પતિ પોતાની પત્નીને તેની ‘ઓકાત’ બતાવીને નીકળી ગયો, પછી જે થયું તે જાણીને આંખો ભીની થઈ જશે. 

0
1726

પતિની નજરમાં પત્નીની કોઈ કિંમત નહોતી, સાસુ પણ તેને કાંઈ ગણતી નહોતી, પછી એક દિવસ એવું થયું કે પસ્તાવાનો વારો આવ્યો.

આજે રાજીવ ફરી એક વાર લતાને તેનો ઓકાત બતાવીને ઓફિસ જવા નીકળી ગયો. અને તે ઓકાત બતાવે કેમ નહીં, લતા એક ઘરેલુ મહિલા છે, તે કોઈ વધારે ભણેલી-ગણેલી છોકરી નથી. ન તો તે કોઈ કામ કરતી સફળ મહિલા છે. તેનું કામ માત્ર કપડાં ધોવાનું, રસોઈ બનાવવી, પથારી કરવી, ઘરની સફાઈ કરવી, બાળકોને સારી તાલીમ આપવી, ઘરના વડીલોની કાળજી લેવી અને ઘરમાં આવનાર મહેમાનોનું સ્વાગત કરવાનું છે.

આ બધા કામનું શું મહત્વ છે, આ તો એક નોકરાણી પણ કરી શકે છે. આ બધું વિચારીને લતાએ પોતાના ગાલ પરથી આંસુના ટીપાં સાફ કર્યા અને ફરી પોતાના કામમાં લાગી ગઈ.

રોજની જેમ રાજીવનો ફોન આવ્યો કે તે ઘરે મોડો આવશે અને બહાર જ જમી લેશે. લતા સમજી ગઈ હતી કે તે બહાર પીશે પણ ખરો. પહેલા લતા આ બાબતે રાજીવ સાથે રોજ ઝગડતી હતી, પણ તે એમ કહીને ઠપકો આપ્યો હતો કે તે સખત મહેનત કરે છે અને કમાય છે. તે જે ઇચ્છે તે કરી શકે છે. પણ હવે લતા જાણે થાકી ગઈ હતી. તે રાજીવને મોં લગાવવા માંગતી ન હતી. કેમ કે રાજીવે ઘણી વાર કહ્યું હતું કે તેણીએ આ ઘરની જરૂર છે, આ ઘરને તેણીની જરૂર નથી. તે જ્યારે ઇચ્છે ત્યારે આ ઘર છોડીને જઈ શકે છે.

લતા એ વિચારીને ચૂપ રહેતી કે કદાચ રાજીવ સાચો છે, તેણી ઘર છોડીને જશે તો જશે ક્યાં? પિયર તો નાનપણથી જ પારકું હોય છે. જો ઘરની દીકરી ચાર દિવસ પણ વધારે રોકાઈ જાય તો પાડોશીઓન કાન ઉભા થઈ જાય છે, સગાસંબંધીઓ વાતો કરવા લાગે છે અને મામલો માઁ-બાપની ઇજ્જત પર આવી જાય છે. આ બધું વિચારીને લતા અપમાનના ઘૂંટ પી જાય છે.

બીજા દિવસે લતાની તબિયત સારી ન હતી. થર્મોમીટરથી માપ્યું તો તેને તાવ હતો. લતાએ ઘરે રાખેલી દવા લીધી અને બને તેટલો વહેલો નાસ્તો અને બાળકોનું ટિફિન તૈયાર કરી રૂમમાં જઈને સૂઈ ગઈ. રાજીવ એટલું કહીને નીકળી ગયો કે ડોક્ટરને બતાવી દેજે.

લતાનો તાવ સાંજ સુધી વધ્યો, તેની તબિયતમાં જરાય સુધારો ન થયો. તેણીએ રાજીવને ફોન કર્યો તો તેણે કહ્યું કે તે ઘરે આવશે ત્યારે દવા લઈ આવશે. ઘરે આવીને રાજીવે લતા પાસે દવા મૂકી અને કહ્યું કે આ દવા પી લે. કારણ કે તેણે દવા લાવવાનું મહાન કામ જે કર્યું હતું. પત્ની એવું કરી શકતી નથી, તે દવા પણ આપે છે અને પતિના કપાળ પર પ્રેમથી હાથ પણ ફેરવે છે.

બીજી તરફ સાસુએ આજની રાત માટે ભોજન રાંધીને એ વાત પર સિક્કો લગાવી દીધો કે આ ઘરને ખરેખર લતાની જરૂર નથી. લતાએ રાત્રે ભોજન લીધું ન હતું. તે બેચેન થઈને તડપી રહી હતી. રાજીવ સારી રીતે ઊંધી રહ્યો હતો. અને ઊંધે પણ કેમ નહીં, તેણે બીજા દિવસે કામ પર જવાનું હતું, તે કમાય છે, આ ઘરને તેની ખૂબ જરૂર છે.

બીજા દિવસે રાજીવ દવા લઈ લેજે એવું કહીને પોતાની મહાન ફરજ નિભાવીને નીકળી ગયો. તો બીજી તરફ સાસુએ પણ બીમારીમાં હાથ પગ ચલાવવાની સલાહ આપીને મહાનતાનું ઉદાહરણ આપ્યું. સાંજે લતાની તબિયત બગડી. સાસુએ રાજીવને ફોન કર્યો. રાજીવે કહ્યું – હું આવું છું. પણ રાજીવને આ વાત કહ્યાને પણ એક કલાક થઈ ગયો. પછી લતા મૃત્યુ નજીક હતી ત્યારે રાજીવને ફરીથી ફોન કર્યો. રાજીવ ઘરે આવ્યો અને તેને હોસ્પિટલ લઈ ગયો. પણ ત્યાં સુધી લતા મરી ગઈ હતી.

હવે લતાને કોઈની જરૂર ન હતી, પણ હવે લતાની બધાને જરૂર હતી. આજે લતાનું તેરમું હતું. આશ્વાસન આપવા વાળા બધા મહેમાનો જઈ ચુક્યા હતા. હવે રાજીવે ઓફિસે જલ્દી જવાનું નહોતું, અને જાય પણ કેવી રીતે, તેણે ઘરના ઘણા બધા કામ કરવાના હતા, જે લતા હતી ત્યારે તેણી કરી દેતી, તેથી તેને તે કામોની ખબર પણ પડતી નહોતી.

આજે તેને ખબર પડી કે આ ઘરને લતાની કેટલી જરૂર છે. આજે રાજીવ તેના ટુવાલ, રૂમાલ, તેની ઓફિસની ફાઈલો, અહીં સુધી કે તે નાની નાની વસ્તુઓ જેનો તેને આભાસ પણ નહોતો તે મળી રહી નહોતી. તેને ખબર પણ નહોતી કે તેને લતાની કેટલી જરૂર છે.

આજે લતાના ગયા પછી ઘર, ઘર નહીં પણ પ્રાણી સંગ્રહાલય જેવું લાગતું હતું. સાસુની દવા અને બાળકોને સમયસર ખાવાનું મળ્યું નહોતું. રાજીવને રાત્રે પથારી તૈયાર મળતી નહોતી. આજે ઘરમાં રાજીવની રાહ જોવાવાળું કોઈ નહોતું. તે ક્યાં છે અને ક્યારે આવશે તે કોઈને કહેવાની જરૂર નથી, કારણ કે કોઈ પૂછનાર જ નથી.

આજે રાજીવને લતાની ખૂબ જરૂર છે. પણ ‘બધાને મારી પણ જરૂર છે…’ એ સાબિત કરવા માટે લતાએ મોતને ભેટવું પડ્યું. પોતાનું મહત્વ જણાવવા તેણીએ આ દુનિયા છોડી દેવી પડી. આજે બધાએ સ્વીકારી લીધું છે કે લતાને આ ઘરની નહીં, પણ આ ઘરને લતાની વધુ જરૂર છે.