બ્રાહ્મણ અને બકરીની આ નાનકડી વાર્તામાં જીવનનો એક મોટો પાઠ છુપાયેલો છે, વાંચવાનું ચૂકશો નહિ.

0
2572

એક ગરીબ બ્રાહ્મણ પશુપાલન માટે ખભે બકરી લઈને જતો હતો. આ દ્રશ્ય ચાર ઠગોએ જોયું. બકરી પડાવવા, પોતાના સ્વાર્થ-લાભ માટે એક યુક્તિ વિચારી.

એક ઠગ રસ્તા વચ્ચે આવી કહેવા લાગ્યો કે મહારાજ આટલા જ્ઞાની પુરુષ થઈને આ કૂતરું ખભે મુકીને ક્યાં જાઓ છો?

બ્રાહ્મણે કહ્યું કે ભલા માણસ આ કૂતરું નથી પણ બકરી છે.

ઠગ બ્રાહ્મણ ને સમજાવવા પ્રયત્ન કરે છે કે આ બકરી નહિ પણ કૂતરું જ છે.

આ પહેલા ઠગથી બ્રાહ્મણ ડગ્યો નહિ એટલે બીજો ઠગ રસ્તા વચ્ચે આવી કહેવા લાગ્યો કે, મહારાજ આટલા જ્ઞાની પુરુષ થઈને આ કૂતરું ખભે મુકીને ક્યાં જાઓ છો?

બ્રાહ્મણે કહ્યું કે ભલા માણસ આ કૂતરું નથી પણ બકરી છે.

ઠગ બ્રાહ્મણને સમજાવવા પ્રયત્ન કરે છે કે આ બકરી નહિ પણ કૂતરું જ છે.

હવે બીજા ઠગથી બ્રાહ્મણ ડગ્યો નહિ એટલે ત્રીજો ઠગ રસ્તા વચ્ચે આવી કહેવા લાગ્યો કે, મહારાજ આટલા જ્ઞાની પુરુષ થઈને આ કૂતરું ખભે મુકીને ક્યાં જાઓ છો?

બ્રાહ્મણે કહ્યું કે ભલા માણસ આ કૂતરું નથી પણ બકરી છે.

ઠગ બ્રાહ્મણને સમજાવવા પ્રયત્ન કરે છે કે આ બકરી નહિ પણ કૂતરું જ છે.

(હવે બ્રાહ્મણનાં મનમાં બકરી વિશે અવનવા વિચાર આવવા લાગ્યા)

એટલામાં ચોથો ઠગ રસ્તા વચ્ચે આવી કહેવા લાગ્યો કે મહારાજ આટલા જ્ઞાની પુરુષ થઈને આ કૂતરું ખભે મુકીને ક્યાં જાઓ છો?

હવે આટઆટલા લોકોએ જ્યારે ખભે કુતરુ હોવાનું કહ્યુ. એટલે ભોળો બ્રાહ્મણ ડરી ગયો. તેને લાગ્યુ કે ખરેખર આ ભુતપ્રેત કે એવુ કઇક લાગે છે. જે મને બકરી દેખાય છે અને બિજાને કુતરુ.

આથી ડરને લીધે બકરી મૂકીને ભાગવા લાગ્યો.

પછી ચારેય ઠગો બકરીને લઇને મિજબાની કરવા નિકળી ગયા.

આમાં લેખક શું કહેવા માંગે છે? એ તમારે નક્કી કરવાનુ છે.