પોતાની ભૂલ હોવા છતાં કારવાળો રીક્ષાવાળા પર ભડક્યો, પછી જે થયું તે સમજવા જેવું છે.

0
1006

કેટલાક લોકો બીજાથી નાની-નાની ભૂલો પર તેમના પર ગુસ્સાનો વરસાદ કરી દે છે, તેમને ખરું-ખોટું સંભળાવે છે અથવા ક્યારેક વિવાદ પણ કરે છે. પણ જોવા જઈએ તો તે વસ્તુઓને સરળતાથી ભૂલી શકાય છે અને હસીને તાળી પણ શકાય છે.

લોકો ઘણીવાર બીજાની સામાન્ય ભૂલોને માફ કરતા નથી અને દરેક વસ્તુનો બદલો લેવા તૈયાર થઇ જાય છે. તેનો અર્થ એ થયો કે બીજાની ભૂલનો દંડ આપણે ચૂકવી રહ્યા હોઈએ છીએ. આજે અમે તમને એવી જ એક ઘટના જણાવી રહ્યા છીએ, જેનો સાર એ છે કે, ઘણી વખત બીજાની ભૂલોને નજરઅંદાજ કરીને આગળ વધવું વધુ સારું રહે છે.

એક દિવસ એક વ્યક્તિ રીક્ષામાં બેસીને રેલ્વે સ્ટેશન જઈ રહ્યો હતો. રીક્ષા વાળો ખૂબ જ આરામથી રીક્ષા ચલાવી રહ્યો હતો. એવામાં અચાનક એક કાર પાર્કિંગમાંથી નીકળીને રોડ પર આવી ગઈ. રીક્ષા વાળાએ જોરથી બ્રેક લગાવી અને કાર સાથે ટક્કર થતા થતા બે-ત્રણ ઇંચ જેટલી બચી ગઈ.

કાર વાળો ગુસ્સામાં આવીને રીક્ષા વાળાને ખરું-ખોટું કહેવા લાગ્યો, જોકે ભૂલ કાર વાળાની હતી. કાર વાળાની વાત સાંભળીને રીક્ષા વાળો ગુસ્સે થયો નહીં પણ માફી માંગીને આગળ વધી હ્યો. તે રીક્ષામાં બેઠેલા પેસેન્જરને પેલા કાર ચાલકના આવા વર્તનથી ગુસ્સો આવી રહ્યો હતો. તે ત્યાં ઘણું બધું બોલવા ઈચ્છતો હતો પણ રીક્ષા વાળાએ હાથથી ઈશારો કરીને તેમને બોલવા ન દીધું.

પછી થોડા આગળ નીકળ્યા પછી પેસેન્જરે રીક્ષા વાળાને પૂછ્યું, “તમે તે કાર વાળને કંઈ બોલ્યા વગર કેમ જવા દીધો? તેની ભૂલ હોવા છતાં તેણે તમને ખરું-ખોટું કર્યું. એ તો આપણે નસીબદાર છીએ કે બચી ગયા, નહીં તો તેની ભૂલના લીધે આપણે હોસ્પિટલમાં હોત.

રીક્ષા વાળાએ કહ્યું, “સાહેબ, ઘણા લોકો કચરાના ટ્રક જેવા હોય છે. તેમના મનમાં ઘણો કચરો ભરેલો હોય છે. એવા લોકો જે વસ્તુઓની જીવનમાં જરૂર નથી હોતી તેને મહેનત કરીને ભેગી કરતા રહે છે, જેમ કે ગુસ્સો, નફરત, ચિંતા, નિરાશા વગેરે.

“જ્યારે તેમના મગજમાં એ કચરો ખૂબ જ વધી જાય છે, ત્યારે તેઓ પોતાનો બોજ હળવો કરવા માટે અન્ય લોકો પર ફેંકવાની તક શોધવાનું શરૂ કરે છે. એટલા માટે હું આવા લોકોથી અંતર રાખું છું અને દૂરથી હસતા મોઢે તેમને વિદાય આપી દઉં છું.”

“જો હું એવા લોકો દ્વારા ફેંકવામાં આવેલો કચરો સ્વીકારીશ, તો હું પણ કચરાની ટ્રક બની જઈશ અને તે કચરો મારી આસપાસના લોકો પર ફેંકવાનું ચાલુ રાખીશ. મને લાગે છે કે આ જીવન ખૂબ જ સુંદર છે, તેથી જેઓ આપણી સાથે સારું વર્તન કરે તેમનો આભાર માનો અને જેઓ અમારી સાથે ખરાબ વર્તન કરે તેમને સ્મિત સાથે માફ કરી દો.

બોધ : બીજાની ભૂલ પર તેમને ખરું-ખોટું સંભળાવવું કે વિવાદ કરવો એ હંમેશા યોગ્ય નથી હોતું. નાની નાની વાતો પણ હસીને ભૂલી શકાય છે. જો આપણે બીજાની ભૂલો પર ગુસ્સે થઈશું, તો તે પોતાને સજા આપવા જેવી પરિસ્થિતિ બની જશે.