આ 5 ખરાબ ટેવોને કારણે સહન કરવી પડે છે આર્થિક તંગી, ઘરમાંથી જતા રહે છે માં લક્ષ્મી.

0
832

જો તમારામાં છે આ 5 ખરાબ ટેવો તો તેને વહેલી તકે કરી દો દુર, તેના લીધે લક્ષ્મી તમારાથી દુર જતી રહે છે.

નીતિ શાસ્ત્રમાં ચાણક્યએ ધન, વિદ્યા, લગ્ન જીવન, કૌટુંબિક મુદ્દા અને શત્રુ સહીત જીવનની ઘણી બાબતો ઉપર વિચાર વ્યક્ત કર્યા છે. આચાર્ય ચાણક્યના વિચાર આજના સમયમાં પણ પ્રાસંગિક છે. ચાણક્યની નીતિઓનું પાલન કરવાવાળા જીવનના દરેક ક્ષેત્રમાં સફળ થાય છે. ચાણક્ય મુજબ કેટલીક ટેવો જીવનમાં આર્થિક તંગી લાવે છે. તેથી માણસે આ ખરાબ ટેવો બદલી નાખવી જોઈએ.

આવકથી વધુ ખર્ચ : ચાણક્યના જણાવ્યા મુજબ કોઈ પણ વ્યક્તિએ આવકથી વધુ ખર્ચ ન કરવો જોઈએ. જે માણસ પોતાની આવકથી વધુ ખર્ચ કરે છે તે હંમેશા આર્થિક તંગીથી પરેશાન રહે છે. ચાણક્ય નીતિ મુજબ ધનનો સંગ્રહ કરવો જોઈએ કેમ કે મુશ્કેલ સમયમાં ધન કામ આવે છે.

કુસંગતિ : આચાર્ય ચાણક્ય જણાવે છે કે, માણસે ખરાબ લોકોની સંગત ન રાખવી જોઈએ. તે એટલા માટે કેમ કે ખરાબ લોકોની સંગત રાખવાવાળા પાસે માં લક્ષ્મી ક્યારેય પણ રહેતા નથી. સાથે જ એવા લોકોએ જીવનમાં દરેક ક્ષણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

દગાબાજ લોકોથી રહો દુર : આચાર્ય ચાણક્ય મુજબ પીઠ પાછળ દગો આપવાવાળાને સમાજમાં માન સન્માન નથી મળતું. ચાણક્ય જણાવે છે કે, એવા સ્વભાવવાળા માણસે ધન મેળવવા માટે ખુબ વધુ મહેનત કરવી પડે છે. એવા લોકોથી માં લક્ષ્મી નારાજ થઇ જાય છે.

ખોટું બોલવા વાળા : ચાણક્યના જણાવ્યા મુજબ જે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે હંમેશા અસત્યનો સહારો લે છે, તેમની ઉપર માં લક્ષ્મી ક્યારેય પણ કૃપાયમાન નથી રહેતા. એવા લોકોએ જીવનમાં બીજા સામે અપમાનિત થવું પડે છે.

વડીલોનું અપમાન કરવા વાળા : ચાણક્યનું માનવું છે કે જે લોકો વડીલોનું સન્માન નથી કરતા તેમના ઘરમાં ગરીબીનો વાસ થવા લાગે છે. સાથે જ માં લક્ષ્મી એવા લોકોથી દુર જતા રહે છે.

(નોંધ : અહિયાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.