ચૈત્ર નવરાત્રિ 2022 : ગ્રહોની સ્થિતિને કારણે બની રહ્યા છે આ ખાસ સંયોગ, થશે ફાયદા જ ફાયદા.

0
851

ચૈત્ર નવરાત્રિ પર બની રહ્યો છે માં લક્ષ્મી સાથે સંબંધિત આ યોગ, દરેક પ્રકારના દોષોથી મળે છે મુક્તિ.

ચૈત્ર નવરાત્રિ આવવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ નવરાત્રિ દરમિયાન માં દુર્ગાના તમામ 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 2 એપ્રિલથી શરૂ થશે અને 11 એપ્રિલ સુધી ચાલશે. ધાર્મિક માન્યતા છે કે આ નવરાત્રિ દરમિયાન માં દુર્ગાની પૂજા કરવાથી દેવીની વિશેષ કૃપા મળે છે. ચાલો જાણીએ કે આ ચૈત્રી નવરાત્રિમાં ગ્રહોના સંયોગને કારણે કયા યોગો બની રહ્યા છે અને કેવા લાભ મળવાના છે?

ચૈત્ર નવરાત્રિમાં ગ્રહોની સ્થિતિ : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે ચૈત્ર નવરાત્રિમાં એકથી વધુ ગ્રહોના ભેગા થવાને કારણે વિશેષ સંયોગ બની રહ્યો છે. હકીકતમાં આ નવરાત્રિ દરમિયાન મંગળ અને શનિ એક સાથે રહેશે. શનિ-મંગળનો આ સંયોગ શક્તિમાં વધારો કરશે. તેની સાથે જ કામમાં સફળતા અને ઈચ્છાઓની પૂર્તિની તકો પણ રહેશે. આ સિવાય ચૈત્ર નવરાત્રિના સમયગાળા દરમિયાન કુંભ રાશિમાં ગુરુ અને શુક્રનો સંયોગ બની રહ્યો છે. તેની સાથે જ મેષમાં ચંદ્ર, વૃષભમાં રાહુ, વૃશ્ચિકમાં કેતુ અને મીન રાશિમાં સૂર્ય અને બુધ રહેશે.

આ શુભ સંયોગો બની રહ્યા છે : પંચાંગ અનુસાર ચૈત્ર નવરાત્રિ દરમિયાન રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ પુષ્ય નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સર્વાર્થ સિદ્ધિ યોગ લક્ષ્મી માં સાથે સંબંધિત છે. એવું માનવામાં આવે છે કે આ યોગમાં કોઈપણ કાર્ય કરવાથી શુભ ફળ મળે છે. તેની સાથે કામમાં પણ સફળતા મળે છે. તેમજ રવિયોગમાં દરેક પ્રકારના દોષોથી મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે આ યોગમાં કરવામાં આવેલ કાર્ય ઝડપથી ફળ આપે છે.

કળશ સ્થાપના માટેનો શુભ સમય : ચૈત્ર નવરાત્રિમાં, કળશ સ્થાપન એકમ તિથિએ કરવામાં આવે છે અને આ તિથિ 2 એપ્રિલે આવે છે. આ વખતે ચૈત્ર નવરાત્રિ પર કળશની સ્થાપનાનો શુભ સમય 2 એપ્રિલના રોજ સવારે 6:10 થી 8:29 સુધીનો રહેશે. આવી સ્થિતિમાં, આ વખતે કળશ સ્થાપના માટે 2 કલાક 19 મિનિટ મળશે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.