બુધ ગ્રહનો ઉદય થવાની આ 4 રાશિના લોકોના ખુલ્યા ભાગ્યના દ્વાર, વેપારમાં અચાનક ફાયદો થઈ શકે છે.

0
671

ગ્રહોના રાજકુમાર અને વ્યાપારના દાતા બુધનો થયો ઉદય, આ 4 રાશિવાળાના શરૂ થયા સારા દિવસો, વાંચો રાશિફળ.

વૈદિક જ્યોતિષ અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહનું રાશિ પરિવર્તન અથવા ઉદય થાય છે, ત્યારે તેની સીધી અસર માનવ જીવન પર પડે છે. કેટલાક માટે આ પરિવર્તન શુભ હોય છે, તો કેટલાક માટે તે અશુભ. તમને જણાવી દઈએ કે, ગ્રહોનો રાજકુમાર અને જ્ઞાન આપનાર બુધ 28 જાન્યુઆરી 2022 ના રોજ ઉદય પામ્યા છે.

જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને વેપાર, બુદ્ધિ, તર્ક, સંવાદ, ગણિત, ચતુરાઈ અને મિત્રના કારક માનવામાં આવે છે, અને બુધ ગ્રહના ઉદયથી માણસને આ બધી વસ્તુઓ મળશે. બીજી તરફ બુધ ગ્રહની અસર તમામ રાશિઓ પર રહેશે, પરંતુ 4 રાશિઓ એવી છે, જેમને વિશેષ લાભ થઈ શકે છે. ચાલો જ્યોતિષ આદિત્ય ગૌર પાસેથી જાણીએ તે 4 રાશિઓ કઈ છે.

મેષ : તમારી ગોચર કુંડળીના દસમા (કારકિર્દી, વ્યવસાય) ભાવમાં બુધનો ઉદય થયો છે. વેપારમાં તમને સારો ફાયદો થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમે કાર્યસ્થળમાં સારું પ્રદર્શન કરી શકશો. નવી નોકરીની ઓફર આવી શકે છે. જો તમે નોકરી કરી રહ્યા છો, તો તમને પ્રમોશન મળી શકે છે. આ દરમિયાન બોસ પણ તમારા કામથી ખુશ થશે અને તમારી પ્રશંસા થઈ શકે છે. તમે વ્યવસાયમાં નવો સોદો કરી શકો છો, તેનાથી તમને ભવિષ્યમાં લાભ થઈ શકે છે.

વૃષભ : તમારી ગોચર કુંડળીના નવમા (ભાગ્ય) સ્થાનમાં બુધ ઉદય થયા છે. તેથી આ સમય દરમિયાન તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે. તમે જે પણ કામ કરશો તેમાં ફાયદો થશે. આર્થિક લાભની પણ શક્યતાઓ છે. વેપારમાં અથવા કોઈ નવા કામમાં હાથ અજમાવવાથી લાભ થઈ શકે છે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ રહેશે. સફળતા તમારા પગ ચૂમશે. પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા આવશે. દાંપત્ય જીવનમાં બધું સારું રહેશે.

મીન : બુધનો ઉદય આ રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે બુધ તમારી ગોચર કુંડળીના અગિયારમા (આવક) ઘરમાં ગોચર કરશે. તેથી આ સમય દરમિયાન તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે. તમે જે પણ કામમાં હાથ અજમાવશો તેમાં તમને સફળતા મળશે. આવકમાં વધારો થશે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે. પારિવારિક જીવન સુખદ રહેશે. વેપારમાં અચાનક ફાયદો થઈ શકે છે. આ સમય દરમિયાન તમે કોઈની મદદ કરી શકો છો. તેની સાથે આ સમયે તમને ઘણા સ્રોતોમાંથી પૈસા મળી શકે છે.

ધનુ : તમારી ગોચર કુંડળીના બીજા (સંપત્તિ) ભાવમાં બુધનો ઉદય થયો છે. આ સમય દરમિયાન તમને અચાનક ધનલાભ થઈ શકે છે. આ સાથે જ તમારા ધન ગૃહમાં સૂર્ય, બુધ અને શનિનો સંયોગ પણ છે, જેના કારણે તમે કોઈપણ પ્રોપર્ટીમાં રોકાણ પણ કરી શકો છો, જેનાથી ભવિષ્યમાં લાભ થવાના સંકેત પણ છે. આ સમયે તમે નવું વાહન લેવાનું પણ વિચારી શકો છો. આ સાથે બાળક કોઈપણ પ્રોફેશનલ કોર્સમાં એડમિશન પણ મેળવી શકે છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.