ગામ ના વણકરે પ્રેમ થી વણેલી ધોતલી સહજાનંદ સ્વામી શરીર ઉપર ઓઢતા.
ફૂલો ની ભાત વાળી ધોતલી બ્રહ્માનંદ સ્વામી ને પણ ગમી ગઈ.
સહજાનંદ સ્વામી મહારાજ એક દિવસ આ ધોતલી પહેરી ને સવાર ની પૂજા કરતા હતા, ત્યારે બ્રહ્માનંદ સ્વામી સામે આવી ને બેસી ગયા અને કૈક આવો છંદ રચ્યો,
ધન્ય ધન્ય તેરો સુત વિહારી
ધન્ય તું તો કાંતણ હારી
ધન્ય છો તું વણકર વાણી
ધન્ય તારી જેને છાપ સમારી
ચતુર હસ્ત પ્રમાણ પીરછાઈ
ધન્ય છો તું સંતન મનભાઈ
કોઈ જિસકો ના ઢાંક શકે
અનંત કોટી બ્રહ્માંડ તે હર કર ઠંકાઈ
વ્રજ વાસી હરખત વિસાલિત્ત ફિરે
હર દિન નિરખત ધન્ય ધોતલી કિનારી
જૈસે નીર બહે જમનાકા પાની
બુની ધોતલી તુને બુંદ બુંદ લે પાની
કહે બ્રહ્ન કવિ ઓઢત કૃષ્ણ
ધન્ય ધન્ય તું વણકર વેદ વાણી
કર હાથ કરી પ્રસાદ ધરું તોરે પેર પડું
ચરખા પે તેરે તિલક મેં કરું
મૂજે દે તું વસ્ત્ર તેરે અંગ જો ધારી
તો તેરે સાથ ઊંડું મેં ગગન વિહારી.
સહજાનંદ સ્વામી એ છંદ સાંભળી ને માથે ઓઢેલી ધોતલી બ્રહ્માનંદ સ્વામીને તેને તેજ વખતે આપી પછી પ્રેમ થી કવિ બ્રહ્માનંદ ને ભેટી પડ્યા.
આજે પણ આ ધોતલી મુળી માં કોઈ જગ્યા છે.
– સાભાર અતુલ રાવ (અમર કથાઓ ગ્રુપ)