દરેક કામમાં સફળતા અપાવે છે ચૈત્ર નવરાત્રીના આ ઉપાય, માઁ દુર્ગાના મળે છે આશીર્વાદ.

0
452

હિન્દુ ધર્મ અનુસાર નવરાત્રી વર્ષમાં 4 વખત ઉજવવામાં આવે છે. તેમાંથી 2 પ્રત્યક્ષ નવરાત્રિ અને 2 ગુપ્ત નવરાત્રિ હોય છે. ચૈત્ર અને આસો મહિનાની નવરાત્રિ પ્રત્યક્ષ નવરાત્રિ હોય છે, જેમાં માઁ દુર્ગાની પૂજા-આરાધનાની સાથે-સાથે અનેક સજાવટ વગેરે પણ કરવામાં આવે છે. આસો માસની નવરાત્રીમાં ઉત્સવ પણ થાય છે, ઠેર ઠેર ગરબા પણ રમાય છે, ભંડારા અને જાગરણ થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી 22 માર્ચ 2023 થી શરૂ થવા જઈ રહી છે. નવરાત્રીના 9 દિવસ દરમિયાન દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે.

નવરાત્રી પર ધન પ્રાપ્તિના ઉપાય :

માન્યતા છે કે નવરાત્રિ દરમિયાન, માઁ દુર્ગા પોતે પૃથ્વી પર વિચરણ કરે છે, તેથી આ સમય માઁ ના આશીર્વાદ મેળવવા, તેમને પ્રસન્ન કરવા માટે ખૂબ જ યોગ્ય છે. આવી સ્થિતિમાં નવરાત્રિ દરમિયાન કરવામાં આવેલા ઉપાયો ઉત્તમ ફળ આપે છે. આવો જાણીએ આ ચૈત્ર નવરાત્રિમાં કયા ઉપાય કરવા જોઈએ.

ચૈત્ર નવરાત્રિ પર આ ઉપાયો અવશ્ય અજમાવો :

નવરાત્રિની શરૂઆતમાં જ આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો. આમ કરવાથી ઘરની નકારાત્મકતા દૂર થશે અને સકારાત્મકતાનો સંચાર થશે. આમ કરવાથી નકારાત્મક શક્તિઓ ઘરથી દૂર રહે છે અને આર્થિક સમૃદ્ધિ આવે છે.

નવરાત્રિ પર માઁ દુર્ગાની પૂજા કરો, પરંતુ દરરોજ માઁ ની પૂજા કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરો. આમ કરવાથી પ્રથમ પૂજ્ય ગણેશ પ્રસન્ન થાય છે. તે બુદ્ધિ અને ધનના દાતા છે.

દામ્પત્ય જીવનમાં સુખ અને મધુરતા મેળવવા માટે નવરાત્રિ દરમિયાન ઘરમાં ઘટસ્થાપન કરો. તેમજ ઘટસ્થાપન પહેલા સ્વસ્તિકનું ચિહ્ન બનાવો.

નવરાત્રિ દરમિયાન ઘરમાં તુલસીનો છોડ ચોક્કસ લગાવો. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. યાદ રાખો કે તુલસીના છોડ પાસે સિક્કો રાખવો અને ધન આપવા માટે પ્રાર્થના કરો.

ઋણમાંથી મુક્તિ મેળવવા માટે નવરાત્રિ દરમિયાન વહેતા પાણીમાં ગૂંથેલા લોટના લોયા પધરાવો. તેનાથી જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે અને જીવનમાં સમૃદ્ધિ આવે છે.

જો તમે નોકરીમાં પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મેળવવા માંગતા હોવ તો નવરાત્રિ દરમિયાન માતારાણીને પાનનું બીડું ચઢાવો. નોકરી-ધંધામાં ઝડપી પ્રગતિ થશે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. અમે તેની પુષ્ટિ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.