દેવી-દેવતા નહિ પણ અહીં કરવામાં આવે છે બુલેટની પૂજા, જાણો રહસ્યમયી મંદિરની રોચક વાતો.
હિંદુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે. દેશ દુનિયામાં એ બધા માટે ઘણા પ્રકારના મંદિર બનેલા છે. પોત પોતાની આસ્થાના હિસાબે ભક્ત એ મંદિરોમાં દર્શન માટે જાય છે. અત્યાર સુધી તમે ઘણા વિચિત્ર મંદિરો કે પ્રથાઓ વિષે સાંભળ્યું હશે પણ કદાચ રાજસ્થાનના જોધપુરમાં આવેલા ઓન બન્ના કે બુલેટ મંદિર વિષે નહિ સાંભળ્યું હોય. જાણો આ રહસ્યમયી મંદિર સાથે જોડાયેલી થોડી રોચક વાતો.
ભારતમાં ઘણા પ્રકારના મંદિર મળી આવે છે. અહિયાં અમુક લોકો મંદિરમાં માથું ટેકવા જાય છે તો અમુક ઝાડની પૂજા કરે છે. ભારતના એક લોકપ્રિય મંદિરમાં દેવી દેવતાઓને બદલે મોટરસાયકલની પૂજા કરવામાં આવે છે. એ સાંભળીને તમને થોડી નવાઈ થઇ રહી રહી હશે પણ વાત એકદમ સાચી છે. જાણો બુલેટ મંદિર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો અને ઈતિહાસ.
બુલેટ મંદિરને ઓમ બન્ના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે રાજસ્થાનના જોધપુરના જોધપુર-પાલી હાઈવેથી 20 કી.મી. દુર છે તે પાલી શહેરની પાસે આવેલા ચોટીલા ગામમાં આવેલું છે. લોકો પહેલા ભલે તેને નહોતા જાણતા, પણ હવે આ હાઈવે ઉપર પસાર થવા વાળા દરેક વ્યક્તિ માટે તે જાણીતું સ્થાન છે.
વાત વર્ષ 1988 ની છે, જયારે પાલીના રહેવાસી ઓમ બન્ના (રાજસ્થાનમાં રાજપૂત પરિવારના યુવાન લોકો માટે બન્ના શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે) પોતાના બુલેટ બાઈકથી જઈ રહ્યા હતા અને રસ્તામાં અકસ્માતનો ભોગ બની ગયા. આ અકસ્માતમાં તેમનું મૃત્યુ થઇ ગયું. કહેવામાં આવે છે કે અકસ્માત પછી આ બાઈકને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યું, પણ તે બાઈક ત્યાંથી ગુમ થઇ ગયું. ત્યાર પછી તે બાઈક અકસ્માત વાળા સ્થળ ઉપર મળ્યું, જ્યાં ઓમ બન્નાનો અકસ્માત થયો હતો.
ત્યાર પછી બુલેટ બાઈકને ફરીથી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યું પણ તે બાઈક પાછું તે સ્થળ ઉપર આવી ગયું. એવું ઘણી વખત થતું રહ્યું. કહેવામાં આવે છે કે આ બાઈકને પોલોસે ચેનથી બાંધીને રાખ્યું હતું, છતાં પણ ફરીથી તે બાઈક પોલીસ સ્ટેશન માંથી ગુમ થઇ ગયું. ત્યાર પછી તેને ચમત્કાર માનવામાં આવ્યો અને આ બાઈકને તે સ્થળ ઉપર સ્થાપિત કરી દેવામાં આવ્યું. ત્યાર પછી લોકો તેની પૂજા કરવા લાગ્યા અને લોકોનું આસ્થા વધતી ગઈ. લોકોનું માનવું છે કે ઓમ બન્ના અને બાઈક તેમનું રક્ષણ કરે છે અને મનોકામના પૂરી કરે છે.
કહેવામાં આવે છે કે જ્યારથી બાઈકનું મંદિર બનાવવામાં આવ્યું છે, ત્યારથી ત્યાં કોઈ અકસ્માત નથી થયા. ત્યાર પછીથી લોકો દુર દુરથી અહિયાં પૂજા કરવા આવવા લાગ્યા. હવે રાજસ્થાનમાં એક મોટો વર્ગ ઓમ બન્નાની પૂજા કરે છે અને તેમની આરતી, ભજન પણ ગાવામાં આવે છે.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.