આ નાનકડી સ્ટોરી વાંચીને જાણો જીવનમાં કેવી સંગત રાખવી જોઈએ.

0
819

ઘણા સમય પહેલાની વાત છે રાજા ચંદ્રસેનના તબેલામાં એક હાથી રહેતો હતો. તેનું નામ મહિલામુખ હતું. મહિલામુખ હાથી ખૂબ જ સમજદાર, આજ્ઞાકારી અને દયાળુ હતો. તે રાજ્યના તમામ રહેવાસીઓ મહિલામુખથી ખૂબ જ ખુશ રહેતા હતા. રાજાને પણ મહિલામુખ પર ખૂબ ગર્વ હતો.

થોડા સમય પછી ચોરોએ મહિલામુખના તબેલાની બહાર પોતાની ઝૂંપડી બનાવી લીધી. ચોર આખો દિવસ લૂ-ટ અને મા-ર-પી-ટ કરતા હતા અને રાત્રે ઝુપડીમાં આવીને પોતાની બહાદુરીની વાતો કરતા હતા. ચોર ઘણીવાર બીજા દિવસે કોને અને કેવી રીતે લૂ-ટવા તેની યોજના પણ બનાવતા હતા. તેમની વાત સાંભળીને એવું લાગતું હતું કે, એ બધા ચોર બહુ ખતરનાક હતા. મહિલામુખ હાથી એ ચોરોને સાંભળ્યા કરતો હતો.

થોડા દિવસો પછી મહિલામુખ પર તે ચોરોની આ વાતોની અસર થવા લાગી. મહિલામુખને લાગવા માંડ્યું કે બીજાને ત્રા-સ-આ-પ-વો એ જ ખરી બહાદુરી છે. તેથી મહિલા મુખે નક્કી કર્યું કે હવે તે પણ ચોરો જેવું વર્તન કરશે. સૌ પ્રથમ, મહિલામુખે પોતાના મહાવત પર હુ-મ-લો કર્યો અને મહાવતને પછાડી-પછાડીને મા-રી-ના-ખ્યો.

આટલા સારા હાથીનું આવું કૃત્ય જોઈને બધા લોકો નારાજ થઈ ગયા. મહિલામુખ કોઈના વશમાં રહેતો ન હતો. રાજા પણ મહિલામુખનું આ રૂપ જોઈને ચિંતિત થઈ ગયા હતા. પછી રાજાએ મહિલામુખ માટે એક નવા મહાવતને બોલાવ્યો. તે મહાવતને પણ મહિલામુખે મા-રી-ના-ખ્યો. આ રીતે બગડેલા હાથીએ ચાર મહાવતોને ક-ચ-ડી-ના-ખ્યા.

મહિલામુખના આ વર્તન પાછળનું કારણ શું હતું તે કોઈ સમજી શક્યું નહીં. જ્યારે રાજાને કોઈ રસ્તો ન મળ્યો, ત્યારે તેમણે મહિલા મુખની સારવાર માટે એક બુદ્ધિશાળી વૈદ્યને બોલાવ્યા. રાજાએ વૈદ્યને શક્ય તેટલી વહેલી તકે મહિલા મુખની સારવાર કરવા વિનંતી કરી, જેથી તે રાજ્યમાં વધારે નુકશાન ન કરી શકે.

વૈદ્યએ રાજાની વાતને ગંભીરતાથી લીધી અને મહિલામુખ પર કડક દેખરેખ શરૂ કરી. વૈદ્યને ખબર પડી કે મહિલામુખમાં આ પરિવર્તન ચોરોને કારણે આવ્યું છે. વૈદ્યએ રાજાને મહિલામુખના વર્તનના પરિવર્તનનું કારણ જણાવ્યું અને કહ્યું કે ચોરોને પકડી લો અને તેમના અડ્ડા પર સતત સત્સંગનું આયોજન કરો, જેથી મહિલામુખનું વર્તન પહેલા જેવું થઈ શકે. રાજાએ પણ એવું જ કર્યું. હવે તબેલાની બહાર દરરોજ સત્સંગનું આયોજન થવા લાગ્યું. ધીરે ધીરે મહિમામુખની માનસિક સ્થિતિમાં સુધારો થવા લાગ્યો.

થોડા દિવસોમાં મહિમામુખ હાથી પહેલાની જેમ ઉદાર અને દયાળુ બની ગયો. પોતાનો પ્રિય હાથી સાજો થયો ત્યારે રાજા ચંદ્રસેન ખૂબ જ પ્રસન્ન થયા. ચંદ્રસેને તેમની સભામાં વૈદ્યની પ્રશંસા કરી અને તેમને ઘણી ભેટો પણ આપી.

વાર્તામાંથી પાઠ : સંગતની અસર ખૂબ જ ઝડપી અને ઊંડી હોય છે. તેથી, વ્યક્તિએ હંમેશા સારા લોકોની સંગતમાં રહેવું જોઈએ અને દરેક સાથે સારો વ્યવહાર કરવો જોઈએ.