બુધનું 7 તારીખે થશે ગોચર, જાણો તમારા જીવન પર કેવી થશે અસર અને બુધની શાંતિ માટે શું કરવું? 

0
279

7 ફેબ્રુઆરીએ બુધ બદલશે રાશિ, આ દરમિયાન ભૂલથી પણ ન કરો આ લોકોનું અપમાન, નહીં તો…

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બુધને ગ્રહનો રાજકુમાર ગ્રહ માનવામાં આવે છે અને તે બુદ્ધિ અને સંચાર ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરતો ગ્રહ પણ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો તે વ્યક્તિ પોતાની બુદ્ધિનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતો નથી. જ્યારે બુધ નબળો હોય છે, ત્યારે વ્યક્તિ સારી રીતે બોલી શકતો નથી, કેટલીકવાર તે તોતડાય પણ છે. હિન્દુ પંચાંગ મુજબ, બુધ ગ્રહ 07 ફેબ્રુઆરી 2023 ના રોજ સવારે 7:11 વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કરશે.

બુધના રાશિ પરિવર્તનની અસર :

જ્યારે બુધ ગ્રહ મકર રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે તમામ રાશિઓ પર તેની અસર થશે. મકર રાશિના લોકો મહેનતુ અને અત્યંત વ્યવહારુ હોય છે. શનિ આ રાશિનો સ્વામી છે. શનિ અને બુધ મિત્રો છે તેથી તેઓ એકબીજાને મદદરૂપ છે. બુધ સામાન્ય રીતે એકાઉન્ટ્સ, બેન્કિંગ, મોબાઈલ, નેટવર્કિંગ, કોમ્પ્યુટર અને બિઝનેસ વગેરે સંબંધિત ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે.

જો કુંડળીમાં બુધ ગ્રહ બળવાન રહે તો વ્યક્તિને આ તમામ ક્ષેત્રોમાં સફળતા મળે છે. જો વ્યક્તિ લેખક, જ્યોતિષ, સમાચાર પત્રકાર, મીડિયા પ્રોફેશનલ, ગણિતશાસ્ત્રી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વકીલ, વેપારી, ચિત્રકાર, શિલ્પકાર વગેરે ક્ષેત્રે કાર્યરત હોય તો તેને સારી સફળતા મળે છે.

કિન્નરનું અપમાન ન કરો :

બુધના ગોચર દરમિયાન ટેક્નોલોજી ક્ષેત્રે નવી શોધ થઈ શકે છે.

સંઘર્ષ કરી રહેલી સ્ટાર્ટઅપ કંપનીઓમાં સારો ગ્રોથ જોવા મળશે. શેરબજાર અને સટ્ટાકીય વ્યવસાયમાં સારો ફાયદો થઈ શકે છે. અંગત જીવન અને વ્યવસાયિક જીવનમાં યોગ્ય નિર્ણયો લઈ શકશો. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો તેણે ભૂલથી પણ કિન્નરનું અપમાન ન કરવું જોઈએ.

બુધની શાંતિ માટેના ઉપાય :

જ્યારે બુધ મકર રાશિમાં ગોચર કરતો હોય ત્યારે તમારે ગ્રહોની શાંતિ માટે કિન્નરના આશીર્વાદ લેવા જોઈએ. આ સિવાય બુધવારે યજ્ઞ અથવા હવન પણ કરવો જોઈએ. બુધદેવને પ્રસન્ન કરવા માટે બીજ મંત્રનો જાપ કરવો જોઈએ અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઈએ.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. અમે તેની પુષ્ટિ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.