બુધના રાશિ ભ્રમણથી બન્યો આ શુભ યોગ, આ 4 રાશિઓને થશે લાભ જ લાભ.

0
404

જ્યોતિષ : બુધ ગ્રહના ગોચરની દરેક રાશિ પર થશે અસર, આ રાશિવાળાએ સાવચેત રહેવાની છે જરૂર.

ગ્રહોના રાજકુમાર કહેવાતા બુધ ગ્રહનું વૃશ્ચિક રાશિમાં ભ્રમણ થઇ રહ્યું છે. આ ભ્રમણ અત્યંત મહત્વનું માનવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે, બુધના વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરવાથી ખુબ જ શુભ યોગ ઉભો થઇ રહ્યો છે. આ યોગ પહેલાથી આ રાશિમાં વિરાજમાન સૂર્ય સાથે તેની જોડીથી નિર્મિત થઇ રહ્યો છે, જે અત્યંત શુભ માનવામાં આવે છે.

બુધ ગ્રહ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. બુધ આ રાશિમાં 10 ડીસેમ્બર સવારે 5 વાગીને 53 મિનીટ સુધી રહેશે. પહેલાથી જ વૃશ્ચિક રાશિમાં રહેલા સૂર્ય ગ્રહ સાથે તેની જોડીથી બુધાદિત્ય યોગનું નિર્માણ થઇ ગયું છે. જ્યોતિષ મુજબ બુધાદિત્ય યોગ બનવાથી સિંહ, કન્યા, કુંભ અને મીન રાશિ વાળાને મોટો લાભ મળવાના સંકેત છે. જાણો બુધનું રાશિ પરિવર્તન તમારા માટે કેવું રહેશે.

મેષ : આ રાશિના લોકો માટે બુધ તેના 8 માં ગૃહમાં ભ્રમણ કરે છે, જે અનુસંધાન, પરિવર્તન અને અનિશ્ચિતતાનું પ્રતિનિધિત્વ કરે છે અને ત્રીજા અને છઠ્ઠા ગૃહ ઉપર શાસન કરે છે. આ ભ્રમણ દરમિયાન આર્થિક સ્થિતિ ખરાબ થવાને કારણે તમારે મુશ્કેલ સમયનો સામનો કરવો પડશે. વ્યક્તિગત રીતે તમારા અને તમારા સાથી વચ્ચે સંબંધો મજબુત કરવામાં મદદ કરશે અને જો કોઈ તણાવ હોય તો તેના માટે તમારો રસ્તો તમે જાતે શોધી લેશો.

વૃષભ : વૃષભ રાશિના લોકો માટે બુધ તમારા લગ્ન અને ભાગીદારીના સાતમાં ગૃહમાં ભ્રમણ કરી રહ્યા છે. આ ભ્રમણ તમારી કારકિર્દી માટે અનુકુળ રહેવાનું છે. સારી વાતચીત તમારા કુટુંબ અને પ્રેમ જીવનમાં મજબુતી લાવશે. બુધ વેપાર વિશ્લેષણ ઉપર શાસન કરે છે આથી ધંધાકીય રીતે આ ભ્રમણ તમને તમારા ક્ષેત્રમાં શુભ પરિણામ આપશે.

મિથુન : મિથુન રાશિ માટે બુધ પહેલા અને ચોથા ગૃહના સ્વામી છે. તે અડચણો, બાધાઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ ભ્રમણ દરમિયાન તમારા જીવનમાં કાંઈક ભાવનાત્મક અસંતુલન આવી શકે છે, તમારું આરોગ્ય બગડી શકે છે, એટલા માટે તમારી વિશેષ કાળજી રાખવાની જરૂર છે. વાદ-વિવાદ મુખ્ય ચિંતાનો વિષય રહેશે અને તમે તેમાં સામેલ રહેશો.

કર્ક : કર્ક રાશિ માટે બુધ ત્રીજા, બારમાં ગૃહના સ્વામી છે, તે સંતાન, વિચાર, બુદ્ધિ, પ્રેમ અને રોમાન્સના પાંચમાં ગૃહમાં ભ્રમણ કરી રહ્યા છે. આ રાશિના લોકો માટે બુધની આ સ્થિતિ મિશ્ર પરિણામ લઈને આવશે. એ સલાહ આપવામાં આવે છે કે તમે તમારું ધ્યાન તમારી નોકરી ઉપર લગાવો. તમારા ધંધાકીય જીવનને હળવાશથી ન લો કેમ કે તમારી નોકરી જવાની સંભાવના છે. આર્થિક રીતે કોઈ પણ ખોટી કામગીરીમાં રોકાણ ન કરો નહિ તો તેનાથી નુકશાન થઇ શકે છે અને તમારે વધુ કિંમત પણ ચૂકવવી પડશે.

સિંહ : સિંહ રાશિના લોકો માટે બુધ ત્રીજા અને અગિયારમાં ગૃહના સ્વામી છે, જે ચોથા ગૃહમાં ભ્રમણ કરી રહ્યા છે, તે માતા, જમીન, વિલાસીતા અને આરામનું પ્રતિનિધિત્વ કરે છે. તમારા માટે આ યોગ શુભ ફળદાયી સાબિત થઇ શકે છે. કારકિર્દીમાં આવી રહેલી અડચણો દુર થવાની સંભાવના છે. કુટુંબનું વાતાવરણ આનંદમય રહેશે. આ સમયગાળામાં કોઈ સુખદ સમાચાર પણ સાંભળવા મળી શકે છે. તે દરમિયાન લાભ પ્રાપ્ત કરવાની ઘણી તકો પ્રાપ્ત થઇ શકે છે. તમે આ ભ્રમણ દરમિયાન નવું વાહન અને સંપત્તિ પણ ખરીદી શકો છો અને આ સમયગાળો તમારા માટે ઘણા બીજા સકારાત્મક પરિણામ લઈને આવશે.

કન્યા : કન્યા રાશિના લોકો માટે બુધ પહેલા અને દશમાં ગૃહના સ્વામી છે, જે ભાઈ બહેનો, સાહસ અને પ્રવાસના ત્રીજા ગૃહમાં ભ્રમણ કરી રહ્યા છે. આ ભ્રમણ દરમિયાન બુધ ગ્રહ તમારા ઝનુન, ગુસ્સા, દ્ર્ઢ સંકલ્પ અને સંચાર કૌશલ્યમાં વુર્દ્ધીના સાક્ષી બનશે. જોશ સાથે તમે નોકરીમાં ફેરફારની શોધ કરી શકો છો. અંતે લાભના સંકેત છે.

તુલા : તુલા રાશિ માટે બુધ નવમાં ગૃહના સ્વામી છે અને સંચિત ધન, બચત, કુટુંબ અને વાણીના બીજા ગૃહમાં ભ્રમણ કરી રહ્યા છે. તુલા રાશિના લોકો માટે બુધનું ભ્રમણ શુભ ફળ લાવશે, કેમ કે તે તમારી દરેક તકલીફોને દુર કરશે. આ ભ્રમણ કાળ દરમિયાન તમારી નાણાકીય વ્યવસ્થા ઉપર ધ્યાન આપો. વધુ તણાવ તમારા આરોગ્યને પણ બગાડી શકે છે.

વૃશ્ચિક : વૃશ્ચિક રાશિ માટે બુધ આઠમા અને અગિયારમા ગૃહના સ્વામી છે અને આ રાશિના વ્યક્તિના વ્યક્તિત્વ અને પોતાના પ્રથમ ગૃહમાં ભ્રમણ કરી રહ્યા છે. તમારી લાંબા સમયની આશાઓ પૂરી થશે. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાથી દુર રહેવાની સલાહ આપવામાં આવે છે. તમારી ત્વચા, લોહી વગેરે સાથે સંબંધિત થોડી આરોગ્ય સમસ્યાઓનો સામનો કરવો પડશે.

ધનુ : ધનુ રાશિ માટે બુધ સાતમાં અને દશમાં ગૃહના સ્વામી છે અને વ્યય અને વિદેશી લાભના બારમાં ગૃહમાં ભ્રમણ કરી રહ્યા છે. આરોગ્ય બાબતે ચેતો નહિ તો તે ગંભીર બીમારીઓમાં પરિવર્તિત થઇ શકે છે. તમારા જીવનસાથી થોડી આરોગ્ય અને ચિંતાના મુદ્દા માંથી પસાર થઇ શકે છે. આ ભ્રમણ કાળ દરમિયાન વિદેશોમાં કામ કરવા, આગળ વધવા અને એક સ્થિર કારકિર્દી બનાવવાની તક મળશે.

મકર : મકર રાશિ માટે બુધ છઠ્ઠા અને નવમાં ગૃહના સ્વામી છે, જે અગિયારમા ગૃહમાં ભ્રમણ કરી રહ્યા છે. આ ભ્રમણ દરમિયાન, આ ગૃહ સમગ્ર પ્રકારના લાભ, આવક, નામ અને પ્રસિદ્ધીના લાભનું શાસન કરે છે. તમે તમામ વિવાદોમાં સફળ થશો અને તમે તમારા વિરોધીઓને પાછા પાડશો.

કુંભ : કુંભ રાશિ માટે બુધ પાંચમાં ગૃહ અને આઠમાં ગૃહના સ્વામી છે અને કારકિર્દી, ધંધા, નામ અને પ્રસિદ્ધીના દશમાં ગૃહમાં ભ્રમણ કરી રહ્યા છે.
આર્થિક સ્થિતિ સારી રહેશે. મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. નોકરીમાં બઢતીની પ્રબળ આશા જોવા મળી રહી છે. તમને આ સમયગાળામાં તમારી યોગ્યતા દેખાડવાની સારી એવી તક મળશે. કામને લઈને પ્રવાસ કરવો પડશે. જેથી ધન લાભની શક્યતા રહેશે.

મીન : મીન રાશિ માટે બુધ ચોથા અને સાતમા ગૃહના સ્વામી છે અને ભાગ્ય, ઉચ્ચ શિક્ષણ અને આધ્યાત્મિકતાના નવમાં ગૃહમાં ભ્રમણ કરી રહ્યા છે. આ રાશિના લોકો માટે બુધાદિત્ય યોગ શુભ સાબિત થશે. માન સન્માનમાં વધારો થશે. આર્થિક સ્થિતિ મજબુત રહેશે. રોકાણ માટે સમય અનુકુળ છે. પગાર વધી શકે છે. પ્રેમ સંબંધોમાં પણ મધુરતા આવશે. સંપત્તિને લઈને લાભ મળી શકે છે. વેપારીઓ માટે પણ સમય સારો છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.