જયારે એક બ્રહ્મલીન અસ્તિત્વ બજરંગબલીની આરતી કરીને અદ્રશ્ય થઈ ગયું. વાંચો રસપ્રદ પ્રસંગ.

0
357

સ્વામીજીનો આશ્રમ સાંજ પડે તો ઉજ્જડ થઇ જતો.

કોઈ ના હોઈ ત્યારે સ્વામીજી એકલા રામ સ્મરણ કરે. ત્યાં ફક્ત બે પાળેલા હરણ હોય.

બસ વાળું પાણી કરીને સુઈ જાય.

ઘસઘસાટ ઉંઘ ના આવે તો સન્યાસ શા કામનો?

બરાબર પાંચ વાગે એટલે એકાદ બે માણસ આરતી કરવા આવે.

સ્વામી તો નાહી ધોઈ તૈયાર જ હોય. બસ આજ ક્રમ.

આજે રાત્રે સ્વામીની આંખો ખુલી ગઈ.

ટેકરી ઉપરના મંદિર માં કોઈ આરતી કરતુ હોઈ તેવો અવાજ આવતો હતો.

ઊંડો શ્વાશ ……. સ્વામી જાણે કોઈ અગમ્ય બળથી ખેંચાતા હોઈ તેમ ધીમે ધીમે ટેકરી ચડવા લાગ્યા.

હવે અવાજ સ્પષ્ટ થતો હતો.

રામદુત અતુલિત બલ ધામા

અંજની પુત્ર પવનસુત નામા…

સ્વામી પણ તંદ્રામાંજ સાથે સાથે ગાવા લાગ્યા.

આંખો ખુલી બસ ધૂપ, સુવાસ અને વેરાયેલા ફૂલો.

સ્વામીનો અનુભવ સાચો હતો. સ્વામીને ખબર હતી કે કોઈક વાર તેમના ગુરુભાઈનું બ્રહ્મલીન અસ્તિત્વ પવન બનીને પવનપુત્ર પાસે પહોંચી જાય છે.

સ્પન્દનો ઉભા કરી આરતી કરે છે.

મૂર્તિ એને ગમે છે,

મૂર્તિને પણ તે ગમે છે.

મૂર્તિ અને ભક્ત વચ્ચેના સ્પંદનો આશ્રમ માં એકલા રહેતા સ્વામી અનુભવી રહ્યા હતા.

– સાભાર અતુલ રાવ (અમર કથાઓ ગ્રુપ)