તમે અખાત્રીજ પર સોનું નથી ખરીદી શકતા તો ચિંતા ના કરશો, આ સસ્તી વસ્તુઓની ખરીદી પણ શુભ ફળ આપશે.

0
3235

માત્ર સોનું જ નહીં, અખાત્રીજ પર આ વસ્તુઓની ખરીદી પણ હોય છે ખૂબ જ શુભ, જાણો કારણ.

અખાત્રીજનો દિવસ વર્ષના સૌથી શુભ દિવસોમાંનો એક માનવામાં આવે છે. આ દિવસે અબુજ મુહૂર્ત હોય છે એટલે કે આ દિવસે મુહૂર્ત કાઢ્યા વિના પણ લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ, નવા કાર્યની શરૂઆત, ઘર-ગાડીની ખરીદી જેવા શુભ કાર્યો કરી શકાય છે.

આ દિવસ ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને આ દિવસે સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદેલી વસ્તુઓ લાંબા સમય સુધી ચાલે છે, શુભ ફળ આપે છે અને તેમાં વધારો થાય છે. આ વખતે અખાત્રીજ 3 મે ના રોજ ઉજવવામાં આવશે. અખાત્રીજને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે.

ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે :

અખાત્રીજના દિવસે સોનું ખરીદવું ખૂબ જ શુભ હોય છે, પરંતુ સોનાની વધતી કિંમતોને કારણે આ દિવસે સોનું ખરીદવું દરેક માટે લગભગ અશક્ય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ સોનું ખરીદી શકતા નથી, તો કેટલીક અન્ય વસ્તુઓ પણ છે જેને ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ વસ્તુઓથી દેવી લક્ષ્મી અને ધનના દેવતા કુબેરની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

જવ :

શાસ્ત્રો પ્રમાણે જો તમે અખાત્રીજ પર સોનું ખરીદી શકતા નથી, તો તમે આ દિવસે જવ ખરીદી શકો છો. જવ ખરીદવું પણ સોનું ખરીદવા જેટલું જ શુભ માનવામાં આવે છે. આ જવ ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરો. પછી તેને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખો. તમારા ઘરમાં ધન અને સંપત્તિ દિવસેને દિવસે વધતી જશે.

કોડી :

કોડી માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. અખાત્રીજ પર કોડી ખરીદો અને દેવી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો. વિધિ પ્રમાણે માં લક્ષ્મીની પૂજા કરો અને પછી બીજા દિવસે આ કોડીને લાલ કપડામાં લપેટીને પૈસા રાખવાની જગ્યાએ મૂકી દો.

શ્રી યંત્ર :

અખાત્રીજ પર શ્રી યંત્ર ખરીદવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે વિધિપૂર્વક શ્રી યંત્રની સ્થાપના કરો. એવું કહી શકાય કે અખાત્રીજના દિવસે ઘરમાં શ્રી યંત્ર લાવવું સૌથી વધુ શુભ હોય છે.

દક્ષિણાવર્તી શંખ :

દક્ષિણાવર્તી શંખ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. તેને ઘરમાં રાખવાથી હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે. પૂજા સ્થાન પર દક્ષિણાવર્તી શંખની સ્થાપના નિયમ પ્રમાણે કરો. યાદ રાખો કે પૂજા સ્થાન પર એકથી વધુ શંખ ન રાખવા.

ઘડો :

અખાત્રીજ પર ઘડો ખરીદવો પણ ખૂબ જ શુભ હોય છે. ઘડો ખરીદીને ઘરમાં રાખવો અને શરબત ભરીને દાન કરવું બંને શુભ છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.