં તેની સાસુ બેસીને રાહ જોઈ રહી હતી. તે વિચારી રહી હતી કે થશે તો છોકરી જ. ઘરે જઈને બંનેને મા-રી-ના-ખી-શ.

થોડા સમય પછી નર્સ એક સુંદર એવા બાળકને લઈને આવી, અને તેની સાસુને હલાવીને કહ્યું, માજી અભિનંદન છે તમને દીકરો થયો છે. કોઈ જવાબ ન મળ્યો, તો નર્સે તેની સાસુને હલાવી. તેનું માથું એક તરફ ઢળી ગયું. થોડી વારમાં સાસુનો જી-વ નીકળી ગયો. ડોક્ટર આવ્યા અને તપાસ કરીને જણાવ્યું, ગંભીર હાર્ટ એટેક હતો. તેમને કોઈ આઘાત લાગ્યો હશે.

આવી રીતે છોકરા છોકરીના વિચારની સરખામણીમાં સાસુએ પોતાનો જીવ ગુમાવી દીધો. જો સાસુએ વારસદાર તરીકે દીકરાની ઈચ્છા પર જોર ન આપ્યું હોત તો પરિવાર સાથે ખુશી ખુશી જીવન પસાર કરી રહી હોત.

(આ બાબતે તમારા વિચાર કોમેન્ટ કરીને જણાવજો.)