કુંડળીમાં બુધ અશુભ છે તો આ રીતે કરો તેને શુભ, માં દુર્ગા કરશે તેમાં તમારી મદદ.

0
342

આ રાશિ માટે ખતરનાક સાબિત થાય છે બુધ, જ્યોતિષના આ ઉપાય અપાવશે તમને સુખી જીવન.

જ્યોતિષમાં દરેક ગ્રહનું ખાસ મહત્વ છે. જે રીતે કુંડળીમાં સૂર્યનું મહત્વ છે, તે રીતે બુધ ગ્રહ પણ મહત્વપૂર્ણ હોય છે. જો કુંડળીમાં બુધ ગ્રહ શુભ સ્થિતિમાં નથી તો માણસનું જીવન સુખી નથી હોતું. એટલા માટે જ્યોતિષ શાસ્ત્રમાં બુધને રાજકુમાર કહેવામાં આવે છે. કુંડળીમાં રહેલા અશુભ બુધને મજબુત કરી જીવનને સુખમય બનાવી શકાય છે. આવો જાણીએ બુધ ગ્રહને કેવી રીતે મજબુત બનાવી શકાય.

કેવી રીતે બુધ ગ્રહ થાય છે અશુભ : બુધ ગ્રહોના રાજકુમાર છે. તેને સૂર્યનો સૌથી નજીકનો માનવામાં આવે છે. કુંડળીમાં બુધ અને સૂર્ય લગભગ એક સાથે જ રહે છે. કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં 4, 6 ,8 અને 12 માં ગૃહમાં રહેલો બુધ શુભ પરિણામ નથી આપતો. તેમજ બુધ ગ્રહ ઉપર જો શનિ અને રાહુની દ્રષ્ટિ પડે તો અશુભ પરિણામ મળે છે. તે ઉપરાંત બુધ કન્યા રાશિમાં ઉચ્ચ હોય છે, જયારે મીન રાશિમાં નીચ રહીને બધા કામ બગાડે છે. સાથે જ જો બુધ મેષ, કર્ક, વૃશ્ચિક અને ધનુ રાશિમાં હોય તો અશુભ રહે છે.

શુભ બુધથી મળે છે આ લાભ : બુધ ગ્રહ બોલવાની સારી શક્તિ આપે છે. બુધના શુભ સ્થિતિમાં હોવા પર બુદ્ધી તેજ બને છે. તે ઉપરાંત વિદ્યા, સંતાન અને વેપારનો કારક પણ બુધ ગ્રહ જ હોય છે. અશુભ બુધને કારણે લોકોની બુદ્ધી મંદ પડી જાય છે. સાથે જ ત્વચા સંબંધિત રોગ પરેશાન કરે છે. તે ઉપરાંત અશુભ બુધને કારણે બોલવાની ક્ષમતા ઓછી થવા લાગે છે. સાથે જ સંતાનને કષ્ટ થાય છે.

બુધને શુભ કરવાના ઉપાય :

જ્યોતિષીને કુંડળી દેખાડીને પન્ના રત્ન ધારણ કરો.

પન્નાને ચાંદી કે સોનાની ધાતુમાં બુધવારના દિવસે ધારણ કરો.

પન્નાને સૌથી નાની આંગળીમાં ધારણ કરવામાં આવે છે.

લીલા રંગની વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરો.

માં દુર્ગા, ભગવાન ગણેશ અને વિષ્ણુ દેવની નિયમિત પૂજા કરો.

બુધવારના દિવસે આખા મગ, ખાંડ અને નાની ઈલાયચીનું દાન કરવાની સાથે સાથે ગાયને લીલું ઘાંસ ખવરાવો.

બુધવારના રોજ કન્યા પૂજા કરીને તેમને લીલી વસ્તુઓનું દાન કરો.

(નોંધ : અહિયાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.