દુનિયામાં રંગ બદલતા ચહેરા દેખાય છે!
જ્યારે જે આવે કામ તો વ્હાલા દેખાય છે!
ને પડે કામ ગરજ બતાવતા એ દેખાય છે!
નહીં તો તું કોણ હું કોણ કહેતા દેખાય છે!
સ્વાર્થની જ માયાજાળ ખૂંપાતાં દેખાય છે!
પતતાં સ્વાર્થ શાને વેરી બનતાં દેખાય છે?
જગતમાં લાગે આ સૌ અજીબ દેખાય છે!
માણસના મનડે શું છે ના કદી પરખાય છે!
પ્રભુ તો ના આવા સર્જન કરતા દેખાય છે?
મનુષ્યો કાં માનવતા ઘુમાવતા દેખાય છે?
“મેહુલ”
સુભાષ ઉપાધ્યાય – ઓક્ટોબર/૮/૨૦૨૧ (અમર કથાઓ ગ્રુપ) (પ્રોફાઇલ ફોટો પ્રતીકાત્મક છે. )